વિશ્વના TOP 5 પ્રેસિડેન્સિયલ વિમાન: ટ્રંપથી લઈને PM મોદી સુધીના રાષ્ટ્ર પ્રમુખો કેવા વિમાનમાં કરે છે સફર, જાણો
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ હોય કે ભારતના પ્રધાનમંત્રી મોદી દુનિયાના તમામ રાષ્ટ્ર પ્રમુખો માટે વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. તેમની મુસાફરી માટેના વિમાનોમાં પણ આધુનિક ગેજેટ અને સુરક્ષાના તમામ ઉપકરણો સજ્જ હોય છે.
Trending Photos
દીપક જીતિયા, અમદાવાદઃ શું તમે રાષ્ટ્રપતિઓ અને વિશ્વ નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિશ્વના ટોચના 5 શ્રેષ્ઠ વિમાન વિશે જાણવા માંગો છો? અમેરિકા, ચીન, રશિયા અને ભારતના રાષ્ટ્ર પ્રમુખો કયા વિમાનમાં સફર કરે છે અને તેમાં કેવા પ્રકારના સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ થાય છે તે માહિતી તમને આ આર્ટીકલમાં મળશે.આ લેખમાં તમને આ ખાસ વિમાનની કિંમત, ક્ષમતા, ગતિ, વિશેષ ગુણો અને સુરક્ષા સિસ્ટમો સહિતના દરેક લક્ષણો વિષે જાણવા મળશે.
1. એરફોર્સ વન (બોઇંગ વીસી -25) - USA
વિશેષ સુવિધાઓઃ
ડબલ ડેકર
મેડીકલ સ્યુટ
સિક્યુરીટી સીસ્ટમ રીપલ્સીસ અગેંસ્ટ અટેક (Security system repulses against attacks) તે ન્યુક્લિયર બ્લાસ્ટથી બચી શકે છે!
મીડ-ફ્લાઇટ રિફ્યુઅલિંગ
વિશિષ્ટ સલામતીનાં પગલાં માટે ફ્લેયર્સ ઇજેક્ટ કરી શકે
એન્ક્રિપ્શન અને સ્ક્રેમ્બલિંગ ડિવાઇસેસ
એક કમ્યુનિકેશન સ્યુટ
ઓનબોર્ડ મેડિકલ સુવિધા
2018 ને ફાસ્ટ-ફોરવર્ડ અને અહેવાલો પ્રમાણે કુલ કિંમત 3.9 - 5.3 અબજ ડોલર છે. હા, તમે તે બરાબર વાંચ્યું છે. આ સૂચિમાં સૌથી મોઘું પ્લેન છે અને બોઇંગ દ્વારા આ પ્લેનને બનાવામાં આવ્યું છે. એર ફોર્સ વનને દેશભક્તિના ટ્વીસ્ટ સાથે લાલ, સફેદ અને વાદળી કોટિંગના પટ્ટા સાથે બે બ્રાન્ડ નવા પ્લેન બનાવીને સોંપવામાં આવ્યા છે. તકનીકી રીતે, ‘એરફોર્સ વન’એ રાષ્ટ્રપતિને લઈ જતા કોઈ પણ યુએસ વિમાનને કહેવામાં આવે છે. હાલમાં Boeing VC-25A તેનું સૈન્ય નામ છે. એરક્રાફ્ટની મહત્તમ ગતિ 1000 કિમી / કલાકની છે અને તેની લંબાઈ 70 મીટરથી વધુ છે. જ્યારે તેનો કેબિન વિસ્તાર 370 ચોરસ મીટરથી વધુનો છે. જ્યારે તમે રાષ્ટ્રપતિની હવાઇમુસાફરી વિશે સાંભળો છો, ત્યારે તમે સંભવત વીઆઇપી-વર્ગના વિમાનની મહત્તમ સુરક્ષાની બાંયધરીની કલ્પના કરો છો. જો કે ટોચનાં વિમાનો પર નજીકથી નજર નાખવાથી એ સ્પષ્ટ થાય છે કે વિશ્વભરના રાષ્ટ્રપતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિમાન સલામતીનાં ઉચ્ચતમ ધોરણોને વળગી રહે છે. વિમાનો લક્ઝરીઓથી ભરેલા છે જે તમામ વિશ્વ નેતા માટે સૌથી વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ પૂરો પાડે છે. આ પ્લેન પાસે ઘણી વિશેષ સુવિધાઓ પણ છે જે જ્યારે જરૂર પડે ત્યારે તેમને કેટલીક વધારાની ભૂમિકાઓ પણ ભજવે છે.
2. એર ઇન્ડિયા વન - બોઇંગ 777-300ER
વિશેષ સુવિધાઓઃ
મિસાઇલ સંરક્ષણ પ્રણાલીથી સજ્જ
ઇન્ફ્રારેડ કાઉન્ટરમીઝર્સ (LAIRCM)
સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ (SPS)
એર ઈન્ડિયા વન નામથી સંચાલિત આ હવાઈ જહાજો મિસાઇલ સંરક્ષણ પ્રણાલીથી સજ્જ છે. તેમાં મોટા વિમાનવાળા ઇન્ફ્રારેડ કાઉન્ટરમીઝર્સ (LAIRCM) અને સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ (SPS) શામેલ છે. એલઆઈઆરસીએમ પાસે મિસાઇલ ચેતવણી સેન્સર, કંટ્રોલ ઇન્ટરફેસ એકમો, લેસર ટ્રાન્સમીટર એસેમ્બલી અને પ્રોસેસર હશે જે તેની તરફ આવતી ઇન્ફ્રારેડ મિસાઇલને શોધી કાઢશે, ટ્રેક કરશે, જામ કરશે અથવા પ્રતિકાર કરશે. નવીનતમ સુવિધાઓ સાથે એર ઇન્ડિયા વન હવે એરફોર્સ વન સાથે સમાન માનવામાં આવે છે. VVIP માટે બનાવેલ વિમાનમાં એડવાન્સ કમ્યુનિકેશન્સ સિસ્ટમ છે જે ઓડિયો / વિડિઓને ટોપ ટાયર સિક્યુરિટી સાથે કનેક્ટ કરી શકે છે. એરક્રાફ્ટમાં, બે કોન્ફરન્સ રૂમ, એક વીવીઆઈપી સ્યુટ, પ્રેસ બ્રીફિંગ માટે રૂમ, નેટવર્ક જામર અને મેડીકલ રૂમ છે.
3. IL-96-300PU-રશિયા
વિશેષ સુવિધાઓઃ
સ્પેશિયલ લો-વિસીબીલીટી કોટિંગ
ઓફીસ, બેડરૂમ અને જિમ
ઇવાન ગ્લાઝુનોવ દ્વારા ડિઝાઇન
એરક્રાફ્ટની અંદર એક વિશિષ્ટ કોટિંગ હોય છે જે વિમાનને RCS માટે ઓછું દૃશ્યમાન બનાવે છે
જામિંગ અને ડિસોર્એન્ટિંગ રડાર્સની ઓટોમેટિક સિસ્ટમ,
એંટી એરક્રાફ્ટ સંરક્ષણ પ્રણાલી.
એક મજબુત નેતાને એક મજબૂત વિમાનની જરૂર હોય છે, અને તે - વ્લાદિમીર પુટિનના વિમાન પર એકદમ ફીટ બેસે છે. વિમાનનો ઇન્ટીરીયર અને હાઇ ટેક સુરક્ષા માટેનો આશરે 500 મિલિયનનો ખર્ચો આવ્યો હતો. ફિઝીકલી ઇલુશિન IL-96-300 એ સૌથી બેસ્ટ છે. સર્વિસ સીલીંગ 12,000 મીટર છે, પાંખો 65 મીટર લાંબી છે, અને આખા પ્લેનનું વજન આશરે 270 ટન છે. તેની વિશેષતા બોર્ડ પરની સંરક્ષણ પ્રણાલીઓ છે. આ પ્લેનમાં વિશિષ્ટ રડાર્સ અને જામિંગ છે જે અન્ય વિમાન નજીક આવે તે પહેલાં IL-96-300PUની એંટી-એરક્રાફ્ટ ડીફેન્સ સિસ્ટમ સક્રિય થઇ જાય છે. તેનું ભારે કદ હોવા છતાં વિમાન 900 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. ઇન્ટીરીયર ઇવાન ગ્લાઝુનોવ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે એક પ્રખ્યાત રશિયન કલાકાર ઇલ્યા ગ્લાઝુનોવના પુત્ર છે. વિમાન બહારથી કોઈ પણ હુમલાઓનો પ્રતિકાર કરવા માટે સક્ષમ છે. પરંતુ અંદરથી તે પ્રેરણા આપે તેવું બનાવામાં આવ્યું છે. વિમાનની સુરક્ષા સર્વોચ્ચ છે. રશિયન એનટીવી મીર ટેલિવિઝને જણાવ્યું હતું કે ‘બંધ પ્રોજેક્ટ પરની તમામ તકનીકી માહિતી એક રહસ્ય છે’.
ગુગલ Play Store પર આ રીતે મેળવી શકો છો રિફન્ડ, આ છે સંપૂર્ણ પ્રોસેસ
4. Airbus A340-313X VIP - જર્મની
વિશેષ સુવિધાઓઃ
એક્સ્ટ્રા ફયુલ ટેંક
એર હોસ્પિટલ બનવાની સુગમતા
શાવર્સ, શયનખંડ, ઓફીસ અને સાઉન્ડપ્રૂફ રૂમ
યુએસએના એરફોર્સ વનની જેમ, જર્મનીમાં તેના રાષ્ટ્રપતિ વિમાન માટેનું એક વિશેષ નામ છે: કોનરાડ એડેનોઅર. તે નામ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની (પશ્ચિમ જર્મની)ના પ્રથમ ચાન્સેલર પર આપવામાં આવ્યું છે. લગભગ 150 મુસાફરો લઈ જવું અને $ 300 મિલિયનની કિંમતવાળા Airbus A340-313X VIP - અથવા કોનરાડ એડેનોઅર - એક પ્રભાવશાળી નમૂનો છે. સુરક્ષા પ્રણાલીની ગોઠવણી કરતા પહેલા તે લુફથાંસા પાસેથી ખરીદવામાં આવ્યું હતું. તેમાં એક્સ્ટ્રા ફયુલ ટેંક ઉમેરવામાં આવી છે જે તેને રોક્યા વિના 13,500 કિ.મી.ની ઉડાન ભરી શકે છે. આ કાર્યક્ષમતા હોવા છતાં, તે ખૂબ વૈભવી પણ છે. ઓન બોર્ડ સ્પોર્ટ બેડરૂમ, ઓફીસ અને સાઉન્ડપ્રૂફ રૂમ છે. Airbus A340-313X VIP જર્મનીના ઓપરેશનના કેન્દ્રમાં છે, આ પ્લેન ખુબ પ્રભાવશાળી છે તેની ડિઝાઇન એવી કરવામાં આવી છે જેથી તેને ઝડપથી હવાઈ હોસ્પિટલ તરીકે રિફિટ કરી શકાય છે.
5. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર - મેક્સિકો
વિશેષ સુવિધાઓઃ
10,000+ માઇલ નોન સ્ટોપ ફ્લાય કરે છે
5 સુવિધાઓ
ઉચ્ચ તકનીકી સુરક્ષા
787-8 ડ્રીમલાઇનર 250 મુસાફરો સાથે ઉડાન ભરી શકે છે. રિફ્યુઅલ વિના 10,000 માઇલ ઉડી શકે છે. આનો અર્થ એ છે કે તે લોસ એન્જલસથી ટોક્યો સુધીની સફર અટક્યા વિના કરી શકે છે. બ્રાઉન અને ક્રીમ ઇન્ટીરીયર ક્લાસી છે. મુખ્ય લાઉન્જમાં યુ-આકારનો સોફા અને ડેસ્ક સ્ટાઇલ ત્યાં આરામ કરવાનું સરળ બનાવે છે. અને ફાયરપ્લેસથી વધુ આરામ મળે છે, પરંતુ ચિંતા કરશો નહીં - તે માત્ર એક CG વિડિઓ પ્રક્ષેપણ છે, વાસ્તવિક આગ નથી. માસ્ટર બેડરૂમમાં વૈભવી ડબલ બેડ, ખુરશી અને કેબીનેટથી આ એક 5 સ્ટાર સજ્જ ટોચની હોટેલનો જેવો રૂમજ દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે