Jo Biden એ ચીનના રાષ્ટ્રપતિ વિશે આપ્યું એવું નિવેદન, ડ્રેગન કાળઝાળ થશે
અમેરિકા (America) એ એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ છે કે ચીનને લઈને તેનું સ્ટેન્ડ બદલાવવાનું નથી. જો કે રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) એટલું જરૂર કહ્યું કે ચીન સાથે અમેરિકાનું દ્વંદ્વ યુદ્ધ બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે. આ અગાઉ અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું હતું કે ચીન (China) ની વિસ્તારવાદી આદતોનો અમેરિકા વિરોધ કરતું રહેશે.
વોશિંગ્ટન: અમેરિકા (America) એ એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ છે કે ચીનને લઈને તેનું સ્ટેન્ડ બદલાવવાનું નથી. જો કે રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) એટલું જરૂર કહ્યું કે ચીન સાથે અમેરિકાનું દ્વંદ્વ યુદ્ધ બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે. આ અગાઉ અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું હતું કે ચીન (China) ની વિસ્તારવાદી આદતોનો અમેરિકા વિરોધ કરતું રહેશે.
ઈન્ટરવ્યુમાં આપ્યું નિવેદન
જો બાઈડેને (Joe Biden) CBS ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અંગે મોટું નિવેદન આપ્યું. બાઈડેને કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદથી અત્યાર સુધીમાં જિનપિંગ સાથે વાત કરી નથી. તેમણે વધુમાં કહ્યું કે 'તેઓ ખુબ કઠોર વ્યક્તિ છે. તેમને લોકતંત્રની સમજ નથી. એક લોકશાહી દેશનું નેતૃત્વ કરવાના જે ગુણ હોવા જોઈએ તે જિનપિંગમાં નથી.'
Farmers Protest ની આડમાં ભારતને બદનામ કરનારા લોકોને Amercia નો જોરદાર તમાચો!, જાણો શું કહ્યું?
આ ટીકા નથી, સચ્ચાઈ છે
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે મને નથી લાગતું કે હું તેમની કોઈ ટીકા કરી રહ્યો છું. હું એ જ કહી રહ્યો છું જે સાચુ છે. શી જિનપિંગના બોડીમાં એક લોકતાંત્રિક, નાનું D, હાડકું છે જ નહીં. બાઈડેનના આ નિવેદન પર અત્યાર સુધી ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ એટલું નક્કી છે કે જિનપિંગને પોતાના આ વખાણ ગમશે નહીં. ચીન સમુદ્રમાં વધતી અમેરિકી ગતિવિધિઓના કારણે પહેલેથી તેનાથી નારાજ છે અને આવામાં અમેરિકી રાષ્ટ્રપતિનો આ કટાક્ષ બંને દેશો વચ્ચે તણાવ પેદા કરી શકે છે.
Dubai : દુબઈ જાઓ તો આ શબ્દ ભૂલેચૂકે ન બોલતા કે લખતા, એક બ્રિટિશ મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ
ઈરાનને આપી સલાહ
રવિવારે પ્રકાશિત આ ઈન્ટરવ્યુમાં જો બાઈડેને (Joe Biden) ઈરાન અંગે પણ અમેરિકાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. તેમણે કહ્યું કે ઈરાન વિરુદ્ધ પ્રતિબંધોને ત્યાં સુધી હટાવવામાં નહીં આવે જ્યાં સુધી તે પરમાણુ સંધિની શરતોનું પાલન ન કરે. હકીકતમાં રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકા ઈરાન પર પહેલા પ્રતિબંધોને હટાવીને વાતચીતના ટેબલ પર પાછા ફરવા માટે રાજી છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે ના. અત્રે જણાવવાનું કે વર્ષ 2018માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંધિમાંથી એકતરફી રીતે બહાર થઈને ઈરાન પર કઠોર પ્રતિબંધો લગાવી દીધા હતા.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube