પોર્ટ લુઈસ, મોરેશિયસ: મોરેશિયસ (mauritius) ના અધિકારીઓએ મંગળવારે જાપાની સ્વામિત્વવાળા જહાજના એક ભારતીય કેપ્ટનની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ એ જ જૂનું જહાજ હતું જેમાંથી ઓઈલ લીક થયા બાદ પર્યટન પર આધારિત અર્થવ્યવસ્થાવાળા આ દેશમાં પર્યાવરણ કટોકટી લગાવવી પડી. 25 જુલાઈના રોજ જહાજ (MV Wakashio)  અહીના કોરલ રીફ પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન શરૂ થયેલા તેલ લીકે ત્યાં રહેલા પર્યટકોને ડરાવી દીધા હતાં. જો કે અધિકારીઓ હજુ એ ખુલાસો કરી શક્યા નથી કે આખરે સિંગાપુરથી બ્રાઝિલ જઈ રહેલુ જહાજ આ સમુદ્રી ટાપુની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પર્યાવરણ કટોકટી: મોટી મુશ્કેલીમાં 'મિત્ર દેશ' સપડાયો, ભારતે આ રીતે કરી મદદ 


પોલીસ અધિકારીઓએ જહાજના ભારતીય કેપ્ટન અને તેમના ડેપ્યુટી કેપ્ટન (second-in-command)ની ધરપકડની પુષ્ટિ કરતા તેમને કોર્ટમાં હાજર કરવાની જાણકારી આપી. પોલીસ વિભાગના પ્રવક્તા ઈન્સ્પેક્ટર શિવા કોથેને કહ્યું કે આ કેસની તપાસ ચાલુ છે અને બુધવારે બાકીના ક્રુ મેમ્બર્સની પૂછપરછ થશે. 


જાપાને મોકલી બીજી ટીમ
નોંધનીય છે કે ફ્રાન્સના વિશેષજ્ઞ મદદમાં જોડાયેલા છે. આ બાજુ મોરેશિયસની મદદ કરી રહેલી જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (Japan International Cooperation Agency)ના જણાવ્યાં મુજબ લીક થયેલા ઓઈલમાંથી મોટાભાગનું હટાવી લેવાયું છે અને ખુબ જ ઓછુ ઈંધણ સમુદ્ર કિનારે રહ્યું છે. સોમવારે જ જાપાને ત્યાં પોતાના વિશેષજ્ઞોની 7 સભ્યોની બીજી ટીમ મોકલવાની જાહેરાત કરી હતી. નવી ટીમમાં ટોક્ટોની એક એક્સપર્ટ કંપનીના 6 સભ્યો આજે મોરેશિયસ જવા રવાના થશે જેઓ કામમાં ખુબ હોશિયાર છે. 


અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા આ દેશ પર મોટું પર્યાવરણ સંકટ, કાળો પડ્યો સમુદ્ર!


Piracy & Maritime violence act
જહાજના ભારતીય કેપ્ટન અને તેમના શ્રીલંકન ડેપ્યુટી પર પાઈરસી અને સમુદ્રી કાયદા (piracy and maritime violence act)નો ભંગ હેઠળ ધરપકડ કરાઈ છે. કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ થશે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube