મેલબર્ન: ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યૂઝીલન્ડમાં મંત્રી તરીકે શપથ લીધા. ન્યૂઝીલેન્ડના મંત્રીમંડળમાં સામેલ થનારા તેઓ પહેલા ભારતીય બન્યા છે. પ્રિયંકા મૂળ કેરળના છે અને ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેસિન્ડા આર્ડર્નના મંત્રીમંડળમાં 5 નવા મંત્રી
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને પોતાના મંત્રીમંડળમાં 5 નવા મંત્રીઓને સામેલ કર્યા છે. જેમાં પ્રિયંકાનું પણ નામ છે. બે અઠવાડિયા પહેલા આર્ડર્નના પાર્ટીએ દેશની સામાન્ય ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી હતી. પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને નવા મંત્રીઓની જાહેરાત કરતા કહ્યું કે હું કેટલીક નવી પ્રતિભાઓ અને ગ્રાઉન્ડ સ્તરના અનુભવ ધરાવતા લોકોને સામેલ કરવાને લઈને ઉત્સાહિત છું. 


વિયેનામાં આતંકી હુમલો, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આપી ચેતવણી


ફેસબુક પોસ્ટ દ્વારા માન્યો આભાર
ભારતમાં જન્મેલા અને લેબર પાર્ટીના નેતા પ્રિયંકા (41)એ કહ્યું કે આજે ખુબ ખાસ દિવસ છે. હું અમારી સરકારનો ભાગ બનવાની વિશેષ ભાવનાથી અભિભૂત છું. તેમણે ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું કે મને શુભેચ્છા સંદેશ મોકલનારા તમામ લોકોનો ખુબ આભાર. મંત્રી નિયુક્ત કરવાથી હું અભિભૂત છું અને આ કાર્યકાળમાં મંત્રીઓના ઉત્કૃષ્ટ સમૂહ સાથે કામ કરવાને લઈને આશાન્વિત છું. 


ચેન્નાઈમાં થયો હતો પ્રિયંકાનો જન્મ
પ્રિયંકા ચેન્નાઈમાં જન્મ્યા હતા પરંતુ તેમનો પરિવાર કેરળના પારવૂરથી છે. તેમણે શાળા સુધીનો અભ્યાસ સિંગાપુરમાં કર્યો અને ત્યારબાદ આગળના અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ગયા હતા. ત્યા તેમના પતિ સાથે ઓકલેન્ડમાં રહે ેચ. તેમને સતત ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ અને શોષણનો ભોગ બનેલા પ્રવાસી મજૂરો માટે અવાજ ઉઠાવ્યો.


US રાષ્ટ્રપતિ ચૂંટણી: છેલ્લી ઘડીએ લેડી ગાગાની 'એન્ટ્રી'થી ભારે ખળભળાટ, જાણો શું છે મામલો


2017માં પહેલીવાર ચૂંટાઈ આવ્યા
લેબર પાર્ટી તરફથી તેઓ પહેલીવાર સપ્ટેમ્બર 2017માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2019માં તેમણે જાતીય સમુદાયો માટેના મંત્રીના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું. આ ક્ષેત્રમાં તેમના કામે વિવિધતા, સમાવેશ અને જાતીય સમુદાયોના મંત્રી તરીકેની તેમની નવી ભૂમિકા માટે તેમનો આધાર તૈયાર કર્યો હતો. આ ઉપરાંત તેઓ સામુદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્રના મંત્રી તથા સામાજિક વિકાસ અને રોજગાર મંત્રાલયના સહાયક મંત્રી પણ બન્યા છે. ન્યૂઝીલેન્ડના અખબાર ન્યૂઝીલેન્ડ હેરાલ્ડે ઈન્ડિયન વીકેન્ડરના હવાલે કહ્યું કે પ્રિયંકા ભારતીય-ન્યૂઝીલેન્ડ મૂળના પહેલા મંત્રી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube