વિયેનામાં આતંકી હુમલો, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આપી ચેતવણી
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ફાયરિંગમાં ઓછામાં ઓછા બે લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે તેને એક આતંકી હુમલો ગણાવ્યો છે
Trending Photos
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ફાયરિંગમાં ઓછામાં ઓછા બે લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે તેને એક આતંકી હુમલો ગણાવ્યો છે અને કહ્યું કે એક હુમલાખોર માર્યો ગયો છે. આ ઘટના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ફ્રાન્સ આ દુ:ખની ઘડીમાં વિયેનાની સાથે છે. આ સાથે જ તેમણે ઘટનાને અંજામ આપનારાને ચેતવણી પણ આપી.
સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ મેક્રોને કહ્યું કે "ફ્રાન્સ ઉપરાંત આ એક દોસ્તાના દેશ છે. આ અમારું યુરોપ છે. અમારા દુશ્મનોને ખબર હોવી જોઈએ કે તેઓ કોની સાથે આવું કામ કરી રહ્યા છે. અમે હાર માનવાના નથી."
વિયેનામાં આતંકી હુમલો
આ અગાઉ સોમવારે સાંજે મધ્ય વિયેનામાં અનેક સ્થળો પર ફાયરિંગ થયું. ઓસ્ટ્રિયાના ગૃહમંત્રી કાર્લ નેહમાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો. ફાયરિંગમાં ઓછામાં ઓછા 2 લોકો માર્યા ગયા. સ્થાનિક સરકારના જણાવ્યાં મુજબ આ અનેક ઓપરેટર્સ સાથે કરાયેલો આતંકી હુમલો છે.
પોલીસે લોકોને આગ્રહ કર્યો છે કે હુમલાવાળા વિસ્તારમાં જાહેર સ્થળો પર બહાર નીકળતા બચો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ જવાથી બચો. સિટી સેન્ટરની ઘેરાબંધી કરી દેવાઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક ફૂટેજમાં લોકો ભાગતા જોવા મળી રહ્યા છે. અહેવાલો મુજબ ફાયરિંગ યહૂદીઓના એક પૂજા સ્થળ પાસેના રસ્તા પર થયું. યહૂદી સમુદાયના નેતા ઓસ્કર ડોયચે ટ્વીટ કરીને કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી કે હુમલાખોરોએ યહૂદી પૂજા સ્થળને નિશાન બનાવ્યું છે કે નહીં. પરંતુ ફાયરિંગ તેની આજુબાજુ થયું છે.
ફ્રાન્સ પહેલેથી છે એલર્ટ
ફ્રાન્સના દક્ષિણી શહેર નોટ્રેડેમ બેસિલિકામાં ચાકૂથી થયેલા હુમલામાં 3 લોકો માર્યા ગયા બાદ ફ્રાન્સે આતંકી હુમલા અંગે એલર્ટ જાહેર કરેલું છે. 16 ઓક્ટોબરે પેરિસના પરા વિસ્તારમાં એક શાળાની બહાર ઈતિહાસના ટીચર સેમ્યુઅલ પેટીની હત્યા કરી દેવાઈ હતી. ત્યારથી ભારે તણાવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે