US રાષ્ટ્રપતિ ચૂંટણી: છેલ્લી ઘડીએ લેડી ગાગાની 'એન્ટ્રી'થી ભારે ખળભળાટ, જાણો શું છે મામલો
Trending Photos
વોશિંગ્ટન: મ્યુઝિક સુપરસ્ટાર લેડી ગાગા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈન વચ્ચે રવિવારે ટ્વિટર વોર છેડાઈ ગઈ. ટ્રમ્પની કેમ્પેઈન ટીમે ગાગા પર એન્ટી ફ્રેકિંગ થવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ ગાગાએ પણ જબરદસ્ત પલટવાર કર્યો.
Fracking નો અર્થ પાણી અને કેમિકલ્સના મિશ્રણનો ઉપયોગ કરીને પથરાળ જમીનના ઊંડાણમાંથી ગેસ અને તેલ કાઢવાનો હોય છે. મિલેનિયમ યર 2000ના દાયકા વચ્ચે આ નવી ટેક્નોલોજી ખુબ ઝડપથી લોકપ્રિય થઈ હતી. પરંતુ તેમાં ખર્ચ વધુ આવે છે જ્યારે તેના ડ્રિંલિંગથી ભૂકંપનું જોખમ વધે છે. રિસર્ચ મુજબ Fracking થી વાયુ અને જળ પ્રદૂષણ પણ થાય છે. જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આ ઉપરાંત ડ્રિલિંગ દરમિયાન લીક થયેલો મીથેન ગેસ ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે.
આમ શરૂ થયો વિવાદ
હકીકતમાં ટ્રમ્પના ડેમોક્રેટિક હરીફ ઉમેદવાર જો બિડેને કહ્યું હતું કે ગાગા તેમની સાથે સોમવારે પેન્સેલ્વેનિયા(Pennsylvania)ના પિટ્સબર્ગની રેલીમાં સાથે હશે. બિડેનના આ નિવેદનને ટ્રેમ્પની કેમ્પેઈન ટીમે તરત કાઉન્ટર કર્યું. અત્રે જણાવવાનું કે 3 નવેમ્બરની ચૂંટણીમાં જીત મેળવવા માટે આ ખુબ જ મહત્વનું રાજ્ય છે.
HEY TIM HEY @realDonaldTrump SO HAPPY IM GLAD TO BE LIVING RENT FREE in your HEAD. #BidenHarris https://t.co/k2ODfQNkF3 pic.twitter.com/Iy3Nj8aYMR
— Lady Gaga (@ladygaga) November 1, 2020
કેમ્પેઈનના કોમ્યુનિકેશન ડાઈરેક્ટર ટીમ મર્ટોએ ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું કે જો બિડેનનો એન્ટી ફ્રેકિંગ એક્ટિવિસ્ટ લેડી ગાગા સાથેનો પ્રચાર કરવો એ જણાવે છે કે તેઓ પેન્સેલ્વેનિયાના કામકાજી પુરુષો અને મહિલાઓનો કયા પ્રકારે તિરસ્કાર કરી રહ્યા છે. તેમનું આ પગલું પેન્સેલ્વેનિયાના તે 6 લાખ લોકોને આંખમાં ખટકવાનો છે જે ફ્રેકિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. જો કે આ ટેક્નોલોજીએ 2014 સુધીમાં અમેરિકાને દુનિયાનો સૌથી મોટો તેલ અને ગેસ ઉત્પાદક દેશ બનાવી દીધો હતો.
બિડેન કરી રહ્યા છે વિરોધ
બિડેન સાર્વજનિક રીતે ફ્રેકિંગને પ્રતિબંધિત કરવા અને દેશમાં રીન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પક્ષમાં છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે ફ્રેકિંગને ખતમ નહીં કરે. ત્યારબાદ લેડી ગાગાએ પલટવાર કરતા કહ્યું કે ટીમ અને ટ્રમ્પ હું ખુબ ખુશ છું કે હું ભાડું આપ્યા વગર તમારા મગજમાં રહું છું અને તમે મારા વિશે વિચારી રહ્યા છો.
ગ્રેમી પુરસ્કાર વિજેતા ગાગાએ પોતાની ટ્વીટમાં મર્ટોના એ નિવેદનનો એક ફોટો પણ શેર કર્યો છે. ત્યારબાદ મર્ટોએ ગાગાનો આભાર માન્યો કે તેમણે પોતાના 82 મિલિયન એટલે કે 8.2 કરોડ ફોલોઅર્સ સાથે તેમના નિવેદનને શેર કર્યું અને તેમને આશા છે કે તેને અનેક લોકો જોશે. અત્રે જણાવવાનું કે ચૂંટણીના બે દિવસ પહેલા આવેલા રિયલ ક્લિયર પોલિટિક્સના સર્વે મુજબ બિડેન પેન્સેલ્વેનિયામાં 4.3 અંક સાથે ટ્રમ્પ પર લીડ ધરાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે