ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)નું આતંકી ચરિત્ર દુનિયા જાણે છે. પરંતુ હવે પાકિસ્તાને તુર્કી (Turkey)ને પણ પોતાના પાપનું ભાગીદાર બનાવ્યું છે. તુર્કી ઇસ્લામિક દેશના સૌથી મોટો નેતા બનવા ઇચ્છે છે. તેથી તે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તમામ મદદ કરવા તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર પર મોટું કાવતરું કરી રહ્યા છે પાકિસ્તાન-તુર્કી
ઈમરાન ખાને તુર્કીના રાષ્ટ્રપતિ રૈચપ તૈયબ એર્દોઆનની સાથે મળીને કાશ્મીર પર સમગ્ર વિશ્વમાં જૂઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્પ્રચાર ફેલાવવા તુર્કીએ મીડિયામાં કાશ્મીરના અલગાવવાદીઓને પણ ભરતી કર્યા. પરંતુ, તમામ યુક્તિઓ નિષ્ફળ ગઈ, તો હવે ઇમરાન ખાન અને એર્દોઆન કાશ્મીર પર મોટા કાવતરાની તૈયારી કરી રહ્યા છે.


આ પણ વાંચો:- આકાશમાં ચમકતી જોવા મળી વિચિત્ર વસ્તુ, જોઇને ડરી ગયા લોકો!


પાકિસ્તાનને લેટેસ્ટ રડાર આપી રહ્યું છે તુર્કી
કાશ્મીરમાં આતંકવાદ વધારવા તુર્કી ખુલ્લેઆમ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ચીન પછી તુર્કીએ પણ પાકિસ્તાનને શસ્ત્રો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન તુર્કીથી પેરામીટર સર્વે રડાર સિસ્ટમ લેવા જઈ રહ્યું છે. રેટિનાર PTR-X પેરામીટર સર્વેલન્સ રડાર સિસ્ટમની ખાસ વાત એ છે કે તે પોર્ટેબલ છે. આનો અર્થ એ છે કે બે લોકો સરળતાથી આ સિસ્ટમ ક્યાંય પણ લઈ જઈ શકે છે અને તેને ચલાવવા માટે ફક્ત એક માણસની જરૂર છે.


આ પણ વાંચો:- અર્મેનિયા-અઝરબૈજાન જંગ: 5 હજારથી વધુના મૃત્યુ, ફરીથી World Warનું જોખમ


મોટા વિસ્તારોને સ્કેન કરે છે રડાર
આ સિસ્ટમ સંપૂર્ણ ઓટોમેટિક રીતે મોટા વિસ્તારને સ્કેન કરી શકે છે અને તેના ઉપયોગથી સતત દૂરબીનો અને કેમેરાની મદદથી સતત નિરીક્ષણ કરવાની જરૂર નથી. પાકિસ્તાન તુર્કી પાસેથી આ સિસ્ટમ એટલા માટે લઈ રહ્યું છે કે એલઓસી પર ઘૂસણખોરી કરવાના ષડયંત્રને પૂર્ણ કરી શકાય.


આ પણ વાંચો:- મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK


ઘૂસણખોરી માટે ખાલી વિસ્તાર શોધશે રડાર
ભારતીય શૂરવીરોની હાજરીએ ના માત્ર કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડી છે, પરંતુ ભારતમાં ઘૂસણખોરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં, આ રડાર દ્વારા તે વિસ્તારોને સ્કેન કરી શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. જ્યાંથી ઘૂસણખોરી શક્ય છે.


આ પણ વાંચો:- Asteroid સ્પેસક્રાફ્ટની લેડિંગની તસવીરો ઘણા રહસ્યો પરથી ઉઠાવશે પડદો


તુર્કીએ પાકિસ્તાનને મોટી આર્થિક મદદ કરી
તુર્કીએ કાશ્મીર માટે પાકિસ્તાનને મોટી આર્થિક મદદ કરી છે. તેનું પ્લાનિંગ પાકિસ્તાન અને તુર્કીએ ગત વર્ષના અંતથી શરૂ કર્યુ હતી. જ્યારે પાકિસ્તાન આર્મીના ઉચ્ચ અધિકારીઓ તુર્કી ગયા હતા. તુર્કીમાં કાશ્મીરના યુવાનોને સ્કોલરશિપ અને પ્રોગ્રામના બહાના હેઠળ પાકિસ્તાન પોતાના એજન્ડા પૂર્ણ કરી રહ્યું છે.


આ પણ વાંચો:- આ દેશે PAK ને કહ્યું- કાશ્મીરમાં વધારો આતંકવાદ, શરૂ કરી હથિયારોની સપ્લાઇ


કાશ્મીરના અલગાવવાદી સંગઠનોને પૈસા મોકલી રહ્યું છે તુર્કી
એવું કહેવામાં આવી રહ્યું છે કે તુર્કીએ કાશ્મીરની ઘણા NGOને પણ ઘણા પૈસા આપ્યા છે. જે ત્યાં અલગતાવાદ અને આતંકવાદની આગને ઉત્તેજિત કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube