NASA જાહેર કરી Asteroid સ્પેસક્રાફ્ટની લેડિંગની અદભૂત તસવીરો, ઘણા રહસ્યો પરથી ઉઠશે પડદો

અમેરિકી (America) અંતરિક્ષ એજન્સી (NASA)ના સ્પેસક્રાફ્ટ ઓસિરિસ રેક્સ (Osiris rex) ક્ષુદ્ર ગ્રહ બેન્નૂ (Asteroid Bennu) પર પહોચ્યા બાદ ત્યાંની તસવીરો મોકલવા લાગ્યો છે. નાસાએ ક્ષુદ્ર ગ્રહની નવી તસવીરો જાહેર કરી છે,

NASA જાહેર કરી Asteroid સ્પેસક્રાફ્ટની લેડિંગની અદભૂત તસવીરો, ઘણા રહસ્યો પરથી ઉઠશે પડદો

નવી દિલ્હી: અમેરિકી (America) અંતરિક્ષ એજન્સી (NASA)ના સ્પેસક્રાફ્ટ ઓસિરિસ રેક્સ (Osiris rex) ક્ષુદ્ર ગ્રહ બેન્નૂ (Asteroid Bennu) પર પહોચ્યા બાદ ત્યાંની તસવીરો મોકલવા લાગ્યો છે. નાસાએ ક્ષુદ્ર ગ્રહની નવી તસવીરો જાહેર કરી છે, જેમાં અંતરિક્ષ યાનને સપાટી પર સ્પર્શ કરતાં અને કેટલાક પહાડોને કચડતાં જોઇ શકાય છે. 

નમૂના એકત્ર કરી 2023માં પરત ફરશે યાન
અંતરિક્ષ યાને ક્ષુદ્ર ગ્રહ બેન્નૂ પર નમુના એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે અને તે કેટલાક નમૂના જમા કરવામાં સફળ થયું છે. આશા છે કે ઓસિરિસ રેક્સ યાન અપોલિ મિશન બાદ અંતરિક્ષમાંથે એકત્ર કરેલા સૌથી મોટા નમૂના લઇને સપ્ટેમ્બરમા6 2023માં ઘરતી પરત ફરશે, જે સંભવિત અને સૌર મંડળૅની ઉત્પત્તિ વિશે જાણવામાં મદદ મળશે. 
new images of asteroid Bennu

સારી રીતે ચાલી રહ્યું છે નમૂના એકત્ર કરવાનું કામ
મિશનના પ્રમુખ ડેન્ટે લૌરેટાએ કહ્યું કે ''તસવીરોને વિશ્લેષણ કરવાથી ખબર પડે છે કે નમૂના એકત્ર કરવાનું કામ સારી સારી રહ્યું છે. અમે તેના માટે વધુમાં વધુ સારા હોવાની કલ્પના કરી શકીએ છીએ.' તેમણે આગળ કહ્યું કે ''ક્ષુદ્રની સપાટી પર કણ ઉડી રહ્યા છે અને અમે હકિકતમાં તેની આશા કરી રહ્યા હતા.'
new images of asteroid Bennu

અમેરિકા બન્યો બીજો દેશ
અમેરિકા કોઇ ક્ષુદ્ર ગ્રહથી નમૂના એકત્ર કરનાર બીજો દેશ બની ગયો છે. આ પહેલાં ફક્ત જાપાને આમ કર્યું હતું. ઓસિરિસ રેક્સ ગત 2 વર્ષોથી એસ્ટેરાઇડ બેન્નૂના ચક્કર કાપી રહ્યો હતો અને હવે તેને સફળતા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news