આ દેશે PAK ને કહ્યું- કાશ્મીરમાં વધારો આતંકવાદ, શરૂ કરી હથિયારોની સપ્લાઇ

તુર્કી હવે ખુલીને કાશ્મીરમાં આતંક્વાદને વધારવા માટે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચીન બાદ હવે તુર્કીએ પણ પાકિસ્તાન (Pakistan) ને હથિયારની સપ્લાઇ શરૂ કરી દીધી છે.

Updated By: Oct 23, 2020, 06:21 PM IST
આ દેશે PAK ને કહ્યું- કાશ્મીરમાં વધારો આતંકવાદ, શરૂ કરી હથિયારોની સપ્લાઇ

નવી દિલ્હી: તુર્કી હવે ખુલીને કાશ્મીરમાં આતંક્વાદને વધારવા માટે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચીન બાદ હવે તુર્કીએ પણ પાકિસ્તાન (Pakistan) ને હથિયારની સપ્લાઇ શરૂ કરી દીધી છે. સાથે જ પાકિસ્તાનના દરેક મુદ્દે સમર્થન આપી રહેલું તુર્કી હવે તેને હથિયારની સાથે-સાથે પૈસાથી પણ મદદ કરી રહ્યું છે. 

જાણકારી અનુસાર પાકિસ્તાન તુર્કીથી પૈમીટર સર્વેલાન્સ રડાર સિસ્ટમ લેવા જઇ રહ્યું છે. રૈટીનાર PTR-X પૈમીટર સર્વેલાન્સ રડાર સિસ્ટમની ખાસ વાત એ છે કે પોર્ટેબલ છે એટલે કે આ સિસ્ટમને બે લોકો સરળતાથી લઇ જઇ શકે છે અને તેને ચલાવવા માટે ફક્ત એક આદમીની જરૂર પડશે. આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક રીતે મોટા વિસ્તારોને સ્કેન કરી શકે છે. તેના ઉપયોગથી સતત દૂરબીન અને કેમેરાની મદદથી નજર રાખવાની જરૂર નહી પડે. 

પાકિસ્તાન તુર્કી પાસેથી આ સિસ્ટમને એટલા માટે લઇ રહ્યું છે કારણ કે એલઓસી પર ભારતીય સેનાના મજબૂત ગ્રિડના લીધે તેની ઘૂસણખોરીના પ્રયત્નો નિષ્ફળ થઇ રહ્યા છે. એવામાં આ રડાર દ્રારા તે તે વિસ્તારોને સ્કેન કરવાનો પ્રયત્ન કરશે અને શોધશે કે ક્યાંથી ઘૂસણખોરી કરવી સરળ રહેશે. પાકિસ્તાન આ સિસ્ટમની મદદથી ભારતમાં ઘૂસણખોરીના નવા રૂટ શોધવાનો પ્રયત્ન કરશે.  

આ ઉપરાંત તુર્કીએ કાશ્મીર માટે પાકિસ્તાનને મોટી આર્થિઅક મદદ આપી છે. તેનું પ્લાનિંગ પાકિસ્તાન અને તુર્કીને ગત વર્ષના અંતથી શરૂ કરી દીધું હતું જ્યારે પાકિસ્તાન સેનાના ઉપરી અધિકારી તુર્કી ગયા હતા. કાશ્મીરના યુવાઓને તુર્કીમાં સ્કોલરશિપ અને પ્રોગ્રામ પાકિસ્તાન પોતાનો એજન્ડા પુરો કરી રહ્યું છે. તુર્કીએ કાશ્મીરમાં ઘણા એનજીઓને પણ ખૂબ પૈસા આપ્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube