ઈસ્લામાબાદ: જમ્મુ અને કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં અલગ થલગ પડેલા પાકિસ્તાનને હવે UAEએ પણ મોટો ઝટકો આપ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને કહ્યું છે કે તે કાશ્મીરને મુસલમાનોનો મુદ્દો ન બનાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UAEએ  કહ્યું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન મુસ્લિમ દુનિયાને તેમાં ન ઢસડે. UAEના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયાને પાકિસ્તાનને આંખ ફેરવીને કહી દીધુ છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મુદ્દો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમાં મુસ્લિમ દુનિયા કે મુસ્લિમોને વચ્ચે ન ઢસડે. યુએઈના વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્મીરનો વિવાદ ભારત અને પાકિસ્તાને વાતચીતથી ઉકેલવો જોઈએ. 


પાકિસ્તાને LOC પર મોટા પાયે સૈનિકોનો કર્યો જમાવડો, ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક


આ બાજુ પાકિસ્તાને પોતાના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં નિયંત્રણ રેખાની નજીક 30 કિમી અંદર એક જગ્યાએ લગભગ બે હજાર જેટલા સૈનિકો તહેનાત કર્યાં છે. આ જાણકારી ભારતીય સેનાના સૂત્રોએ આપી. મળતી માહિતી મુજબ પીઓકેમાં જવાનોને બાગ અને કોટલી સેક્ટરમાં રાખવામાં આવ્યાં છે. આ બાજુ પીઓકેમાં મોટા પાયે થઈ રહેલી હલચલને જોતા ભારતીય સુરક્ષા એજન્સીઓ એકદમ અલર્ટ છે. 


EXCLUSIVE: પીઓકેમાં  LoC નજીક પાકિસ્તાની સેના, ISIએ બનાવ્યાં નવા આતંકી કેમ્પ


સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જવાનોની તહેનાતી કરવા અંગેની આ ગતિવિધિ ભારત સાથેના વધતા તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનું એ રક્ષાત્મક પગલું હોઈ શકે છે. સ્થાનિક ઈનપુટ સહિત વિભિન્ન ગુપ્ત સ્ત્રોતોના માધ્યમથી જવાનોની તહેનાતી અને સ્થાનની પુષ્ટિ થઈ છે. 


જુઓ LIVE TV


ચીન-PAKના દાંત ખાટા કરી નાખશે 'આકાશ', મોદી સરકારે આપ્યાં 5000 કરોડ રૂપિયા


ભારતે આપી ચેતવણી
આ બાજુ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ચેતવણી ઉચ્ચારી છે કે ભારત પોતાની રક્ષા માટે પોતાની સૈન્ય તાકાતનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. તેમણે ભારતની પરમાણુ હથિયારો અંગે પહેલો ઉપયોગ નહીં કરવાની પરમાણુ નીતિ અંગે કહ્યું હતું કે તે વાત ભવિષ્યની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. 


ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ પકડાયેલા બે લશ્કર એ તૈયબાના આતંકીઓના કબુલનામાથી જાણવા મળ્યું છે કે લગભગ 300 તાલિમબદ્ધ આતંકીઓ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં બેઠા છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...