ચીન-PAKના દાંત ખાટા કરી નાખશે 'આકાશ', મોદી સરકારે આપ્યાં 5000 કરોડ રૂપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વાયુસેનાને મજબુત કરવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. જો કે સરકાર આ બધા વચ્ચે સરકાર એ વાતનો પણ ચોક્કસપણે ખ્યાલ રાખી રહી છે કે તેમાં 'મેક ઈન ઈન્ડિયા'નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે.

ચીન-PAKના દાંત ખાટા કરી નાખશે 'આકાશ', મોદી સરકારે આપ્યાં 5000 કરોડ રૂપિયા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વાયુસેનાને મજબુત કરવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. જો કે સરકાર આ બધા વચ્ચે સરકાર એ વાતનો પણ ચોક્કસપણે ખ્યાલ રાખી રહી છે કે તેમાં 'મેક ઈન ઈન્ડિયા'નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. આ જ કડીમાં મોદી સરકારે સ્વદેશી બનાવટની આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોડ્રનને ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે સરકારે પાંચ હજાર કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી દીધી છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ આકાશ મિસાઈલની સ્ક્વોડ્રનને પાકિસ્તાન અને ચીન સાથેના સરહદી વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. 

કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા મામલોની કેબિનેટ કમિટીએ હાલમાં જ વાયુસેના માટે આ પ્રોજેક્ટને સહમતિ આપી હતી. રક્ષા મંત્રાલયે સરકારના આ નિર્ણયની જાણકારી વાયુસેનાને ગુરુવારે આપી. સૂત્રોએ જણાવ્યું કે આ મિસાઈલ સિસ્ટમની ખરીદી માટે ત્રણ વર્ષ પહેલા પ્રસ્તાવ મૂકાયો હતો. તેની મંજૂરી સાથે જ વાયુસેના પાસે આકાશ મિસાઈલ સિસ્ટમની સંખ્યા 15 થઈ જશે. 

ગત વર્ષ ઈઝરાયેલ સાથે સૂર્ય લંકા યુદ્ધાભ્યાસ દરમિયાન આકાશ ડિફેન્સ સિસ્ટમને ઉત્કૃષ્ટ પ્રદર્શનવાળી સિસ્ટમ જણાવવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈક વખતે આ મિસાઈલ ટેકનિકની જરૂરિયાત મહેસૂસ કરાઈ હતી. ત્યારબાદ આ પ્રસ્તાવને સહમતિ આપવામાં આવી. 

આકાશ મિસાઈલની ખાસિયતો
25 કિમી સુધી પ્રહાર કરનારી અને 60 કિગ્રા વોરહેડ કેરી કરવાની ક્ષમતાવાળી મિસાઈલનું પરીક્ષણ આઈટીઆરના પ્રક્ષેપણ પરિસર-3થી સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી કરાયું હતું. પરીક્ષણ દરમિયાન પેરા બેરલ લક્ષ્ય પર નિશાન સાધનારી આકાશ મિસાઈલ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ઈસરો) દ્વારા વિક્સિત મધ્યમ સ્તરની જમીનથી હવામાં પ્રહાર કરનારી એન્ટી એરક્રાફ્ટ ડિફેન્સ સિસ્ટમ છે. Integrated guided missile development પ્રોગ્રામ હેઠળ તેને વિક્સિત કરવામાં આવી છે. આકાશ રામજેટ-રોકેટ સંચાલન પ્રણાલીથી ઓપરેટ થાય છે. 

જુઓ LIVE TV

આ મિસાઈલ 2.8થી 3.5 મેકની સુપરસોનિક ગતિથી ઉડાણ ભરી શકે છે અને લગભગ 25 કિમી સુધીના અંતર સુધી તે હવાઈ લક્ષ્યાંકોને ભેદી શકે છે. વાયુસેનામાં ઔપચારિક રીતે તેને જુલાઈ 2015માં સામેલ કરાઈ હતી. અમેરિકી એમઆઈએમ-104 પેટ્રિયટ મિસાઈલની સરખામણીમાં આકાશમાં ફાઈટર વિમાનો, ક્રુઝ મિસાઈલો અને આકાશથી જમીનમાં પ્રહાર કરનારી મિસાઈલોને ભેદીને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. 

વિવાદમાં રહી છે આકાશ મિસાઈલ
વર્ષ 2017માં આવેલા એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દેશમાં બનેલી જમીનથી આકાશમાં લક્ષ્ય સાંધનારી આકાશ મિસાઈલ 30 ટકા બુનિયાદી પરીક્ષણોમાં ફેલ ગઈ. આ ખુલાસો ભારતના કેગ દ્વારા પોતાના રિપોર્ટમાં કરાયો હતો. મિસાઈલ પરીક્ષણ એપ્રિલથી નવેમ્બર 2014 વચ્ચે થયા હતાં. કેગ રિપોર્ટમાં કહેવાયું હતું કે મિસાઈલોની કમીના કારણે દેશ યુદ્ધ દરમિયાન એક જોખમી દોરમાંથી પસાર થઈ શકે છે. સીએજીનો રિપોર્ટ સંસદને સોંપાયેલો છે. 

મિસાઈલ બનાવનારી બેંગ્લુરુની કંપની ભારત ઈલેક્ટ્રોનિક લિમિટેડને આ મિસાઈલ બનાવવાના બદલ 95 ટકા ચૂકવણી થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાએ આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે કહેવાઈ રહ્યું છે કે હવે આકાશ મિસાઈલની ખામીઓને દૂર કરી દેવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news