US ચૂંટણી 2020: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનનું મોટું નિવેદન, કહ્યું-`જો રાષ્ટ્રપતિ બનીશ તો ભારત પર...`
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential election)માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને (Joe Biden) કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેમનું પ્રશાસન ભારત પર આવનારા દરેક જોખમનો મુકાબલો કરવા માટે ભારતની પડખે રહેશે. ભારતીય મૂળના કમલા હેરિસને પોતાના રનિંગ મેટ બનાવનારા બિડને ભારત અને અમેરિકા વચ્ચેના `સંબંધો` વધુ મજબુત બનાવવા માટે આહ્વાન કર્યું. તેમણે H1-B વિઝા વિરુદ્ધ એક્શન લેવા બદલ ટ્રમ્પની ટીકા પણ કરી અને વચન આપ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ભારતીય સમુદાય પર ભરોસો કરતા રહેશે.
વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential election)માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને (Joe Biden) કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેમનું પ્રશાસન ભારત પર આવનારા દરેક જોખમનો મુકાબલો કરવા માટે ભારતની પડખે રહેશે. ભારતીય મૂળના કમલા હેરિસને પોતાના રનિંગ મેટ બનાવનારા બિડને ભારત અને અમેરિકા વચ્ચેના 'સંબંધો' વધુ મજબુત બનાવવા માટે આહ્વાન કર્યું. તેમણે H1-B વિઝા વિરુદ્ધ એક્શન લેવા બદલ ટ્રમ્પની ટીકા પણ કરી અને વચન આપ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ભારતીય સમુદાય પર ભરોસો કરતા રહેશે.
અમેરિકાએ વિઝા પ્રતિબંધોમાં છૂટની જાહેરાત કરી, H1-B વિઝાધારકોને આ રીતે થશે ફાયદો
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે અને 77 વર્ષના જો બિડેન હાલના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પડકારી રહ્યાં છે. બિડને ભારતના સ્વતંત્રતા દિવસ પર ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું કે, '15 વર્ષ પહેલા હું ભારત સાથે ઐતિહાસિક પરમાણુ સંધિને સ્વિકૃતિ અપાવવા માટે ચાલી રહેલા પ્રયત્નોનું નેતૃત્વ કરી રહ્યો હતો. મેં તે સમયે પણ કહ્યું હતું કે જો ભારત અને અમેરિકા નીકટના મિત્ર અને ભાગીદાર બની જાય તો આ દુનિયા એક સુરક્ષિત સ્થળ બની જશે.'
ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા
'સરહદ પર આવનારા દરેક જોખમ સમયે પડખે રહીશ'
બિડને કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો હું આગળ પણ તેમાં વિશ્વાસ ચાલુ રાખીશ. આ સાથે જ ક્ષેત્રમાં ભારત પર તેના જ વિસ્તારમાં અને સરહદે આવનારા જોખમો સમયે ભારતની પડખે રહીશ. તેમણે કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે બેતરફી વેપારના વિસ્તાર પર કામ કરશે અને જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા જેવા મુદ્દાઓનો મળીને સામનો કરશે.
ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે કહ્યું કે જ્યાં વિવિધતા સમાન શક્તિ છે તેવા બંને લોકતંત્રને મજબૂત કરવા પર તેઓ કામ કરશે. તેમણે કહ્યું કે ભારતીય મૂળના અમેરિકી લોકો પ્રત્યે તેમનું પૂરેપૂરું સમર્થન ચાલુ રહેશે. મારા સહયોગી ભારતીય છે, ઓબામા પ્રશાસને પણ સૌથી વધુ ભારતીયોને પોતાના પ્રશાસનમાં જગ્યા આપી અને હવે મેં ભારતીય મૂળના કમલા હેરિસને મારા રનિંગ મેટ પસંદ કર્યા છે. જો અમે જીતીશું તો કમલા હેરિસ પહેલવહેલા ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ હશે.
ચીન-PAKને એકસાથે મળ્યો મોટો ઝટકો, અમેરિકાએ ઈઝરાયેલ-UAE વચ્ચે કરાવી દીધી 'મિત્રતા'!
'બિડનને થશે કમલા હેરિસને પસંદ કરવા બદલ ફાયદો'
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો બિડેનને ચોક્ક્સપણે કમલા હેરિસને પસંદ કરવા બદલ ફાયદો થશે કારણ કે કમલા હેરિસ અશ્વેત છે અને મહિલા પણ. તેઓ સીધે સીધા, 'બ્લેક લાઈફ મેટર'ને સપોર્ટ ન કરીને કમલા હેરિસને આગળ લાવ્યાં છે. જો કે ડેમોક્રેટિક પાર્ટીમાંથી જે પાંચ મહિલાઓના નામ ચાલી રહ્યાં હતાં તેમાંની તમામ મહિલાઓ અશ્વેત મહિલાઓ જ હતી.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube