અમેરિકાએ વિઝા પ્રતિબંધોમાં છૂટની જાહેરાત કરી, H1-B વિઝાધારકોને આ રીતે થશે ફાયદો

અમેરિકા (America) એ H1-B વિઝા પર લગાવેલા પ્રતિબંધોમાં થોડીક ઢીલ આપવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસન તરફથી કહેવાયું છે કે નિયમોમાં ફેરફાર કરાયા છે. જેથી કરીને કેટલાક પસંદગીના કેસોમાં વિઝા ધારકોને અમેરિકા આવવાની મંજૂરી આપી શકાય. 

અમેરિકાએ વિઝા પ્રતિબંધોમાં છૂટની જાહેરાત કરી, H1-B વિઝાધારકોને આ રીતે થશે ફાયદો

વોશિંગ્ટન: અમેરિકા (America) એ H1-B વિઝા પર લગાવેલા પ્રતિબંધોમાં થોડીક ઢીલ આપવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસન તરફથી કહેવાયું છે કે નિયમોમાં ફેરફાર કરાયા છે. જેથી કરીને કેટલાક પસંદગીના કેસોમાં વિઝા ધારકોને અમેરિકા આવવાની મંજૂરી આપી શકાય. 

અમેરિકાના આ નિર્ણયનો ખાસ કરીને એવા લોકોને ફાયદો મળશે જે વિઝા પ્રતિબંધના કારણે નોકરી છોડીને ગયા હતાં. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે જો H-1B વિઝા ધારકો તે જ કંપની સાથે પોતાની નોકરી આગળ વધારવા માટે પાછા ફરવા માંગતા હોય, જેની સાથે તેઓ પ્રતિબંધોની જાહેરાત પૂર્વે જોડાયેલા હતાં તો તેમને પાછા ફરવાની મંજૂરી મળશે. આવા વિઝા ધારકોને તેમની સાથે તેમના આશ્રિતો (જીવનસાથી અને બાળકો)ને પણ અમેરિકા આવવા માટે માટે મંજૂરી અપાશે. 

વિદેશ મંત્રાલયના સલાહકારે જણાવ્યું કે 'એવા H-1B વિઝાધારકોને અમેરિકા જવાની મંજૂરી અપાશે જે પોતાના હાલના કર્મચારીને તે જ કંપની સાથે, તે જ પદ પર અને તે જ વિઝાવર્ગીકરણ સાથે ચાલુ રાખવા માંગે છે.'

— ANI (@ANI) August 12, 2020

ટ્રમ્પ પ્રશાસને એવા ટેક્નોલોજી વિશેષજ્ઞો, વરિષ્ઠ-સ્તરના મેનેજમેન્ટ કર્મચારીઓ તથા અન્ય શ્રમિકોને પણ યાત્રાની મંજૂરી આપી છે જેમની પાસે H-1B વિઝા છે અને યાત્રા સંયુક્ત રાજ્યની આર્થિક સ્થિતિના સુધારા માટે જરૂરી છે. આ સાથે જ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે એવા વિઝાધારકોને પણ અમેરિકા આવવા દેવાશે જે મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે કે પર્યાપ્ત સાર્વજનિક સ્વાસ્થ્ય લાભવાળા ક્ષેત્રમાં ચાલી રહેલા ચિકિત્સા રિસર્ચના સંચાલન માટે જાહેર સ્વાસ્થ્ય કે સ્વાસ્થ્ય દેખભાળ વ્યવસાયિક કે રિસર્ચર તરીકે કામ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

મંત્રાલયના જણાવ્યાં મુજબ મહત્વપૂર્ણ અમેરિકી વિદેશ નીતિઓના ઉદ્દેશ્યો કે સંધિ કે બંધારણીય જવાબદારીઓને પૂરી કરવા માટે અમેરિકી સરકારી એજન્સી કે સંસ્થાની ભલામણના આધારે યાત્રાની મંજૂરી અપાશે. તેમા રક્ષા વિભાગ કે કોઈ અન્ય અમેરિકી સરકારી એજન્સી દ્વારા નામાંકિત વ્યક્તિ સામેલ છે, જે રિસર્ચ કરી રહી હોય, આઈટી સહાયતા/સેવાઓ પ્રદાન કરતી હોય કે અમેરિકી સરકારની એજન્સી માટે જરૂરી કોઈ અન્ય સમાન પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી હોય. 

નોંધનીય છે કે 22 જૂનના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષ માટે H1-B વિઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પનો આ નિર્ણય ખાસ કરીને ભારત માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો હતો. કારણ કે મોટા પાયે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ ત્યાં કામ કરે છે. જો કે પ્રતિબંધોમાં આ છૂટછાટથી તેમને થોડી રાહત જરૂર મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news