નવી દિલ્હી : ચીનને સાઉથ ચાઇના સી વિસ્તારમાં ચેતવણી આપ્યા બાદ અમેરિકાએ મોટુ પગલું ઉઠાવ્યું છે. સમાચારો અનુસાર અમેરિકી નૌસેનાએ પોતાનાં બે એરક્રાફ્ટ કેરિયરને સાઉથ ચાઇના સી તરફ રવાના કર્યા છે. એક સ્થાનિક અખબાર અનુસાર આ બંન્ને એરક્રાફ્ટ હાલના વર્ષોમાં અમેરિકી નૌસેનાના સૌથી મોટા અભ્યાસનો હિસ્સો છે. USS રિગન અને USS નિમિત્ઝ નામનાં એરક્રાફ્ટ સાઉથ ચાઇના સીનાં વિવાદિત હિસ્સામાં પહોંચી ચુક્યા છે. આ બંન્ને અમેરિકી નૌસેના અભ્યાસનો હિસ્સો હશે. અમેરિકી નૌસેનાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, સાઉથ ચાઇના સીમાં તેના અભ્યાસનો ઇાદો દોસ્તો અને સહયોગીઓને સંદેશ આપવાનો છે કે, અમેરિકા આ વિસ્તારમાં સુરક્ષા અને સ્થાયિત્વ માટે પ્રતિબદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kanpur Shootout Case: હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેને શોધવા 25 ટીમ કામે લાગી, 500 નંબર ટ્રેસ કરાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીની નૌસેના પણ આ વિસ્તારમાં અભ્યાસ કરી રહી છે. આ અગાઉ અમેરિકાએ ચીનને વિવાદિત વિસ્તારમાં અભ્યાસ કરવાની મનાઇ કરી હતી. સાઉથ ચાઇના સીનાં વિવાદિત પાર્સેલ દ્વીપ પર ચીનની સેના 1 જુલાઇથી અભ્યાસ કરી રહી છે. આ દ્વીપ પર વિયતનામ પણ પોતાનો દાવો કરે છે. ચીનના આ નિર્ણય બાદ અમેરિકા તેના પર પાડોશી દેશને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ કહ્યું કે, ચીન આ વિસ્તારમાં ગેસ અને તેલ રિઝર્વ પર કબ્જો કરવા માંગે છે. 


Coronavirus : તુટ્યા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં એટલા કેસ આવ્યા કે સરકાર પણ પરેશાન

ચીની સેનાનો અભ્યાસ જોઇને અમેરિકાએ આકરા પગલાથી આ વિસ્તારમાં સંઘર્ષ વધવાની આશંકા છે. જો કે અમેરિકાએ તે વાતનો ઇન્કાર કરી દીધો કે તેઓ ચીનને જવાબ આપવા માટે એરક્રાફ્ટ કેરિયર મોકલ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉથ ચાઇના સી પર ચીન પોતાનાં પુરાણોનાં આધારે દાવો કરતું આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર