Kanpur Shootout Case: હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેને શોધવા 25 ટીમ કામે લાગી, 500 નંબર ટ્રેસ કરાયા

ગુરુવાર અને શુક્રવારની રાતે દિલ ધડકાવી દે તેવી ઘટના સામે આવી હતી. મોડી રાત્રે હિસ્ટ્રી શિટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ પર બદમાશોએ જાળ પાથરીને હુમલો કર્યો અને આ હુમલામાં યુપી પોલીસના આઠ જવાન શહીદ થઈ ગયા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. હવે આ સમગ્ર મામલામાં યુપી પલીસ પ્રશાસને ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા માટે કાર્યવાહી ઝડપી કરી છે. પોલીસે લગભગ 500 મોબાઈલ નંબરને ટ્રેસ કરવા માટે સર્વિલંસ લગાવી દીધું છે. 
Kanpur Shootout Case: હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેને શોધવા 25 ટીમ કામે લાગી, 500 નંબર ટ્રેસ કરાયા

ઝી મીડિયા/બ્યૂરો :ગુરુવાર અને શુક્રવારની રાતે દિલ ધડકાવી દે તેવી ઘટના સામે આવી હતી. મોડી રાત્રે હિસ્ટ્રી શિટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ પર બદમાશોએ જાળ પાથરીને હુમલો કર્યો અને આ હુમલામાં યુપી પોલીસના આઠ જવાન શહીદ થઈ ગયા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. હવે આ સમગ્ર મામલામાં યુપી પલીસ પ્રશાસને ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા માટે કાર્યવાહી ઝડપી કરી છે. પોલીસે લગભગ 500 મોબાઈલ નંબરને ટ્રેસ કરવા માટે સર્વિલંસ લગાવી દીધું છે. 

વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો

પોલીસે હવે આ સમગ્ર મામલામાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ચૌબેપુર પોલીસ સ્ટેશન માટે કામ કરતા ખબરી પર શંકા છે. યુપી એસટીએફ આ સમગ્ર ઘટનામાં ચૌબેપુર પોલીસ સ્ટેશનને સંદિગ્ધ તરીકે જોઈ રહી છે. હેવ પોલીસે પોલીસ કર્મચારી વિનય તિવારી પર પણ કસંજો મૂક્યો છે. સૂત્રોની માનીએ તો, હિસ્ટ્રીશીટર વિકાસ દૂબે પર એફઆઈઆર નોંધવાના મામલામાં એસઓ વિનય તિવારીની ભૂમિકા સંદિગ્ધ મળી આવી છે.  

સૂત્રોના અનુસાર, ચૌબેપુર પોલીસ સ્ટેશનના વિનય તિવારી પાસે જ્યારે વિકાસ દૂબેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે પીડિત રાહુલ તિવારી પહોંચ્યો હતો તો તે રિપોર્ટ નોંધવામાં આનાકાની કરી રહ્યો હતો અને તેના બાદ રાહુલે તેની ફરિયાદ સીઓ દેવેન્દ્ર મિશ્રાને કરી હતી. જેના બાદ વિકાસ દૂબેની સામે ફરિયાદ દાખલ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news