સાન ફ્રાન્સિસ્કો: કેલિફોર્નિયા (California)ના જંગલોમાં ફેલાયેલી આગે (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ આગની ઝપેટમાં અત્યાર સુધીમાં જંગલોનો એક મિલિયન એટલે કે 10 લાખ એકરથી વધુ વિસ્તાર આવી ચૂક્યો છે અને 700થી વધુ ઘર, ઈમારતોનો ભોગ લેવાયો છે. આ બધા વચ્ચે રવિવારે અને સોમવારે હવામાન  ખાતાએ ચેતવણી જાહેર કરી છે કે આગ વધુ ઝડપથી ફેલાઈ શકે છે જેનાથી કેલિફોર્નિયાના ફાયર વિભાગ પર વધુ દબાણ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Updates: એક દિવસમાં 69 હજારથી વધુ નવા કેસ, જો કે 'આ' મામલે મળી મોટી રાહત


સાન ફ્રાન્સિસ્કો (San Francisco Bay Area) ના કાંઠા વિસ્તારોમાં લાગેલી બે મોટી આગે ભારે તબાહી મચાવી છે તથા હાલના સમયની  બીજી અને ત્રીજી સૌથી મોટી આગની ઘટના બની છે. કેલિફોર્નિયામાં આગ પર કાબુ મેળવવા માટે શનિવારે મોટી જાહેરાત કરવામાં આવી હતી જેનાથી હવે ફેડરલ ગવર્મેન્ટ પણ આગ બૂઝાવવામાં મદદ કરશે. રાજ્યના ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું કે આ આગને ધીરા પવનો, ઠંડી અને ભેજવાળા હવામાનમાં કાબુમાં લેવાની સતત કોશિશ ચાલી રહી છે. પરંતુ દિવસમાં ગરમી, સૂકું હવામાન અને આકાશી વીજળીના કારણે તમામ કોશિશો પર પાણી ફરી વળી રહ્યું છે. 


અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે ચેતવણી માટે રેડ કાર્ડ (red flag warning)  બહાર પાડ્યું છે. જે મુજબ કાંઠા વિસ્તારોમાં આ આગ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. આ ચેતવણી રવિવાર સવારથી લઈને સોમવારે બપોર સુધી છે. 


સરકારનો China પર Quality એટેક, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યો આદેશ


કેલિફોર્નિયાના જંગલોમાં આગની 585 ઘટનાઓમાં લગભગ 10 લાખ એકર જંગલ ભસ્મ થઈ ચૂક્યા છે. આ આગે લગભગ 4046 વર્ગ કિલોમીટરના જંગલને ખાક કરીને રાખી દીધા છે. 


કેલિફોર્નિયામાં ફેલાયેલી આગે પાંચ જિંદગીનો ભોગ લઈ લીધો છે જ્યારે 700થી વધુ ઘર અને અન્ય ઈમારતો બળીને ખાખ થઈ ગઈ છે. આગને કારણે હજારો લોકોએ બેઘર થવું પડ્યું છે. 


ક્યાં સુધી આવશે કોરોના વાયરસની વેક્સિન? હર્ષવર્ધન બોલ્યા- આ વર્ષના અંત સુધી


13700 ફાયરકર્મી (Firefighters)ઓ આગ બૂઝાવવામાં લાગ્યા છે. આ દરમિયાન નેશનલ ગાર્ડ (National Guards), અમેરિકી સેના (US Military) સાથે અન્ય 10 રાજ્યો પણ હવાઈ મદદ મોકલી રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube