Corona Updates: એક દિવસમાં 69 હજારથી વધુ નવા કેસ, જો કે 'આ' મામલે મળી મોટી રાહત
દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 69,239 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 30,44,941 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,07,668 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 22,80,567 લોકો કોરોનાને પછાડીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 912 લોકોના મૃત્યુ થયા છે અને આ સાથે કુલ મૃત્યુઆંક 56,706 થઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 69,239 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 30,44,941 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,07,668 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 22,80,567 લોકો કોરોનાને પછાડીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 912 લોકોના મૃત્યુ થયા છે અને આ સાથે કુલ મૃત્યુઆંક 56,706 થઈ ગયો છે.
India's #COVID19 case tally crosses 30 lakh mark with 69,239 fresh cases and 912 deaths in the last 24 hours.
The #COVID19 case tally in the country rises to 30,44,941 including 7,07,668 active cases, 22,80,567 cured/discharged/migrated & 56,706 deaths: Ministry of Health pic.twitter.com/28wnEi7y5n
— ANI (@ANI) August 23, 2020
આ મામલે મળી મોટી રાહત
જો કે આ સાથે એક રાહતની વાત એ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને (Dr. Harshwardhan) જણાવ્યું કે કોરોના મહામારીથી ગભરાવવાની જરૂર નથી. દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર લગભગ 75 ટકા છે અને તેમાં રોજેરોજ સુધારો થઈ રહ્યો છે. ભારતમાં મૃત્યુદર પણ દુનિયામાં સૌથી ઓછો 1.87 ટકા છે. ડો. હર્ષવર્ધન શનિવારે ગાઝિયાબાદમાં NDRFના 10 બેડવાળી હંગામી હોસ્પિટલનું ઉદ્ધાટન કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે ભારતે 8 જાન્યુઆરીથી જ કોરોના મહામારીને પહોંચી વળવા માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધુ હતું. તે સમયે દુનિયાને આ બીમારી અંગે માત્ર જાણકારી જ મળી હતી.
તેમણે કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે અનેક બુદ્ધિશાળી લોકો, વૈજ્ઞાનિકો અને નકારાત્મક વિચારધારાવાળા લોકોનું આકલન હતું કે 135 કરોડની વસ્તીવાળા ભારતમાં જુલાઈ-ઓગસ્ટ સુધીમાં 30 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હશે અને 50થી 60 લાખ લોકોના મોત થઈ જશે. પરંતુ મને આશા છે કે આઠ મહિનાની લડત બાદ ભારતમાં ઠીક થવાનો દર સૌથી સારો 75 ટકા છે. તેમણે કહ્યું કે સચ્ચાઈ એ છે કે 22 લાખ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે અને બાકીના 7 લાખ દર્દીઓ પણ જલદી ઠીક થઈ જશે.
આ બાજુ કોરોના સામેની જંગમાં ભારતે શુક્રવારે એક નવો રેકોર્ડ બનાવ્યો. ભારતે એક જ દિવસમાં 10 લાખ લોકોના નમૂનાની તપાસ કરી. ડો. હર્ષવર્ધને કહ્યું કે શુક્રવારે કુલ 10 લાખ23 હજાર 836 નમૂનાની તપાસ થઈ. જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યાં મુજબ ભારત પ્રતિ એક લાખની વસ્તીએ લગભગ 74.7 લોકોની તપાસ કરી રહ્યું છે. જે પ્રતિ એક લાખની વસ્તી પર 14 લોકોની તપાસ કરવાના WHOના દિશા નિર્દેશો કરતા ઘણું વધુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ ઉપલબ્ધિ તપાસ લેબોરેટરીના વધતા નેટવર્કના કરાણે શક્ય બની છે. દેશમાં હાલ લગભગ 1511 કોરોના ટેસ્ટ લેબ કામ કરી રહી છે. જેમાંથી 983 સરકારી ક્ષેત્રમાં અને 528 ખાનગી ક્ષેત્રમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે