નવી દિલ્હી: દુનિયાને કોરોના દ્વારા મોત વહેંચનારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ખેલ હવે ખેતમ થઈ ગયો છે. જિનપિંગને કોરોનારૂપી દગાની સજા મળવાની છે. તેમની ખુરશી પર જોખમ તોળાઈ રહ્યું છે. બ્રિટિશ ન્યૂઝપેપર એક્સપ્રેસનું કહેવું છે કે શી જિનપિંગે પોતાની ખુરશી છોડવાનો વારો આવી શકે છે. કમ્યુનિસ્ટ  (Chinese Communist Party) પાર્ટી પર ખુબ દબાણ છે  કારણ કે તેમણે કોરોનાને યોગ્ય ઢબે મેનેજ કર્યો નથી. ચીનથી પેદા થયેલા કોરોનાનું સત્ય આખી દુનિયાથી છૂપાવ્યું. ગત વર્ષ સપ્ટેમ્બરથી જ કોરોના ફેલાવવાનો શરૂ થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતના 85 વર્ષ પહેલા કરી હતી વર્ષ 2020ની તબાહીની ભવિષ્યવાણી, જાણો આગળ કેવો હશે સમય


સીપીસી  (Chinese Communist Party) આ નિર્ણય લઈ શકે છે કારણ કે વુહાન વાયરસ એટલે કે કોરોનાના કરાણે આજે આખી દુનિયા જોખમમાં છે અને તેના કારણે ચીન વિશ્વપટલ પર શંકાના દાયરામાં આવી ગયું છે. એટલું જ નહીં પશ્ચિમના દેશોની સાથે તેમનો તણાવ પણ તેમની વિદાયમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 


ભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન, ડ્રેગનને લાગશે મરચા 


કોરોના વાયરસ પર વૈશ્વિક કમિટીના રિપોર્ટથી મુશ્કેલીઓ વધશે
કોરોના વાયરસની ઉત્પતિ અને પ્રસારમાં ચીનની ભૂમિકાને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન  (World Health Organization) પાસે 137 દેશોએ એકસાથે માગણી કરી હતી કે વુહાન વાયરસના પ્રચાર અને પ્રસારમાં ચીનની ભૂમિકાની તપાસ થવી જોઈએ. ત્યારબાદ એક સ્વતંત્ર તપાસ દળ બનાવવામાં આવ્યું. આ તપાસ દળનું નેતૃત્વ ન્યૂઝિલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી હેલેન કલાર્ક  (Helen Clark) અને લાઈબેરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એલેન જ્હોન્સન સરલીફ(former Liberian President Ellen Johnson Sirleaf) કરી રહ્યાં છે. આ તપાસ દળ નવેમ્બરમાં પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપશે. 


LAC પર તણાવ વચ્ચે રશિયામાં ભારત-ચીનના વિદેશમંત્રીઓની મહત્વની બેઠક, આ 5 મુદ્દા પર બની સહમતિ


જિનપિંગની વિદાય કરશે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી!
જાણીતા રક્ષા વિશેષજ્ઞ બ્રિટિશ સેનાના પૂર્વ અધિકારી નિકોલસ ડ્રુમાન્ડ(Nicholas Drummond) નું માનીએ તો આ રિપોર્ટ બાદ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર શી જિનપિંગ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દબાણ વધી જશે. કારણ કે કોરોના મહામારી સામે આવ્યાં બાદથી ચીનના દુનિયાના અનેક દેશો સાથે સંબંધ ખરાબ થયા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા મોટા દેશ સામેલ છે. 


ભારત-ઈરાન આ દેશમાં શાંતિ માટે કરશે કામ, ચીનને વધુ એક ઝટકો!


જાન્યુઆરી 2022 સુધી કોરોના છૂપાવીને રાખવા માંગતુ હતું ચીન
નિકોલસનું માનીએ તો કોરોના અંગે ભલે પહેલી જાણકારી ડિસેમ્બર 2019માં સામે આવી હોય પરંતુ ચીનમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરથી જ આ બીમારી ફેલાઈ રહી હતી. નવેમ્બરમાં જ ચીનને ખબર પડી ગઈ હતી કે આ ખુબ ગંભીર મામલો છે. આમ છતાં તેમણે નક્કી કર્યું હતું કે આ અંગે દુનિયાને ખબર ન પડે. ઓછામાં ઓછું જાન્યુઆરી 2022 સુધી. નિકોલસે કહ્યું કે 'તેમણે અમને બે મહિના પહેલા જ કોરોના વાયરસ અંગે જણાવી દીધુ હોત...અને કહ્યું હોત કે આ ગંભીર મામલો છે. તમારે લોકડાઉન કરવું જોઈએ. અમે આમ કરત પરંતુ ચીનના નેતૃત્વમાં ઉણપ કહો કે પછી બીજુ કઈ, કોરોના ફેલાતો ગયો અને તેણે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરી દીધી.'


ચીન-ભારત વચ્ચે તણાવના તમામ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube