હું સ્કૂલમાંથી આવતી ત્યારે માં અને મામા મને બ્લૂ ફિલ્મ બતાવતા...

દુનિયામાં કદાચ માં અને બાળકથી વધુ નજીકનો કોઇ સંબંધ નહી હોય, પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં એક એવી ઘટના સામે આવી છે જે ચોંકાવનારી છે. અહીં એક માતા પોતાની પુત્રીને બળજબરીપૂર્વક બ્લૂ (ગંદી) ફિલ્મો બતાવે છે. ના પાડતાં તે તેની સાથે મારઝૂડ પણ કરતી હતી. કેસ દિલ્હીના નોર્થ એવેન્યૂ પોલીસ મથકનો છે. પીડિત બાળકીની ફરિયાદના આધારે માતા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Trending Photos

હું સ્કૂલમાંથી આવતી ત્યારે માં અને મામા મને બ્લૂ ફિલ્મ બતાવતા...

નવી દિલ્હી: દુનિયામાં કદાચ માં અને બાળકથી વધુ નજીકનો કોઇ સંબંધ નહી હોય, પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં એક એવી ઘટના સામે આવી છે જે ચોંકાવનારી છે. અહીં એક માતા પોતાની પુત્રીને બળજબરીપૂર્વક બ્લૂ (ગંદી) ફિલ્મો બતાવે છે. ના પાડતાં તે તેની સાથે મારઝૂડ પણ કરતી હતી. કેસ દિલ્હીના નોર્થ એવેન્યૂ પોલીસ મથકનો છે. પીડિત બાળકીની ફરિયાદના આધારે માતા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી મહિલા છે સાવકી માતા
પોલીસ રિપોર્ટ અનુસાર નોર્થ એવન્યૂ વિસ્તારમાં એક વરિષ્ઠ ડોક્ટર રહે છે. તે કેંદ્ર સરકારના હોસ્પિટલમાં તૈનાત છે. કોઇ કારણસર પહેલી પત્નીનું મોત નિપજતાં થોડા વર્ષો પહેલાં તેમણે ડોક્ટરે મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. આરોપ છે કે ડોક્ટરની બીજી પત્ની તેની પુત્રીને પ્રતાડિત કરતી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે સાવકી માતા તેને બ્લૂ ફિલ્મો બતાવતી હતી. સાવકી માતા વારંવાર પોતાના ભાઇને પોતાના ઘરે બોલાવતી હતી. તે સાવકા મામા સાથે સાવકી પુત્રીને રૂમમાં છોડી મુકતી હતી.

સાવકા મામા રૂમમાં બ્લૂ ફિલ્મો ચાલુ કરી દેતા હતા અને બળજબરીપૂર્વક જોવા માટે કહેતા હતા. ઘણીવાર મોબાઇલ પર પણ બ્લૂ ફિલ્મો જોવા માટે મજબૂર કરતા હતા. જ્યારે તે તેનો વિરોધ કરતી તો સાવકી માતા અને મામા મળીને તેને પ્રતાડિત કરતા હતા. આરોપ છે કે પિતાના ગયા બાદ સાવકી માતા અને મામા મળીને તેને મારતા હતા. બાળકીએ પોલીસને જણાવ્યું કે તે 2015થી સાવકી માતા સાથે રહેતી હતી. આરોપ છે કે જ્યારે પિતા ઓફિસ જતા રહેતા હતા અને તે સ્કૂલમાંથી આવતી ત્યારે માતા તેને ના તો જમવાનું આપતી હતી અને ના તો હોમવર્ક કરવા દેતી હતી. 

પોલીસએ જણાવ્યું કે બાળકીના શરીર પર ઘણી જગ્યાએ ઇજાના નિશાન મળ્યા છે. શરીરના ઘણા ભાગમાં સોજાના નિશાન મળ્યા છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે આરોપી માતા અને મામા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપી મામા ફરાર છે અને માતાને પોલીસે કસ્ટડીમાં લઇ પૂછપરછ શરૂ કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news