Michael Vaughan એ કરી મોટી ભવિષ્યવાણી, IPL 2022 ની ટ્રોફી જીતી શકે છે આ ટીમ

IPL 2022 ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઇ રહી છે. આઇપીએલ 2022 માં દર્શકોને દરરોજ રામાંચક મુકાબલા જોવા મળે છે. હવે ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી માઇકલ વોને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે IPL 2022 જીતનાર ટીમનું નામ જણાવ્યું છે. 

Michael Vaughan એ કરી મોટી ભવિષ્યવાણી, IPL 2022 ની  ટ્રોફી જીતી શકે છે આ ટીમ

Michael Vaughan On RCB Team: IPL 2022 ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઇ રહી છે. આઇપીએલ 2022 માં દર્શકોને દરરોજ રામાંચક મુકાબલા જોવા મળે છે. હવે ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી માઇકલ વોને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે IPL 2022 જીતનાર ટીમનું નામ જણાવ્યું છે. 

માઇકલ વોને કરી મોટી ભવિષ્યવાણી
ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને લાગે છે રોયલ ચેલેંજર્સ બેગ્લોર ઇન્ડીયન પ્રીમિયર લીગ જીતવા માટે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં મનપસંદ છે. વોને ભવિષ્યવાણી કરી છે કે આરસીબી આ વર્ષે આઇપીએલ 2022 માં પોતાની સાત મેચમાંથી પાંચ જીત પ્રાપ્ત કરી પોતાના ખિતાબી સૂખાને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આરસીબી અત્યારે પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. 

વોને કર્યું ટ્વીટ
આરસીબી ટીમે રોમાંચક મુકાબલામાં લખનઉ સુપર જાઇન્ટ્સને 18 રનથી હરાવી દીધી. ત્યારબાદ માઇકલ વોને ટ્વીટ કર્યું તેમાં કોઇ સંદેહ નથી કે ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં આ વર્ષે આરસીબી સારી રહેશે. આરસીબી ટીમને લખનઉને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનઉ ટીમ ઓવરમાં 163 રન જ બનાવી શકી હતી. 

— Michael Vaughan (@MichaelVaughan) April 19, 2022

ડુ પ્લેસિસ અને હેજબલવુજે કર્યો કમાલ
આરસીબી ટીમના કેપ્ટન ફોફ ડુ પ્લેસિસ અને ફાસ્ટ બોલર જોશ હેજલવુડે કમાલની રમત બતાવી. ડુ પ્લેસિસે મેચમાં 64 બોલમાં 96 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 2 લાંબી સિક્સર સામેલ હતી. તેમણે ગ્લેન મેક્સવેલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી નિભાવી. ડુ પ્લેસિસને તેમની ઇનિંગના લીધે 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો. તો બીજી તરફ હેજલવુડે મેચમાં 25 રન આપીને 4 વિકેટ પ્રાપ્ત કરી. તેમના બોલનો જવાબ કોઇ પાસે નથી. તેમની આગળ લખનઉ ટીમની બેટીંગ ટકી શકી નહી. હેજલવુઝે લખનઉના બેટ્સમેન ક્રમને તોડી નાખ્યો. આ બંને ખેલાડી આરસીબે ટીમ માટે મેચ વિનર સાબિત થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news