ડાંગ News

GUJARAT: ખેડૂતો માટે કોરોના બાદ હવે કમોસમી વરસાદનાં માઠા સમાચાર, જાણો ક્યાં આવશે?
May 11,2021, 18:50 PM IST
ભાજપ: કપરાડામાં જીતુ ચૌધરીની 47066 મતે ડાંગના વિજય પટેલની 60095 મતે વિજય
કપરાડા-ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પહેલા રાઉન્ડથી ડાંગ અને કપરાડાબંન્ને બેઠકો પર ભાજપ આગળ હતું. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60095 મતે જીત થઇ છે. જ્યારે ડાંગના કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી હતી. જેથી કપરાડામાં ભાજપને 112941અને કોંગ્રેસને 65875 મત મળ્યા હતા. જ્યારે ડાંગમાં ભાજપને 94006 અને કોંગ્રેસને 33911 મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડામાં 4 ઉમેદવાર છે અને ડાંગમાં 9 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.
Nov 10,2020, 20:47 PM IST
મતદારોએ ભાજપને આપી દિવાળી ગિફ્ટ, પેટાચૂંટણીમાં સર્વત્ર ભગવો લહેરાયો
મતગણતરીના ચાર કલાક પૂરા થઈ ગયા છે, ત્યારે પેટાચૂંટણી (byelection) ના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે. માત્ર એક મોરબી બેઠક પર રસાકસીભર્યો માહોલ છે. જેમાં પણ ભાજપના બ્રિજેશ મેરજા 17 રાઉન્ડના અંતે આગળ આવી ગયા છે. ત્યારે દિવાળી પહેલા ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. પેટાચૂંટણીમાં બાજપ મહાબલી સાબિત થયુ છે. તો ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો છે. મતદારોએ ભાજપને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. પેટાચૂંટણીમાં ભાજનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે જણાવી દીધું છે. 
Nov 10,2020, 12:53 PM IST

Trending news