નવી દિલ્હી: ભારતની વાસ્તવિક જીડીપી વર્ષ 2021-22મા 11 ટકાની વૃધ્ધિ હાંસલ કરશે અને નોમિનલ જીડીપી 15.4 ટકાની સૌથી વધુ વૃધ્ધિ હાંસલ કરશે. વી (v) આકારની આ આર્થિક પુનઃપ્રાપ્તિને વ્યાપક સ્તરે હાથ ધરવામાં આવેલા રસીકરણની શરૂઆતને કારણે ટેકો પ્રાપ્ત થશે. સર્વિસ સેક્ટરમાં મજબૂત રિકવરીની આશા અને વપરાશ તથા મૂડી રોકાણમાં જંગી વૃધ્ધિની સંભાવનાઓ છે. કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણે આજે સંસદમાં વર્ષ 2020-21નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં જણાવાયું છે કે અને જેમ જેમ કોવિડ-19 (Covid 19) ની રસી આપવાની કામગીરી ગતિમાં આવશે તેમ તેમ આર્થિક પ્રવૃત્તિઓમાં ક્રમશઃ સામાન્ય પરિસ્થિતિ સ્થપાતિ જશે. જે રીતે ક્રમશઃ લોકડાઉન (Lock Down) પૂર્વેની સ્થિતિ સ્થપાતિ જાય છે તેમ તેમ અર્થતંત્રના મૂળભૂત પાસાં મજબૂત બન્યા છે અને સાથે સાથે આત્મનિર્ભર ભારત મિશનને મજબૂત સહયોગ પ્રાપ્ત થતાં અર્થતંત્ર ફરીથી દ્રઢ રીતે બેઠું થયું છે. 

Budget Session: નિર્મલા સીતારમણએ રજૂ કર્યો Economic Survey, GDP ગ્રોથ 11% રહેવાનું અનુમાન


આ માર્ગને કારણે  વાસ્તવિક જીડીપી (GDP) માં વર્ષ 2019-20ના એકંદર સ્તરની તુલનામાં 2.4 ટકાના દરે વૃધ્ધિ થશે. આનો અર્થ એ થાય કે અર્થતંત્રને મહામારી પૂર્વે જે સ્થિતિ હતી ત્યાં પહોંચવામાં બે વર્ષ  લાગશે. આ  ધારણા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના ભારત માટેના વર્ષ 2021-22મા 11.5 ટકાનો જીડીપી (GDP) વૃધ્ધિ દર હાંસલ કરવાના અંદાજ અનુસાર છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના જણાવ્યા મુજબ ભારત આગામી બે વર્ષમાં વિશ્વના સૌથી ઝડપી વૃધ્ધિ પામતા અર્થતંત્ર તરીકે ઉભરી આવશે.
Economic Survey) માં જણાવવામાં આવ્યું છે કે “સદીમાં એક જ વખત આવતી” કટોકટી તરફ ભારતની પુખ્ત નીતિએ જે પ્રતિભાવ આપ્યો છે તેનાથી લોકશાહીઓને ટૂંકી દ્રષ્ટિ ધરાવતું નીતિ ઘડતર કરવાથી દૂર રહેવાનો મહત્વનો પદાર્થ પાઠ મળશે. આ નીતિ લાંબા ગાળાના ફાયદા માટે ધ્યાન કેન્દ્રિત કરી લાભ મેળવવાની પધ્ધતિ દર્શાવે છે. ભારતે અનોખા પ્રકારની ચાર સ્તંભ ધરાવતી વ્યૂહરચના અપનાવી છે, જેમાં ભાવિ શત્રુ સામે તાકાત વધારવાની કામગીરી (કન્ટેઈનમેન્ટ), નાણાં નીતિ, રાજકોષિય બાબતો અને લાંબા ગાળાના માળખાગત સુધારાઓને કારણે શક્ય બન્યું છે. 


ઉભરતી જતી આર્થિક સ્થિતિને ટેકો પૂરો પાડવા માટે નાણાંકીય અને રાજકોષિય નીતિમાં યોગ્ય ફેરફારો કરતાં રહેવાના કારણે લોકડાઉન (Lock Down) માં ઉભી થયેલી ખરાબ સ્થિતિને આંચકાથી બચાવીને વપરાશ અને મૂડી રોકાણને વેગ અપાયો છે, જ્યારે અન-લોકીંગ અને વિચારપૂર્વકના નાણાંકીય ફેરફારો અને ઋણમાં સાતત્ય જાળવી શકાયું છે. એક સાનુકૂળ નાણાં નીતિને કારણે વિપુલ પ્રવાહિતા પ્રાપ્ત થઈ અને કામચલાઉ દેવા મોકૂફીને કારણે ઋણ આપનારને તાત્કાલિક રાહત આપી શકાઈ છે અને સાથે સાથે નાણાં નીતિના વહનને પણ ગૂંચવાતુ અટકાવાયું છે.

GDP ગ્રોથ 11% રહેશે, તેનાથી Common Man પર શું પડશે અસર, કેવી રીતે બદલાશે જીંદગી


સર્વેમાં (Economic Survey) જણાવવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2020-21માં ભારતની જીડીપી (GDP) 7.7 ટકા રહેવાનો અંદાજ છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 15.7 ટકાના તીવ્ર  ઘટાડો અને બીજા અર્ધવાર્ષિક ગાળામાં 0.1 ટકાનો ઘટાડો થયો છે. વિવિધ ક્ષેત્રો અનુસાર વાત કરીએ તો કૃષિ કાળા વાદળાની સોનેરી કોરની જેમ  આશાના કિરણ સમાન રહી છે, જ્યારે સંપર્ક આધારિત સર્વિસીસ, મેન્યુફેક્ચરીંગ, બાંધકામ વગેરેને સૌથી વધુ ફટકો પડ્યો છે અને આ ક્ષેત્રો પણ  હવે ઝડપથી બેઠા થઈ રહ્યા છે. સરકારી વપરાશ અને ચોખ્ખી નિકાસોના કારણે વૃધ્ધિને વધુ ઘટતી અટકાવી શકાઈ છે તેમજ આંચકો પચાવી  શકાયો છે.


ધારણા રખાતી હતી તે મુજબ પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Lock Down)ના પરિણામે  જીડીપી (GDP) માં 23.9 ટકાનું સંકોચન થયું છે. સ્થિતિ વી આકાર મુજબ પુનઃસ્થાપિત થઈ રહી છે અને બીજા ત્રિમાસિક ગાળામાં 7.5 ટકાનો ઘટાડો નોંધાવા સાથે મહત્વના તમામ આર્થિક નિર્દેશકોમાં સ્થિતિ પુનઃસ્થાપિત થતી જણાઈ છે. સ્થિતિ સ્થાપક વી આકારની રિકવરી આગળ વધી રહી છે અને તેનો નિર્દેશ પ્રથમ ત્રિમાસિક ગાળામાં તીવ્ર ઘટાડા પછી બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની વૃધ્ધિમાં થયેલા સુધારામાં જોઈ શકાય છે. જેમ જેમ ભારતની મોબિલીટી અને મહામારીની તરાહમાં ફેરફાર આવતો ગયો તેમ તેમ સમાંતરપણે સુધારો જોવા મળ્યો છે. 


ઈ-વે બિલ્સ, રેલવે નૂર, જીએસટી કલેક્શન્સ અને વિજળીનો વપરાશ મહામારી પહેલાંના સ્તરે પહોંચ્યો છે. એટલું જ નહીં, પણ ગયા વર્ષનું સ્તર પણ વટાવી જવાયું છે. રાજ્યોની અંદર અને આંતર રાજ્ય હેરફેર વધવાને કારણે માસિક જીએસટી કલેક્શનમાં ભારે વૃધ્ધિ થઈને ઔદ્યોગિક અને વાણિજયીક પ્રવૃત્તિઓ ખૂલી ગઈ છે. કોમર્શિયલ પેપર્સ ઈસ્યુ કરવામાં તીવ્ર વધારો, ઉપજની સ્થિતિ હળવી થતાં તથા મજબૂત ધિરાણ વૃધ્ધિને કારણે એમએસએમઈ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહો વધતાં એકમો ટકી શક્યા છે અને વૃધ્ધિ પામી રહ્યા છે.

BSNL: એકદમ ધાંસૂ પ્લાન, 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે Unlimited Data


વિવિધ ક્ષેત્રોમાં જોવા મળેલી આ તરાહો અંગે સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ દરમ્યાન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં સ્થિતિ સ્થાપકતા જોવા મળી છે અને ગ્રામ્ય વિસ્તારોની માંગને કારણે એકંદર આર્થિક પ્રવૃત્તિઓને લાગતો આંચકો ટાળી શકાયો છે. ડીજીટલ આર્થિક વ્યવહારોના કારણે માળખાગત વપરાશની તરાહ બદલાઈ છે. 


સર્વેક્ષણ (Economic Survey) માં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રને કોવિડ-19 (Covid 19) મહામારીના કારણે લાગી શકતો આંચકો અટકાવવા માટે કૃષિ ક્ષેત્ર સજ્જ છે તથા કૃષિ ક્ષેત્રમાં પ્રથમ અને બીજા  ત્રિમાસિક ગાળામાં 3.4 ટકાની વૃધ્ધિ જોવા મળી છે. સરકાર હાથ ધરેલા સંખ્યાબંધ પ્રગતિશીલ સુધારાના કારણે ધબકતા કૃષિ ક્ષેત્રનું સંવર્ધન થઈ શક્યું છે અને આ ક્ષેત્ર નાણાંકીય વર્ષ 2020-21મા ભારતની વૃધ્ધિની ગાથા માટે આશારૂપ બન્યું છે.


વિતેલા વર્ષમાં અનુભવી શકાય તેવી વી આકારની રિકવરી ઔદ્યોગિક ઉત્પાદનમાં જોવા મળી છે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર ફરીથી બેઠું થયું છે અને ઔદ્યોગિક મૂલ્ય ફરીથી સામાન્ય થતું જાય છે. ભારતના સર્વિસીસ ક્ષેત્રએ મહામારીને કારણે થનારા ઘટાડાને અટકાવીને રિકવરી જાળવી રાખી છે. સાથે સાથે પીએમઆઈ સર્વિસીસનો આઉટપુટ અને નવા બિઝનેસ વધતાં ડિસેમ્બર માસમાં ત્રીજો સીધો વધારો જોવા મળ્યો છે.

Gold Price Today: ઘણા દિવસો પછી સોનામાં જોવા મળી ચમક, 2020માં 28 ટકા મોંઘું થયું સોનું


નાણાંકીય વર્ષ 2020-21માં બેંકોનું ધિરાણ જોખમ ટાળવાના વલણને કારણે ધિરાણની ભૂખ સંતોષવામાં દબાણ અનુભવાતું જણાયું હતું. આમ છતાં, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ધિરાણ વૃધ્ધિ વધતી રહીને ઓક્ટોબર 2019માં 7.1 ટકાના સ્તરે હતી તે ઓક્ટોબર 2020માં 7.4 ટકાના સ્તરે પહોંચી હતી. ઓક્ટોબર 2020માં બાંધકામ, વેપાર અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં ધિરાણ પ્રવાહમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી હતી, જ્યારે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં બેંકોનું ધિરાણ મંદ રહ્યું હતું. ઓક્ટોબર 2019માં 6.5 ટકાનો દર હતો તેની સામે સર્વિસ સેક્ટરમાં ધિરાણ વૃધ્ધિનો દર ઓક્ટોબર 2020માં વધીને 9.5 ટકા જેટલો રહ્યો હતો.


વર્ષ 2020માં ખાદ્ય ચીજોની ઉંચી કિંમતોના કારણે ફૂગાવાને ભારે વેગ મળ્યો હતો. આમ છતાં, નવેમ્બરમાં 6.9 ટકાના ફૂગાવાની તુલનામાં વાર્ષિક ધોરણે ડિસેમ્બર 2020માં ફૂગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 4+/-2  ટકાની લક્ષિત રેન્જમાં રહીને 4.6 ટકા થયો હતો. ખાસ કરીને શાકભાજી, અનાજ અને પ્રોટીનની પ્રોડક્ટસના ભાવમાં ભારે  ઘટાડાના કારણે સાનુકૂળ અસર વર્તાઈ હતી.

Budget 2021 ના અન્ય સમાચાર વાંચવા ક્લિક કરો...


બાહ્ય ક્ષેત્રોએ અસરકારક રીતે આંચકો અટકાવીને વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતની વૃધ્ધિને વેગ આપી ચાલુ ખાતામાં  જીડીપીના 3.1 ટકા જેટલી સરપ્લસ દર્શાવી હતી. સર્વિસીસ ક્ષેત્રમાંથી મજબૂત નિકાસ અને નબળી માંગને કારણે ટેકો પ્રાપ્ત થતાં નિકાસની તુલનામાં (મર્કેન્ડાઈઝ નિકાસમાં 21.2 ટકાનું સંકોચન થયું હતું) આયાતોમાં તીવ્ર સંકોચન જોવા મળ્યું હતું (મર્કેન્ડાઈઝ આયાતોમાં 39.7 ટકા જેટલું સંકોચન જોવા મળ્યું હતું). આ સ્થિતિના પરિણામે વિદેશી હુંડિયામણની અનામતો વધતી રહીને ડિસેમ્બર 2020મા 18 માસની આયાતો જેટલી થઈ હતી.


બાહ્ય ઋણ જીડીપીના ગુણોત્તર તરીકે 21.6 ટકાના સામાન્ય વધારા સાથે માર્ચ 2020ના અંતે 20.6 ટકા સામે સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં 20.6 ટકા રહ્યું હતું. આમ છતાં વિદેશી હુંડિયામણની અનામતો સામે કુલ અને ટૂંકા ગાળાના ઋણનો ગુણોત્તર (મૂળ અને બાકી રહેલા)મા  નોંધપાત્ર પ્રમાણમાં સુધારો જોવા મળ્યો હતો.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube