Gold Price Today: ઘણા દિવસો પછી સોનામાં જોવા મળી ચમક, 2020માં 28 ટકા મોંઘું થયું સોનું
Gold price today 29 January 2021: MCX પર ફેબ્રુઆરી ડિલીવરીવાળું સોનું (Gold) સોમવારે સપાટ સ્તર પર ખુલ્યું હતું. ગત સત્રમાં આ 48624 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું અને આજે આ જ સ્તર પર ખુલ્યું હતું. પરંતુ દિવસ ચઢવાની સાથે તેમાં તેજી આવી.
Trending Photos
નવી દિલ્હી: Gold price today 29 January 2021: MCX પર ફેબ્રુઆરી ડિલીવરીવાળું સોનું (Gold) સોમવારે સપાટ સ્તર પર ખુલ્યું હતું. ગત સત્રમાં આ 48624 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું અને આજે આ જ સ્તર પર ખુલ્યું હતું. પરંતુ દિવસ ચઢવાની સાથે તેમાં તેજી આવી. સવારે 11 વાગે 196 રૂપિયા એટલે કે 0.40 ટકાની તેજી સાથે 48820 રૂપિયા પર ટ્રેંડ કરી રહ્યું હતું. સવારે તેણે 48624 રૂપિયાના ન્યૂનતમ અને 48820 રૂપિયાના ઉચ્ચત્તમ સ્તરને ટચ કર્યું હતું. એપ્રિલ ડિલીવરીવાળું સોનું પણ 139 રૂપિયાની તેજી સાથે 49075 રૂપિયા પર ટ્રેંડ કરી રહ્યું હતું.
2020માં 28 ટકા મોંઘું થયું સોનું
ગત વર્ષ સોના માટે ખૂબ જ શાનદાર (Gold Price in 2020) સાબિત થયું છે. ગત વર્ષે સોનાની કિંમત લગભગ 28 ટકા વધી હતી. ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવી લીધો હતો અને પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલને ટચ કરી લીધું હતું. એટલું જ નહી કે ફક્ત ભારતમાં જ સોનાના ભાવ વધ્યા હતા. પરંતુ વૈશ્વિક સ્તરે પણ સોનું લગભગ 23 ટકા મોંઘું થયું હતું. આ પહેલાં 2019માં પણ સોનાના ભાવમાં વધારાનો દર ડબલ ડિજિટમાં હતો.
ઇન્ટરનેશનલ સ્તર પર શું છે સ્થિતિ
ભારતમાં સોનાની કિંમત ગ્લોબલ ટ્રેંડર્સથી પ્રભાવિત થાય છે. વાયરસના વધતા જતા પ્રકોપના કારણે ગ્લોબલ ઇકોનોમિક રિકવરી માટે મુશ્કેલી બની ગઇ છે. આ ઉપરાંત દુનિયાભરમાં ઓછા દર અને યૂએસ ડોલરમાં નબળાઇ સોના માટે સકારાત્મક હોઇ શકે છે. અત્યારે ગોલ્ડ સ્પોટ 1900 ડોલર પ્રતિ ઔંસ આસપાસ છે. આ વર્ષે આ 1980 ડોલર અને પછી 2050 ડોલર સુધી જઇ શકે છે.
કેમ થઇ રહ્યો છે સોનામાં ઘટાડો
હવે કોરોના વેક્સીનના રસીકરણ અભિયાનમાં તેજીની અસર પણ કિંમતી ધાતુઓની કિંમત પર પડી રહી છે. વિશેષજ્ઞોના અનુસાર હાલના ભાવ પર ગોલ્ડમાં રોકાણ કરવું સૌથી સારી તક છે કારણ કે 2021માં કિંમતી પીળી ધાતુના ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી શકે છે.
2021માં 63 હજાર સુધી પહોંચી શકે છે સોનું
વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે. અત્યારે સોનું 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેંડ કરી રહ્યું છે, પરંતુ આ વર્ષે સોનામાં શાનદાર તેજી આવવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે સોના માટે 2021 સારું રહેશે અને સોનું તમામ રેકોર્ડ તોડતાં 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી શકે છે.
એટલે કે તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથી સારી તક નહી મળે. HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે સોનામાં 2021 સુધી શાનદાર તેજી રહેશે. ગ્લોબલ ઇકોનોમિક રિકવરીની ચિંતાઓને જોતાં 2021માં સોના માટે કોમેક્સ પર ટાર્ગેટ 2150 ડોલર અને 2390 ડોલર પ્રતિ ઔંસ છે. તો બીજી તરફ ભારતમાં MCX પર સોનાનો ટાર્ગેટ 57 હજાર રૂપિયા અને 63 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે