Budget Session: નિર્મલા સીતારમણએ રજૂ કર્યો Economic Survey, GDP ગ્રોથ 11% રહેવાનું અનુમાન

વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે (આર્થિક સર્વે) સંસદમાં નાણામંત્રી સીતારમણએ રજૂ કરી દીધો છે. આ સર્વેથી કોરોના સંકટ દરમિયાન દેશની અર્થવ્યવસ્થાની તસવીર સામે આવી છે.

Budget Session: નિર્મલા સીતારમણએ રજૂ કર્યો Economic Survey, GDP ગ્રોથ 11% રહેવાનું અનુમાન

નવી દિલ્હી: વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે (આર્થિક સર્વે) સંસદમાં નાણામંત્રી સીતારમણએ રજૂ કરી દીધો છે. આ સર્વેથી કોરોના સંકટ દરમિયાન દેશની અર્થવ્યવસ્થાની તસવીર સામે આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી માઇનસ 7.7 ટકા હશે એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો આવી શકે છે. 

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં સારો સુધારો થશે. આગામી નાણાકીય વર્ષ (2021-22) માં 11 ટકાના ગ્રોથનું અનુમાન છે. 

ઇકોનોમીની હાલત ખરાબ
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના લીધે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ નબળી રહી છે. તમામ રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે જેડીપીમાં 10 ટકાની આસપાસ ઘટાડો આવી શકે છે.આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં લગભગ 24 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. બે ત્રિમાસિકમાં ઘટાડાના આંકડા જાહેર થઇ ચૂક્યા છે. ત્રીજી ત્રિમાસિકમાં પણ જીડીપીમાં ઘટાડો થવાની આશંકા છે. એવામાં બધાની નજર આ સર્વે પર હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news