BSNL: એકદમ ધાંસૂ પ્લાન, 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે Unlimited Data

પ્રાપ્ત માહિતી અનુસાર 485 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ ડેટા (Internet Data) મળવાનો છે. નક્કી વેલિડિટી પુરી થયા બાદ પણ ઇન્ટરનેટ બંધ નહી થાય.  

BSNL: એકદમ ધાંસૂ પ્લાન, 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે Unlimited Data

નવી દિલ્હી: જો તમે ઓછા પૈસા ખર્ચ કરીને વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માંગો છો તો તમારા માટે ફાયદાના સમાચાર આવી ગયા છે. સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ બજારમાં સૌથી સૌસ્તો પ્લાન ઉતાર્યો છે. નવો પ્લાન એટલો સસ્તો છે કે Reliance Jio, Airtel જેવી Vi જેવી દિગ્ગજ ટેલીકોમ કંપનીઓ પણ આટલા ભાવમાં તમને સુપરફાસ્ટ ઇન્ટરનેટ (Superfast Internet) અને કોલિંગ (Calling) ની સુવિધા આપી શકતી નથી. 

માત્ર 485 રૂપિયામાં ત્રણ મહિનાનું રિચાર્જ
BSNL એ ગ્રાહકોને આકર્ષવા માટે એક નવા 485 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન ઉતાર્યો છે. ખાસ વાત એ છે કે આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 90 દિવસે એટલે કે ત્રણ મહિના છે. કુલમળીને ગ્રાહકોને એક મહિનો અનલિમિટેડ ઇન્ટરનેટ અને કોલિંગ માટે લગભગ 160 રૂપિયા ખર્ચ કરવા પડશે. 

મળશે 1.5GB Data
પ્રાપ્ત માહિતી અનુસાર 485 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ ડેટા (Internet Data) મળવાનો છે. નક્કી વેલિડિટી પુરી થયા બાદ પણ ઇન્ટરનેટ બંધ નહી થાય.  

અનલિમિટેડ કોલિંગ
આ પ્લાનની એક ખાસિયત એ છે કે BSNL ગ્રાહકોને આ કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપી રહ્યું છે. તમને જણાવી દઇએ કે BSNL ફક્ત 250 મિનિટની જ ફ્રી કોલિંગ આપે છે. 

દરરોજ 100 SMS Free
BSNL આ પ્લાનમાં તમને દરરોજ 100 SMS મફત મળશે.  

સૌથી સસ્તો પ્લાન
ટેક સાઇટ telecomtalk ના અનુસાર આ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે. Jio, Airtel અને Vi પણ પોતાના ગ્રાહકોને આટલો સસ્તો પ્લાન આપી રહ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news