PMJDY: બેન્ક ખાતામાં પૈસા નથી? આમ છતાં તમે ઉપાડી શકો છો 10 હજાર રૂપિયા, જાણો કઈ રીતે
પ્રધાનમંત્રી જન ધન યોજના ( Pradhan Mantri Jan Dhan Yojna) હેઠળ ઝીરો બેલેન્સ પર બેન્ક ખાતાની સંખ્યા 41 કરોડને પાર ગઈ છે. PMJDY હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓમાં ખાતાધારકોને અનેક સગવડ મળે છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી જન ધન યોજના ( Pradhan Mantri Jan Dhan Yojna) હેઠળ ઝીરો બેલેન્સ પર બેન્ક ખાતાની સંખ્યા 41 કરોડને પાર ગઈ છે. PMJDY હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓમાં ખાતાધારકોને અનેક સગવડ મળે છે. જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે 10 હજાર રૂપિયા સુધીની રકમ ઉપાડી શકો છો. આ ઉપરાંત રૂપે ડેબિટ કાર્ડની સગવડ પણ મળે છે. જેનાથી તમે ખાતામાંથી પૈસા કાઢી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.
પ્રધાનમંત્રી જનધન યોજના ( Pradhan Mantri Jan Dhan Yojna) સાથે જોડાઈને 41 કરોડથી વધુ લોકો તેનો લાભ લીધો છે. નાણા મંત્રાલયના જણાવ્યાં મુજબ આ યોજના હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધીમાં જન ધન ખાતા (Jan Dhan Yojana) ની કુલ સંખ્યા 41.6 કરોડ થઈ ગઈ છે. મંત્રાલયે સોશિયલ મીડિયા દ્વારા આપેલી જાણકારીમાં જણાવ્યું કે ઝીરો બેલેન્સવાળા એકાઉન્ટની સંખ્યા ઓછી થઈ છે.
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 2014માં સ્વતંત્રતા દિવસના અવસરે જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે જ વર્ષે 26 ઓગસ્ટના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધીમાં જન ધન ખાતાઓની કુલ સંખ્યા 41.6 કરોડ થઈ ગઈ. સરકારે 2018માં વધુ સગવડો તથા ફાયદા સાથે આ યોજનાની બીજી શ્રેણી શરૂ કરી હતી.
અમેરિકામાં સત્તા પરિવર્તનથી ભારતીય શેર માર્કેટ ઝૂમી ઉઠ્યું, Sensex પહેલીવાર 50 હજારને પાર
મંત્રાલયના જણાવ્યા મુજબ 2015 બાદથી સતત ઝીરો બેલેન્સવાળા ખાતાની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. માર્ચ 2015માં 58% ખાતા આવા હતા, જેમાં બેલેન્સ નહતું પરંતુ 6 જાન્યુઆરીના રોજ તે ઓછા થઈને 7.5% પર આવી ગયા.
કોરોના કાળમાં જન ધન બેન્ક ખાતા ખોલાવનારાની સંખ્યા વધી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ કોરોના મહામારી વખતે જન ધન ખાતા ઓપનિંગના દરમાં 60% વધારો નોંધાયો છે. 1 એપ્રિલથી 14 ઓક્ટોબર વચ્ચે લગભગ 3 કરોડ નવા ખાતા ખુલ્યા, અને તેમાં 11600 કરોડ રૂપિયા જેટલા ડિપોઝીટ રહ્યા.
SBI doorstep banking: એસબીઆઈ પોતાના ગ્રાહકોને ઘર સુધી પહોંચાડે છે બેન્કિંગ સેવાઓ, તમે પણ ઉઠાવો લાભ
મળે છે અનેક સગવડ
- જનધન ખાતા યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું પણ ખાતું ખોલાવી શકાય છે.
- આ યોજના હેઠળ ખાતું ખોલાવો તો તમને રૂપે એટીએમ કાર્ડ, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, 30 હજાર રૂપિયાનું લાઈફ કવર, અને જમા રકમ પર વ્યાજ મળે છે.
- તમને આ ખાતા ખોલાવવા પર 10 હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની પણ સગવડ મળે છે.
- આ એકાઉન્ટ કોઈ પણ બેન્કમાં ખોલાવી શકાય છે.
- આ એકાઉન્ટમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવું પડતું નથી.
વેપાર જગતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube