SBI doorstep banking: એસબીઆઈ પોતાના ગ્રાહકોને ઘર સુધી પહોંચાડે છે બેન્કિંગ સેવાઓ, તમે પણ ઉઠાવો લાભ

SBI એ ટ્વીટ કરી પોતાની ડોર સ્ટેપ સેવાઓ વિશે ગ્રાહકોને જાણકારી આપી છે. જો તમે આ સુવિધા વિશે વધુ જાણવા ઈચ્છો છો તો, ટોલ ફ્રી નંબર 18001037188 કે 18001213721 પર કોલ કરી શકો છો.
 

 SBI doorstep banking: એસબીઆઈ પોતાના ગ્રાહકોને ઘર સુધી પહોંચાડે છે બેન્કિંગ સેવાઓ, તમે પણ ઉઠાવો લાભ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (State Bank Of india) ના ગ્રાહકો ઘરે બેસીને પોતાનું બેન્કિંગ કામ કરી શકે છે. જો ગ્રાહકોને રોકડની તત્કાલ જરૂર હોય છે તો, બેન્ક ગ્રાહકોના ઘર પર રોકડની ડિલિવરી કરવા માટે તૈયાર છે. એસબીઆઈ (SBI) પોતાના ગ્રાહકોના ઘર સુધી બેન્કિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવી રહી છે. એસબીઆઈના ગ્રાહક કેટલીક પસંદ કરાયેલી બ્રાન્ચો પર આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો તમે હજુ સુધી એસબીઆઈની ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો તમે જલદી કરાવી લો. 

SBI એ ટ્વીટ કરી પોતાની ડોર સ્ટેપ સેવાઓ વિશે ગ્રાહકોને જાણકારી આપી છે. જો તમે આ સુવિધા વિશે વધુ જાણવા ઈચ્છો છો તો, ટોલ ફ્રી નંબર 18001037188 કે 18001213721 પર કોલ કરી શકો છો. આવો બેન્કની આ સેવા સાથે જોડાયેલી ખાસ વાત જાણીએ. 

Toll-Free no. 1800 1037 188 or 1800 1213 721#DoorstepBanking #DSB #Banking #CashWithdrawal pic.twitter.com/HzHFivHxaf

— State Bank of India (@TheOfficialSBI) January 16, 2021

1. આ સેવાઓમાં રોકડ આપવા, રોકડ લેવા, ચેક આપવા, ડ્રાફ્ટની ડિલિવરી, ટર્મ ડિપોઝિટ એડવાઇઝની ડિલિવરી, લાઇફ સર્ટિફિકેટ અને કેવાઈસી ડોક્યુમેન્ટ્સ જેવી સુવિધાઓ સામેલ છે. 

2. કામના દિવસોમાં સવારે 9થી સાંજે 4 કલાક સુધી 1800111103 નંબર પર કોલ કરી સેવાઓની રિક્વેસ્ટ કરી શકો છો. 

3. સર્વિસ રિક્વેસ્ટ માટે રજીસ્ટ્રેશન હોમ બ્રાન્ચ પર થશે. 

4. ડોરસ્ટેપ બેન્કિંગ સેવાઓ માત્ર કેવાયસી પૂર્ણ હોય તેવા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. 

5. રોકડ ઉપાડ કે રોકડ જમા માટે દરરોજ 20,000ની મર્યાદા નક્કી કરવામાં આવી છે. 

6. આ સેવાઓ માટે ખાતાધારકને હોમ બ્રાન્ચથી 5 કિલોમીટરની અંદર રજીસ્ટર્ડ મોબાઇલ નંબરની સાથે હાજર રહેવું પડશે. 

7. જોઇન્ટ એકાઉન્ટ વાળા ગ્રાહક આ સેવાઓનો લાભ ન ઉઠાવી શકે.

8. બિન-વ્યક્તિગત અને સગીર ખાતાધારકને આ સુવિધાનો લાભ મળશે નહીં.

9. ઉપાડ ચેક કે પાસબુક દ્વારા કરી શકાય છે. 

નાણાકીય સેવાઓ માટે ચાર્જ

કેશ ડિપોઝિટ - 75 + જીએસટી

રોકડ ચુકવણી / ઉપાડ - રૂ. 75 + જીએસી

ચેક / ઇન્સ્ટ્રુમેન્ટને પિકઅપ કરવા. - રૂ. 75 + જીએસટી

ચેક બુકની રિક્વેસ્ટ સ્લિપને પિક-અપ કરવી  - રૂ. 75 + જી.એસ.ટી.

બિન-નાણાકીય સેવાઓ માટેની ફી

ટર્મ ડિપોઝિટ સલાહ અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ (બચત બેંક ખાતું) - મફત

કરંટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (નકલ) - 100 + જીએસટી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news