અમેરિકામાં સત્તા પરિવર્તનથી ભારતીય શેર માર્કેટ ઝૂમી ઉઠ્યું, Sensex પહેલીવાર 50 હજારને પાર
મંગળવારે ડાડ અને એસએન્ડપી નવા શિખર પર બંધ થયો હતો. તેની અસર બુધવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. આજે બજારની શરૂઆત શાનદાર બઢત સાથે થઇ હતી. સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડબ્રેક ઉંચા પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય અને જો બાઇડેનની તાજપોશી પર અમેરિકન શેરબજારમાં ગરમાવો જોઇવા મળ્યો હતો. મંગળવારે ડાડ અને એસએન્ડપી નવા શિખર પર બંધ થયો હતો. તેની અસર બુધવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. આજે બજારની શરૂઆત શાનદાર બઢત સાથે થઇ હતી. સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડબ્રેક ઉંચા પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
પહેલીવાર સેંન્સેક્સ 50 હજારને પાર પહોંચવમાં સફળ રહ્યો હતો. સેંન્સેક્સએ 6 વર્ષ 8 મહિના 5 દિવસમાં 25 હજારથી 50 સુધીની સફર પાર પાડી છે. હાલ સેંન્સેક્સ 275 પોઇન્ટની તેજી સાથે 50,065.64 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 78.50 પોઇન્ટની તેજી સાથે 14720 ની ઉપર જોવા મળ્યો હતો.
અમેરિકામાં નવી સરકાર પાસેથી નવી રાહતોની આશામાં વૈશ્વિક બજારમાં તેજી રહી. ગુરૂવારે માર્કેટ ખુલતાં ઐતિહાસિક સપાટી વટાવી દીધી હતી. કારોબારમાં અંતમાં બુધવારે સેંન્સેક્સ 393.83 પોઇન્ટની તેજી સાથે 49,792.12 પર બંધ થયું હતું. આ પ્રકારે નિફ્ટી 123 પોઇન્ટની તેજી સાથે 14,644.70 પર બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે