Daughter Marriage Investment Plan: કોઈ પણ માતાપિતા માટે પુત્રીના લગ્ન કરવા એ કોઈ ઉપલબ્ધિથી જરાય કમ નથી. ખાસ કરીને ભારતીય સમાજમાં લગ્ન સમારોહના આયોજન અનેકવાર લિમિટ પાર કરી જાય છે. પુત્રીના લગ્ન માટે માતા પિતા બાળપણથી જ પ્લાનિંગ કરવા માંડે છે. કોઈ પુત્રીના લગ્ન માટે પ્લોટ ખરીદે છે તો કોઈ નવી સ્કીમમાં પૈસા રોકાણ કરે છે. લોકો શરૂઆતથી જ બેન્ક બેલેન્સ બનાવી લે છે જેથી કરીને કોઈ પણ પ્રકારની ભવિષ્યમાં મુશ્કેલી ન પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીના લગ્ન માટે રોકાણ
આમ તો દીકરીઓના લગ્ન માટે સરકાર અને પ્રાઈવેટ અનેક યોજનાઓ છે. પરંતુ અહીં એક એવી યોજનાની ચર્ચા કરીએ છીએ જેમાં રોકાણ પર સારું રિટર્ન તો મળે જ છે પરંતુ તે  પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. સૌથી સારી વાત એ છે કે તેમા રોકાણ(Daughter Marriage Investment Plan) પણ ખુબ ઓછું કરવાનું રહે છે. 


મોદી સરકારે બેરોજગારોને આપ્યા 16 કરોડ રૂપિયા, તમે પણ ઉઠાવી શકો છો આ યોજનાનો લાભ


LIC કન્યાદાન પોલીસી
પુત્રીના લગ્ન માટે ભારતીય જીવન વિમા નિગમ એક સારી સ્કિમ લઈને આવી છે. જેનું નામ છે LIC કન્યાદાન પોલીસી. આ પોલીસી લીધા બાદ તમે પુત્રીના લગ્નની ચિંતામાંથી મુક્ત થઈ શકો છો. પોલીસીના નામથી જ સ્પષ્ટ થાય છે કે તેને ખાસ કરીને પુત્રીના લગ્ન માટે તૈયાર કરવામાં આવી છે. 


રોજ કરો 121 રૂપિયાનું રોકાણ
એલઆઈસી કન્યાદાન પોલીસીમાં તમારે રોજ માત્ર 121 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. એટલે કે દર મહિને લગભગ 3600 રૂપિયા પ્રીમીયમ ભરવું પડશે. રોજના 121 રૂપિયા રોકાણ કરીને તમને આ પોલીસીથી 25 વર્ષ બાદ 27 લાખ રૂપિયા મળશે. નિશ્ચિતપણે 27 લાખ રૂપિયાની રકમ તમારી પુત્રીના લગ્નની ચિંતાથી તમને મુક્તિ અપાવી શકે છે. 


રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, 15 દિવસમાં ફરીથી વધ્યા ભાવ


કન્યાદાન પોલીસીના ફાયદા
એલઆઈસી કન્યાદાન પોલીસીમાં તમે 121 રૂપિયા રોજના રોકાણ કરતા પણ ઓછા પૈસાનું રોકાણ કરી શકો છો. પરંતુ રિટર્નમાં મળનારી રકમ પણ પછી તે પ્રમાણે મળશે. એલઆઈસી કન્યાદાન પોલીસીની એક વધુ વિશેષતા એ છે કે આ પ્લાનમાં ડેથ બેનેફિટ પણ સામેલ છે. પોલીસી લીધા બાદ જો પોલીસી હોલ્ડરનું કોઈ કારણસર મૃત્યુ થઈ જાય તો બાકી બચેલા પ્રીમિયમની ચૂકવણી પરિવારના અન્ય સભ્યએ કરવી પડશે નહીં. 


શું 1 જાન્યુઆરી બાદ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે? ખાસ જાણો જવાબ...નહીં તો ભરપેટ પસ્તાશો


કોણ લઈ શકે છે આ પોલીસી
જો તમે તમારી પુત્રી માટે આ પોલીસી લેવા માંગતા હોવ તો તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની  હોવી જોઈએ. પુત્રીની ઉંમર ઓછામાં ઓછી એક વર્ષ હોવી જરૂરી છે. આ પોલીસી આમ તો 25 વર્ષ માટે છે પરંતુ પ્રીમીયમ ફક્ત 22 વર્ષ માટે જ આપવાનું હોય છે. બાકીના 3 વર્ષ માટે પ્રીમીયમ ભરવું પડતું નથી. પુત્રીની ઉંમરના હિસાબે આ પોલીસીની સમયમર્યાદા(Tenure) ઘટાડી પણ શકાય છે. 


13 વર્ષ માટે પણ લઈ શકાય છે પોલીસી
એલઆઈસી કન્યાદાન પોલીસી 25 વર્ષની જગ્યાએ 13 વર્ષ માટે પણ  લઈ શકાય છે. તેના પૈસાનો ઉપયોગ લગ્ન ઉપરાંત પુત્રીના અભ્યાસ માટે પણ થઈ શકે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube