શું 1 જાન્યુઆરી બાદ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે? ખાસ જાણો જવાબ...નહીં તો ભરપેટ પસ્તાશો

લોકોના મનમાં કેટલાક એવા પ્રશ્નો છે જેવા કે શું આવતા વર્ષથી UPI પેમેન્ટ્સ કે તેના એપ્લિકેશનથી પેમેન્ટસ કરવાથી શું અલગથી ચાર્જ આપવો પડશે ? UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે તો કેટલો લાગશે ? આવા અનેક સવાલો તમારા મનમાં થતા હશે. આ તમામ મહત્વના સવાલોના જવાબ આ અહેવાલમાં મળી જશે.

શું 1 જાન્યુઆરી બાદ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે? ખાસ જાણો જવાબ...નહીં તો ભરપેટ પસ્તાશો

રાહુલ પિઠડીયા, અમદાવાદ: ભારતમાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ્સ (Digital Payment) દિવસેને દિવસે લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં પણ કોરોના કાળ  (Corona Virus) માં તેનો ક્રેઝ ઘણો વધ્યો છે. લોકો UPI પેમેન્ટ્સ (UPI Payments) એટલે પસંદ કરે છે કારણ કે તે ખુબ ઝડપી છે. આનાથી લોકોના પૈસા અને સમયની બચત થાય છે. પરંતુ લોકોના મનમાં કેટલાક એવા પ્રશ્નો છે જેવા કે શું આવતા વર્ષથી UPI પેમેન્ટ્સ કે તેના એપ્લિકેશનથી પેમેન્ટસ કરવાથી શું અલગથી ચાર્જ આપવો પડશે ? UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે તો કેટલો લાગશે ? આવા અનેક સવાલો તમારા મનમાં થતા હશે. આ તમામ મહત્વના સવાલોના જવાબ આ અહેવાલમાં મળી જશે.

શું છે આ UPI પેમેન્ટ્સ ?
UPIનું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ UPI પેમેન્ટ સિસ્ટમ વિક્સાવી છે. ડિજિટલ પેમેન્ટ્સનો ફાયદો એ છે કે આપણે લોકોના સંપર્કમાં આવ્યા વગર માત્ર મોબાઈલથી બીજી વ્યક્તિને બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકીએ. તેમજ કોઈ પણ વ્યક્તિ દેશના ગમે તે વિસ્તારથી બેન્કમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. રૂપિયા ટ્રાન્સફર કરવા માટે અનેક એપ્લિકેશન છે જેવા કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ. આ તમામ એપ્લિકેશન એક બેન્કમાંથી બીજા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે UPIનો ઉપયોગ કરે છે.

શું 1 જાન્યુઆરીથી UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે ?
છેલ્લાં કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા છે કે 1 જાન્યુઆરીથી UPI પેમેન્ટ્સ પર ચાર્જ આપવો પડશે. જો કે આ સમાચાર તદ્દન ખોટા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ આ વાતનું ખંડન કર્યું છે. સરકારના સૂચના વિભાગ એટલે કે PIBએ પણ આ સમાચારને એક અફવા ગણાવી છે. કેટલાક લોકોએ તો ગૂગલ પેના ટ્વીટર એકાઉન્ટમાં આ અંગે સવાલ કર્યો હતો. જેના પર ગૂગલ પેએ જણાવ્યું કે મની ટ્રાન્સફરનો ચાર્જ માત્ર US સંબંધિત છે. ભારતમાં ચાલી રહેલા ગૂગલ પે અથવા ગૂગલ પે ફોર બિઝનેસ એપ્લિકેશનને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી. તો આ વાત થઈ UPI સાથે જોડાયેલી એપ્લિકેશનની. પરંતુ હજુ તમને પ્રશ્ન થતો હશે કે શું બેન્ક આ પ્રકારના કોઈ ચાર્જ લગાવશે. આવો જાણીએ.

બેન્ક ચાર્જીસ
બેંકો પરથી મોરેટોરિયમ ઉઠાવી લીધા બાદ બેંકોએ ધીરે ધીરે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું શરૂ કર્યું છે. કેટલાક કિસ્સાઓમાં તો આ ચાર્જીસ વધારી દેવામાં આવ્યા છે. જુલાઈ 2020માં 2.9 લાખ કરોડના UPI ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયા હતા. જ્યારે ગત વર્ષે 1.46 લાખ કરોડ UPI ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયા હતા. બેંક ટુ બેંક રૂપિયા ટ્રાન્સફર કરવા માટે UPI અથવા પેમેન્ટ્સ એપ્લિકેશન દ્વારા મહિનામાં 20થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને કોટક મહિંદ્રા બેંક ચાર્જ લગાવે છે. ICICI બેંક, એક્સિસ બેંક અને કોટક મહિંદ્રા બેંક 1000થી વધુના રૂપિયા ટ્રાન્સફર કરવા પર 2.50 રૂપિયા ચાર્જ લગાવે છે. 1000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેકશન પર આ બેંકો 5 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવે છે. 

તેજ રીતે HDFC બેન્ક 1000 રૂપિયાના ટ્રાન્ઝેકશન પર 2.75 રૂપિયા ચાર્જ લગાવે છે. જ્યારે 1000થી વધુના ટ્રાન્ઝેકશન પર 5 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવે છે. મહત્વની વાત એ છે કે આ ચાર્જ ત્યારે જ લાગશે જ્યારે તમે એક મહિનામાં 20થી વધુ ટ્રાન્ઝેકશન કર્યા હશે. જો મહિનામાં કોઈ વ્યક્તિએ 20થી ઓછા ટ્રાન્ઝેકશન કર્યા હશે તો તેને એક પણ રૂપિયાનો ચાર્જ નહીં આપવો પડે. 

આ બેંકો પર 18 ટકા GST પણ લાગેલો છે. આ બેંક ચાર્જીસ પહેલા પણ લાગૂ હતા. બસ ફરક એટલો જ હતો કે 50થી વધુ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગતો. જ્યારે હવે 20થી વધુ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગે છે. ખાસ વાત એ છે કે આ તમામ બેંકોએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને જાણ કર્યા વગર ફ્રી ટ્રાન્ઝેકશનની લિમીટ નક્કી કરી છે. બેંકોએ જણાવ્યું કે વધુ પડતા ટ્રાન્ઝેકશનને રોકવા અને સિસ્ટમ પર લોડ ન આ તે માટે આ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. આ તમામ ચાર્જીસ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસ (CBDT)એ આદેશ આપ્યો છે કે કલમ 269SU અંતર્ગત જે કોઈ બેંક ધારકો પાસેથી 1 જાન્યુઆરી, 2020 બાદ આ પ્રકારના ચાર્જ વસુલવામાં આવ્યા હોય, તેમને પરત કરી દેવામાં આવે. તેમજ આગણ પણ કોઈ પ્રકારના ચાર્જીસ ન લેવામાં આવે તેવો આદેશ આપ્યો છે.

ખાસ નોંધ: ZEE 24 કલાક પર 5મી ડિસેમ્બરે અમે સ્ટોરી પબ્લિશ કરેલી હતી, '1 જાન્યુઆરીથી મોંધું થશે UPI વડે ટ્રાંજેક્શન, આપવો પડશે Extra Charge'. આ સ્ટોરીને ઇન્ડિપેન્ડેન્ટ ફેક્ટ-ચેકર ફેક્ટ ક્રેસેન્ડો એ ચેક કરતાં આ સમાચાર ખોટા જણાવાયા હતા. જે બાદ અમે એ સ્ટોરીને હટાવીને આ અપડેટેડ સ્ટોરી કરી સાચા સમાચાર આપવાનો પ્રસાસ કરેલો છે. ZEE 24 કલાક સાચા અને સ્પષ્ટ સમાચાર આપવા માટે કટિબદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news