નવી દિલ્હી: જો તમે એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડો છો તો તમારે આરબીઆઇના 3 થી 7 દિવસના નિયમને જરૂર જાણવો જોઇએ. આ નિયમ ઓનલાઇન બેકિંગ ફ્રોડ અથવા અનધિકૃત ટ્રાંજેક્શનને લઇને બનાવવામાં આવ્યો છે. ભારતીય રીઝર્વ બેન્કે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સના હિતોની રક્ષા માટે 6 જુલાઇ, 2017ના આ સંબંધમાં એક સરક્યુલર જાહેર કર્યું હતું. સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે એકાઉન્ટ વડે અનાધિકૃત ટ્રાંજેક્શન અથવા ફ્રોડ થતાં કસ્ટરને શું કરવું જોઇએ, જેથી તેનું નુકસાન ન થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 દિવસમાં બે ફ્રોડની જાણકારી
રિઝર્વ બેન્કના સરક્યુલર અનુસારના અનુસાર, જો તમારા બેન્ક એકાઉન્ટ વડે અનાધિકૃત ટ્રાંજેક્શન અથવા ફ્રોડ થયું છે તો બેન્કને કોઇપણ માધ્યમથી ત્રણ દિવસમાં સૂચના આપી દો. બેન્કને તેના વિશે જાણકારી આપવી અનિવાર્ય છે. જો તમે આમ કરો છો તો આ મામલે તમારી જીરો લાયબિલિટી હશે. જો અનાધિકૃત ટ્રાંજેક્શન અથવા ફ્રોડ તમારી ભૂલ અથવા બેદરકારીના થઇ નથી તો બેન્ક તમારા નુકસાનની ભરપાઇ કરશે. 

1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે


3 દિવસ બાદ જાણકારી આપવાનો શું છે નિયમ?
જો તમારા એકાઉન્ટમાં અનાધિકૃત ટ્રાંજેક્શન અથવા ફ્રોડ થયું છે અને તમારી બેન્કને 4 થી 7 દિવસ વચ્ચે જાણકારી આપી તો આ મામલે તમારી લિમિટેડ લાયબિલિટી હશે. એટલે કે તમારે અનાધિકૃત ટ્રાંજેક્શનની વેલ્યૂનો એક ભાગ વહન કરવો પડશે. 


કેટલી હશે લાયબિલિટી?
જો બેન્ક એકાઉન્ટ બેસિક સેવિંગ બેકિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે તો તમારી લાયબિલિટી 5000 રૂપિયા હશે. એટલે કે જો તમારા બેન્ક એકાઉન્ટમાંથી 10,000 રૂપિયાનું અનાધિકૃત ટ્રાંજેક્શન થયું છે તો તમને બેન્કમાંથી 5000 રૂપિયા પરત મળશે. બાકી 5000 રૂપિયાનું નુકસાન તમારે વેઠવું પડશે. 


સેવિંગ એકાઉન્ટ પર કેટલી લાયબિલિટી?
જો તમારું સેવિંગ એકાઉન્ટ છે અને તમારા એકાઉન્ટમાંથી અનાધિકૃત ટ્રાંજેક્શન થયું છે તો તમારી લાયબિલિટી 10000 રૂપિયા હશે. એટલે કે જો તમારા એકાઉન્ટમાંથી 20,000 રૂપિયાનું અનાધિકૃત ટ્રાંજેક્શન થયું છે તો બેન્કમાંથી તમારા 10,000 રૂપિયા જ પરત મળશે. બાકી 10,000 રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. 


કરંટ એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ કેટલી લાયબિલિટી?
જો તમારા એકાઉન્ટ અથવા 5 લાખ રૂપિયાથી વધુ લિમિટના ક્રેડિટ કાર્ડ વડે અનાધિકૃત ટ્રાંજેક્શન થાય છે તો એવા મામલે તમારી લાયબિલિટી 25,000 રૂપિયા હશે. એટલે કે તમારા એકાઉન્ટમાંથી 50,000 રૂપિયાનું અનાધિકૃત ટ્રાંજેક્શન થયું છે તો બેન્ક તમને 25,000 રૂપિયા જ આપશે. બાકી 25,000 રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. 


7 દિવસ બાદ બેન્કને જાણકારી આપી તો શું થશે?
જો તમે તમારા એકાઉન્ટમાંથી અનધિકૃત ટ્રાંજેક્શનની જાણકારી બેન્કમાંથી જાણકારી મળતાં 7 દિવસ પછી જ આ બેન્કના બોર્ડ પર આવે છે આ મામલે તે તમારી લાયબિલિટી કેવી રીતે નક્કી કરે છે. જો બેન્ક ઇચ્છે તો આવા મામલે તમારી લાયબિલિટીને માફ પણ કરી શકે છે.   


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube