1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે

નવા વર્ષમાં દુલ્હન બનનાર છોકરીઓ માટે સમાચાર છે. દુલ્હનને સરકાર દ્વારા 10 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ સ્કીમ 1 જાન્યુઆરી 2020થી લાગૂ થવા લઇ રહી છે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેટલી શરતો રાખવામાં આવી છે.

1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે

નવી દિલ્હી: નવા વર્ષમાં દુલ્હન બનનાર છોકરીઓ માટે સમાચાર છે. દુલ્હનને સરકાર દ્વારા 10 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ સ્કીમ 1 જાન્યુઆરી 2020થી લાગૂ થવા લઇ રહી છે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેટલી શરતો રાખવામાં આવી છે.

જોકે આસામ સરકાર 1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું ભેટ આપશે. આસામની ભાજપ સરકારે આ યોજનાની જાહેરાત ગત મહિને કરી હતી. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલેએ આ યોજનાનું નામ 'અરૂંધતિ સ્વર્ણ યોજના' આપી છે.

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે શરત આ પ્રકારે છે. દુલ્હનના પરિજનોને લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવાનું હશે. દુલ્હન ઓછામાં ઓછું 10મું ધોરણ ભણેલી હોવી જોઇએ.  

આ ઉપરાંત દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. અરૂંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલાં લગ્ન પર જ મળશે. એટલે બીજા લગ્ન કરતાં આ યોજનાનો લાભ નહી મળે. 

કેવી રીતે મળશે સોનું
દુલ્હનને 10 ગ્રામના દાગીના નહી મળશે, એટલે ભેટમાં સોનું ફિજિકલ ફોર્મમાં આપવામાં નહી આવે. લગ્નના રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ 30,000 રૂપિયા દુલ્હનના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. 

ત્યારબાદ દુલ્હનના પરિજનો દ્વારા ખરીદવામાં આવેલા 30 હજાર રૂપિયાના દાગીના બિલ સબમિટ કરાવવા પડશે. જોકે સરકારનો ઉદ્દેશ્ય છે કે આ પૈસાનો ઉપયોગ બીજા કોઇ કામમાં ન કરવામાં આવે. 

લાભ ઉઠાવવા માટે લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજિસ્ટ્રેશન કરવાનું હશે. સાથે જ છોકરીના લગ્ન થઇ રહ્યા છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઇએ. સરકારને આશા છે કે યોજના ગરીબ પરીવારોને સરકારની એક નિશાનીએ તરીકે ઓળખાવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news