ઝી મીડિયા/બ્યૂરો :દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ લોકડાઉનની વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગયા છે. નવો ભાવ 10 મેથી લાગુ થશે. SBI એ સતત 12મી વાર એમસીઆરએલમાં ઘટાડો કર્યો છે. તો ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એપ્રિલમાં SBI એ વ્યાજ દરોમાં 0.35 ટકા ઘટાડો કર્યો હતો. 


અમદાવાદની 8 ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર, તો કેટલીક હોસ્પિટલોએ AMC સામે મૂકી શરતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EMI માં ઘટાડો થશે
SBI એ હોમ-ઓટો-પર્સનલ લોનને લઈને આ મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એમસીઆરએલ પર આધારિત લોન પર EMI ઘટી જશે. ઉલ્લેખનીય છે કે, RBI એ કોરોના વાયરસની વચ્ચે અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે રેપો રેટમાં 75 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. SBI એ આ ઘટાડા બાદ હોમ લોન એકાઉન્ટ (linked to MCLR) ની EMI ઓછી થઈ જશે. 30 વર્ષ માટે 25 લાખ રૂપિયાના લોન પર દર મહિને અંદાજે 255 રૂપિયા બચી જશે. 


આ મહિલા દરેક બોલિવુડ પાર્ટીમાં પહોંચી જાય છે, દરેક સ્ટાર્સ સાથે છે ખાસ કનેક્શન   


સિનીયર સિટીઝન માટે લોન્ચ કરી પ્રોડક્ટ
SBI એ પોતાના સિનીયર સિટીઝન ગ્રાહકો માટે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. રિટેલ ટર્મ ડિપોઝીટ સેગમેન્ટમાં SBI Wecare Deposit પ્રોડક્ટ લોન્ચ કરાઈ છે. તેમાં સિનીયર સિટીઝન્સને 5 કે તેનાથી ઉપરના રિટેલ ટર્મ ડિપોઝીટ પર 0.30 ટકા વ્યાજ મળશે. આ સ્કીમ 30 સપ્ટેમ્બર 2020 સુધી રાખવામાં આવી છે. 


કોરોનાની આગમાં સ્વાહા થઈ વધુ એક કંપની, સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવાની કરી જાહેરાત


સિનીયર સિટીઝન માટે વ્યાજદર


  • 5 વર્ષથી ઓછા રિટેલ ટર્મ ડિપોઝીટ પર 0.50 ટકા વ્યાજ મળશે

  • 5 વર્ષથી વધુ રિટેલ ટર્મ ડિપોઝીટ પર 0.80 ટકા વ્યાજ મળશે

  • નવા પ્રોડક્ટમાં 30 બીપીએસ એકસ્ટ્રા પ્રીમિયમ મળી રહ્યું છે

  • જોકે, આ પ્રીમિયમ તે કેસમાં લાગુ નહિ થાય, જેમાં સમય પહેલા ડિપોઝીટ તોડી લેવામાં આવશે 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર