આ મહિલા દરેક બોલિવુડ પાર્ટીમાં પહોંચી જાય છે, દરેક સ્ટાર્સ સાથે છે ખાસ કનેક્શન

આ મહિલા દરેક બોલિવુડ પાર્ટીમાં પહોંચી જાય છે, દરેક સ્ટાર્સ સાથે છે ખાસ કનેક્શન

ઝી મીડિયા/બ્યૂરો છપેજ થ્રી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવાના પ્રયાસમાં શોખીન લોકો હંમેશા એક નામ સાંભળીને ચોંકી જાય છે. જે મુંબઈમાં દરેક પાર્ટીમાં સામેલ રહે છે. કરણ જોહર, શાહરૂખ ખાન, મલાઈકા અરોરા, રણબીર કપૂર, કેટરીના કૈફ જેવા સેલિબ્રિટી તેની સાથે જોવામ મળે છે અને તેના વિશે ટ્વિટ પણ કરે છે. તે પોતાના બર્થડે ખુદ નથી ઉજવતી, પરંતુ શાહરૂખ ખાન કે કરણ જોહર તેનો બર્થડે ઉજવે છે અને આખી ઈન્ડસ્ટ્રીઝને બોલાવે છે. જાણો કોણ છે એ....

કાજલ આનંદ. શરીરથી જાડીપાડી એવી કાજલે ન તો કોઈ ફિલ્મમાં કામ કર્યું છે, ન તો તેઓ કોઈ નિર્માતા કે નિર્દેશક છે. પછી એવું શું છે કે કરણ જોહર તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ કહે છે. 

ફેમસ લોયર કાજલ આનંદ છે
શું તમને સંજય દત્તનો કેસ યાદ છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તના કેસની પેરવી કયા વકીલે કરી હતી. કાજલ આનંદે તે કરી હતી. કાજલ આનંદ તે સમયે મુંબઈની યુવા વકીલ હતી. તે દિવસો મોડલ રિયા પિલ્લઈનું સંજયની સાથે અફેર ચાલી રહ્યું હતુ. સંજય અને રિયાના લગ્નમાં કાજલે મોટી ભૂમિકા ભજવી હતી. 

લો છોડીને કાજલે પોતાના મિત્રો યશ અને તેમની પત્ની અવંતિ બિરલા સાથે ડિઝાઈનર સ્ટોર યંત્રા શરૂ કર્યો. જોકે, કાજલને પોતાને ક્યારેય ડિઝાઈનર કપડા પહેરવાનો શોખ નથી. પણ તે પોતાના કરિયરથી એટલા કંટાળી ગયા હતા કે, તેઓએ એવા કામ કર્યા જે તેઓએ પહેલા ક્યારેય પણ કર્યા ન હતા. 

લોકો તેઓને પુટલુ કહે છે 
કાજલ આનંદના સેલિબ્રિટી મિત્રો તેઓને પુટલુ બોલાવે છે. તેઓ કરણ જૌહર, ગૌરી ખાન, શાહરૂખ ખાન, ફરહા ખાન, નીતુ સિંહ, શ્રીદેવી, મનીષ મલ્હોત્રાની સારી મિત્ર છે. કાજલ ઉર્ફે પુટલુનુ માનવુ છે કે, તેઓ પોતાના મિત્રોની બધી વાત સાંભળે છે.  ઈમાનદારીથી પોતાનો મત મૂકે છે અને સૌને બહુ જ પ્રેમ કરે છે. 

કરણની ફેવરિટ છે 
કરણ આમ તો સમગ્ર ઈન્ડસ્ટ્રીઝના ફેવરિટ છે. તેઓને જ્યારે પણ કોઈ સલાહ લેવાની જરૂર પડે છે, તો તેઓ બે મિત્રો પાસે જ જાય છે. એક તો શાહરૂખ ખાન અને બીજો પુટલુ. પુટલુ તો જાણે તેના ઘરના મેમ્બર જ છે. કરણ જેટલા સ્ટાઈલ કોન્શિયસ છે, પુટલુ એકદમ ઉલટા છે. તેઓએ ક્યારેય વજન ઘટાડવાનું વિચાર્યું નથી. પોતાના ગ્લેમરસ મિત્રોની વચ્ચે રહેવા માટે ક્યારેય પોતાના વજન વિશે વિચારતા નથી. 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જ્યાં માનવામાં આવે છે કે, લોકો સેલ્ફ સેન્ટર્ડ હોય છે. ગ્લેમર સ્ટક હોય છે. જ્યાં કાજલ આનંદ હોવુ મોટી વાત છે. કાજલ હંમેશા બોલિવુડની પાર્ટીમાં નજર આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news