નવી દિલ્લીઃ જર્મનીની પ્રખ્યાત લક્ઝરી કાર બનાવતી કંપની Audiએ પોતાની Audi E-tron અને Audi Etron Sportback કાર્સને ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારની શરૂઆતી કિંમત 99.99 લાખ રૂપિયા રાખી છે. ઓડી ઈન્ડિયાએ Mercedes-Benz EQC અને Jaguar I-Pace જેવી કંપનીઓને ટક્કર આપવા 2 ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી છે. આ બંને કાર કરતા વધુ પાવરફુલ E-Tron 55 અને E-Tron Sportbaqck 55ની કિંમત 1.16 કરોડ અને 1.17 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC તરફથી પ્રવાસની શાનદાર ઓફર! VIP સુવિધા સાથે રહેવાનું અને ખાવાનું ફ્રીમાં

બુકિંગ ચાલુ-
E-tron અને Audi Etron Sportback બંને કારનું બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. આ કારોને ખરીદવા માટે ગ્રાહકો ઓડી ડીલરશીપ અને ઓડીની વેબસાઈટ પર 5 લાખ રૂપિયા આપી બુકિંગ કરાવી શકે છે. ઈલેક્ટ્રીક વ્હીકલ્સ ક્ષેત્રે ઓડીની એન્ટ્રી દેશના પર્સનલ મોબિલિટી ક્ષેત્રમાં બેટરીથી ચાલતા અભિયાનને વધુ ઝડપી બનાવે તેવી સંભાવના છે.


 


ચાર્જર ફ્રીમાં મળશે-
ઓડી ઈન્ડિયાએ હાલમાં કહ્યું હતું કે આ વર્ષે SUV ખરીદતા ગ્રાહકોને 2 ચાર્જર-એક 11 કિલોવોટનું કંપેક્ટ ચાર્જર અને એક એક્સ્ટ્રા વોલ બોક્સ એસી ચાર્જર ભેટ તરીકે આપવામાં આવશે, જેથી ગ્રાહક પોતાની પસંદના સ્થળ પર તેને લગાવી શકશે. આ સિવાય ઓડી ઈન્ડિયાના પ્રમુખ ડીલરશિપ ચરણબદ્ધ રીતે 50 કિલોવોટ ડીસી ચાર્જરથી સજ્જ હશે. કાર નિર્માતાએ વધુમાં કહ્યું છે કે શરૂઆતી ગ્રાહક ચાર્જિંગ સુવિધાવાળા કોઈ પણ ઓડી ઈન્ડિયા ડીલરશિપ પર 2021ના અંત સુધી ફ્રીમાં ચાર્જિંગનો લાભ લઈ શકશે.


વેચાણ બાદ પોસ્ટ સેલ્સ નેટવર્ક આપતી જર્મન કંપની બેટરીથી ચાલતા વાહનની વિવિધ જરૂરિયાતોને પૂરા કરવા માટે ઘણું મજબુત છે. કંપની અનેક સર્વિસ પેકેજ સાથે વોરન્ટી પણ આપે છે. કંપનીની એક બાયબેક યોજના પણ છે. જે મુજબ જો ખરીદની તારીખથી 12 મહિનાની અંદર ગ્રાહક કાર પરત મોકલી આપે છે, તો તેને ઈવીની 60 ટકા રકમ પરત આપી દેવામાં આવશે. જો 24 મહિનાની અંદર કાર પરત કરે છે તો તેને 55 ટકા રકમ પરત મળશે અને 36 મહિનામાં કાર પરત કરે છે તો 50 ટકા રકમ તેને પરત આપી દેવામાં આવશે. ઓડી ઈન્ડિયાના પ્રમુખ બલબીર સિંહ ધિલ્લોને કહ્યું છે કે Audi E-tron 50 અને Audi Etron 55 અને E-tron Sportback 55 લક્ઝરી, ઝીરો એમીશન, પર્ફોર્મેન્સ અને રોજબરોજની ઉપયોગિતા માટે શ્રેષ્ઠ કાર છે. 3 કાર લોન્ચ સાથે અમારી પાસે નાની પરંતુ વધતી લક્ઝરી SUV સ્પેસમાં દરેક પ્રકારની ઈવી ગ્રાહક માટે બનાવવામાં આવી છે.


Whatsapp પર કોણ ચોરીછૂપેથી જોઈ રહ્યું છે તમારો DP? જાણવા માટે અપનાવો આ ટ્રીક


લુક અને ડિઝાઈન-
ઓડીની બંને ઈલેક્ટ્રીક કાર તેમના એક્સટીરિયર બોડી સ્ટાઈલ એકબીજાથી અલગ કરે છે. ઓડી ઈ-ટ્રોનમાં એક પારંપરિક SUV લુક જોવા મળે છે, જ્યારે ઈ-ટ્રોન સ્પોર્ટબેક SUVમાં મસ્ક્યુલર લુક આપવામાં આવ્યો છે. સાથે જ આ કારમાં કૂપ-સ્ટાઈલની રૂફલાઈન આપવામાં આવી છે. ઓડી પોતાની ઈલેક્ટ્રીક કાર અને ડિઝાઈન મામલે સાવ અલગ રીતે પ્રયોગ નથી કરતી અને કાર કંપનીએ આ નવી ઈવીમાં પણ લોકપ્રિય SUV મોડલની જેવા બોડી લુક્સ રાખવાનો પ્રયાસ કર્યો છે. કારના ફ્રંટમાં એક મોટી સિલ્વર ગ્રિલ આપવામાં આવી છે. જ્યારે મેટ્રિક્સ LED હેટલેમ્પ સ્ટાન્ડર્ડ રીતે આપવામાં આવ્યા છે. વાહનોની બંને બાજુ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે અને એક બટન દબાવતાની સાથે જ કારનું ફ્લેપ ખુલી જાય છે.


ઓડી ઈ-ટ્રોનની સાઈઝ-
ઓડી ઈન્ડિયાની ભારતીય બજારમાં પહેલી ઈલેક્ટ્રીક SUV ઓડી ઈ-ટ્રોનની સાઈઝની વાત કરવામાં આવે તો કારની લંબાઈ 49.1mm હશે. ઓડી ઈ-ટ્રોન લંબાઈમાં Q5થી મોટી અને Q7થી નાની હશે. 


પાવર અને ટોપ સ્પીડ-
Audi E-tron 55 અને Audi Etron 55 Sportbackમાં પાવર માટે 95 કિલોવોટનું બેટરી પેક આપવામાં આવ્યું છે. જ્યારે ઓડી ઈ-ટ્રોન 50માં 71 કિલોવોટની બેટરીનું પેક આપવામાં આવ્યું છે. આ કાર 408HPનો પાવર અને 664NMનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ ઈવીનો વજન આશરે 2500 કિલો છે. આટલો વજન હોવા છતાં આ કાર માત્ર 5.7 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે તેવો કંપની દાવો કરે છે. આ SUV AWD(All Wheel Drive) સિસ્ટમથી સજ્જ છે. આને રીજનરેટિવ બ્રેકિંગ ટેક્નોલોજીથી ચાર્જ કરી શકાય છે.


ઓડી ઈ-ટ્રોન અને ઈ-ટ્રોન સ્પોર્ટબેકની રેન્જ અને બેટરી-
ઓડીનું કહેવું છે કે ઈ-ટ્રોન 55 અને ઈ-ટ્રોન સ્પોર્ટબેક 55ને એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ આ કાર 359 અને 484 કિલોમીટરની દૂરી નક્કી કરી શકે છે. જ્યારે ઈ-ટ્રોન 50ને ફુલ ચાર્જ કર્યા બાદ 264 અને 379 કિલોમીટરની દૂરી નક્કી કરી શકે છે. ઈ-ટ્રોન અને ઈ-ટ્રોન સ્પોર્ટબેકમાં 11 કિલોવોટ એસી હોમ ચાર્જરનો ઉપયોગ કરીને કારને 8.5 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. બંને ઈવી મોડલને 150 કિલોવોટ પોઈન્ટ સુધી ફાસ્ટ ચાર્જ કરી શકાય છે. 


શાનદાર ફીચર્સ-
કારના કેબિનના ઈન્ટીરિયર અનૈ ફીચર્સની વાત કરવામાં આવે તો આમાં ડિજિટલ મેટ્રિક્સ LED હેડ લાઈટ્સ, LED સ્ટ્રીપ સાથે રિયર LED લાઈટ્સ, સોફ્ટ ડોર ક્લોઝિંગ, 20 ઈંચના એલોય વ્હીલ્સ, પેનોરોમિક સનરૂફ, એડેપ્ટિવ વિન્ડશીલ્ડ વાઈપર જેવા ફીચર્સ મળે છે. આ સિવાય 10.1 ઈંચની સેન્ટ્રલ ઈન્ફોટેન્મેંટ સ્ક્રિન આપવામાં આવી છે. HVACનું સંચાલનને કંટ્રોલ કરવા માટે મેઈન યુનિટની નીચે 8.6 ઈંચની બીજી સ્ક્રિન મળે છે. આમાં ફોર-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, હેડઅપ ડિસ્પ્લે, એમ્બિયંટ લાઈટિંગ, 16 સ્પીકર્સ સાથે B&O સાઉન્ડ સિસ્ટમ અને એર ફ્રેગરેન્સ સાથે એર ક્વોલિટી પેકેજ સામેલ છે.


'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

Joker સાફ કરી નાખશે તમારું Bank Account! મોબાઈલમાં આ વાયરસ હશે તો ખાતામાં નહીં વધે એક કાણી પાઈ

ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube