નવી દિલ્હી : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) 20 ડિસેમ્બરના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મની કમાણીના પહેલા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. આ ફિલ્મમાં સલમાન સિવાય સોનાક્ષી સિંહા, ડિમ્પલ કાપડિયા, સઇ માંજરેકર, અરબાઝ ખાન તેમજ સુદીપ કિચ્ચા પણ મહત્વના રોલમાં છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન જોયા પછી લાગે છે કે લોકોને આ ફિલ્મ બહુ પસંદ પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બનાવ્યો


બોક્સ ઓફિસ ઇન્ડિયા પર આપવામાં આવેલ માહિતી પ્રમાણે આ ફિલ્મે આપનિંગદ ડેના દિવસે 30 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ બિલકુલ નબળી લાગતી અને એકસરખા પ્રવાહથી આગળ વધે છે. ફિલ્મના ગીતો તો રિલીઝ પહેલાં જ લોકપ્રિય થઈ ગયા છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વાર્તાની શરૂઆતમાં ચુલબુલ પાંડે એક લગ્નમાં લૂંટાયેલા સોનાના ઘરેણાં ગુંડાઓ પાસેથી પરત લઈ આવે છે. આ કેસને ઉકેલતા ચુલબુલનો સામનો ખૂંખાર માફિયા ડોન બાલી (કિચ્ચા સુદીપ) સાથે થાય છે. આ મુલાકાત પછી ચુલબુલને ભૂતકાળના પોતાના તમામ ઝખમ આવી જાય છે, જે હજુ ભરાયા નથી. બાલી જ તે નરાધમ છે જેણે ભૂતકાળમાં ચુલબુલ પાસેથી બધું છીનવી લીધું હતું. હવે જ્યારે બાલી ફરી એકવાર ચુલબુલની જિંદગીમાં તબાહી લાવવા માગે છે ત્યારે ચુલબુલ બરાબર લડત આપે છે. 


શ્રીદેવીના જીવન પર રિલીઝ થવા જઇ રહી છે બુક, લોન્ચ કરશે કરણ જોહર


ફિલ્મમાં પોલીસવાળાના રોલમાં સલમાને સરસ એક્ટિંગ કરી છે. તેણે ચુલબુલને ટિપિકલ રૂપથી ‘સલમાન ખાન’ અંદાજમાં ભજવ્યો છે. બાલીના રૂપમાં સુદીપનું કેરેક્ટર જેટલું દમદાર છે તેટલા જ સશક્ત અંદાજમાં તેણે તેને નિભાવ્યું છે. આ ખલનાયક પડદા પર ખૂબ જ ડેશિંગ લાગે છે. સોનાક્ષી સુંદર લાગે છે અને ન્યૂકમર એક્ટ્રેસ તરીકે સઈ પણ યોગ્ય પસંદગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક