Feroz Khan Birth Anniversary: જો આપણે 70-80ના દાયકામાં હિન્દી સિનેમાની વાત કરીએ તો તે જમાનાના સૌથી સ્ટાઇલિશ હીરોમાં ગણાતા ફિરોઝ ખાનનું (Feroz Khan ) નામ ચોક્કસપણે સામે આવે છે. 25 સપ્ટેમ્બર 1939ના રોજ બેંગ્લોરમાં જન્મેલા ફિરોઝ ખાનની (Feroz Khan) શાહી અંદાજ આજે પણ લોકોના હોઠ પર છે. તેમણે જે પણ કર્યું તે લોકો માટે એક ટ્રેન્ડ બની ગયું. એક ઉત્તમ અભિનેતા હોવા ઉપરાંત તેમણે નિર્માતા-નિર્દેશકની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી. બર્થડે સ્પેશિયલમાં અમે તમને ફિરોઝ ખાનના જીવનની કેટલીક વાતો રજૂ કરી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કોર્પિયોની એરબેગ ન ખૂલી અને પુત્રનું મોત, પિતાએ આનંદ મહિન્દ્રા સામે કર્યો કેસ
પતિએ પોતાની પત્નીના પ્રેમી સાથે કરાવ્યા લગ્ન,હમ દિલ દે ચૂકે સનમ જેવી સનમ જેવી સ્ટોરી
Vande Bharat માં હવે મળશે આવી સુવિધાઓ, જેને લઇને પેસેન્જર્સને હતી ફરિયાદ


પાર્ટીમાં પહેલી નજરનો પ્રેમ થયો
ફિરોઝ ખાન, જેઓ પોતાના અભિનયથી ફિલ્મોમાં જાન ફૂંકવામાં માહિર હતા તેમનું લગ્નજીવન ઉથલપાથલથી ભરેલું હતું. તેમણે એક બાળકની માતા સાથે લગ્ન કર્યા. ખરેખર અભિનય કારકિર્દી શરૂ કર્યા પછી, તેઓ સુંદરીને એક પાર્ટીમાં મળ્યા હતા. બંનેએ લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને 1965માં લગ્ન કરી લીધા. ફિરોઝ ખાન અને સુંદરીને બે બાળકો હતા, ફરદીન ખાન અને લૈલા ખાન.


Raghav Parineeti Marriage: લગ્ન બાદ સોશિયલ મીડિયા પર છવાયા રાઘવ અને પરિણીતિના આ ફોટા
Parineeti Raghav Wedding Pics: રાઘવનો હાથ પકડી મંડપ સુધી પહોંચી પરિણીતી ચોપડા, 7 તસવીરો કરી શેર


પરિણીત ફિરોઝ ફરી પ્રેમમાં પડ્યા
ફિરોઝના (Feroz Khan) જીવનમાં બીજી સુંદર સ્ત્રીનો પ્રવેશ થયો ત્યારે લગ્નના થોડાં જ વર્ષો થયાં હતાં. વાસ્તવમાં તેમની મુલાકાત એર હોસ્ટેસ જ્યોતિકા ધનરાજગીર સાથે થઈ હતી. ફિરોઝ જ્યોતિકાને જોતાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો. જ્યારે ફિરોઝની પત્ની સુંદરીને આ અફેરના સમાચાર મળ્યા તો તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી. આવી સ્થિતિમાં ફિરોઝ ખાને તેની પત્ની અને બાળકોને છોડી દીધા. આ પછી તે બેંગલુરુમાં જ્યોતિકા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.


બગડેલા સંબંધોથી ભારતીય છાત્રો પર શું થશે અસર, શું રિસ્ક લેવું જોઈએ કે નહીં?
આ તમારો બેડરૂમ નહીં મેટ્રો રેલવે છે, કપલ જાહેરમાં ચિપકીને કરવા લાગ્યું ગંદી હરકતો


આ સંબંધ 10 વર્ષ પછી તૂટી ગયો
ફિરોઝ ખાન (Feroz Khan)અને જ્યોતિકા લગભગ 10 વર્ષથી લિવ-ઈનમાં રહેતા હતા. જ્યોતિકા વારંવાર ફિરોઝ સાથે લગ્નની વાત કરતી હતી, પરંતુ દરેક વખતે તે તેની વાત ટાળતો હતો. આનાથી નારાજ થઈને જ્યોતિકાએ ફિરોઝ ખાન સાથેના સંબંધોનો અંત લાવી દીધો અને તે લંડન ચાલી ગઈ. વાસ્તવમાં એક ઈન્ટરવ્યુમાં ફિરોઝ ખાને કહ્યું હતું કે તે જ્યોતિકાને ઓળખતો પણ નથી.


Parineeti Raghav Wedding Photos: મહેંદીથી માંડીને લગ્ન સુધી પરી લાગી રહી છે પરિણીતિ ચોપડા, જુઓ લગ્નનો આલ્બમ
Parineeti-Raghav Wedding Photos: ચૂડો, મહેંદી અને સિંદૂર સાથે સામે આવી રાઘવ કી દુલ્હનિયાની પહેલી તસવીર


પત્નીએ 10 વર્ષ પછી લીધો 'બદલો'
તમને જાણીને નવાઈ લાગશે કે જ્યોતિકા સાથે બ્રેકઅપ થયા બાદ ફિરોઝ ખાન પોતાની પત્ની સુંદરી અને બાળકો પાસે પરત ફર્યા હતા. જોકે તેમની પત્નીએ તેમને માફ કર્યા ન હતા. ફિરોઝના વિશ્વાસઘાતને કારણે સુંદરીએ તેમને છૂટાછેડા આપી દીધા હતા. ફિરોઝ ખાનનું 27 એપ્રિલ 2009ના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું.


Types Of Dosa: આ 5 પ્રકારના ઢોસાને ખાશો તો પેટ ભરાશે પણ મન નહી, સ્વાદની સાથે મેંટેન રહેશે હેલ્થ
Vastu Plant: ઘરની બહાર લગાવેલો આ છોડ કરે છે સોનાના સિક્કાનો વરસાદ, ઉગાડતાં જ થશે ધનવર્ષા
2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube