મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કથિત સુસાઇડ બાદ તેમના રૂમમાં કુલ 5 લોકો હાજર હતા. તે પાંચમાંથી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની સાક્ષી ઝી ન્યૂઝે પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, સુશાંતે પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી, ત્યારબાદ દરવાજો ભારે મહેનત બાદ તૂટી શક્યો ન હતો. એટલા માટે સુશાંત સાથે તેમના ઘરમાં જ રહેનાર તેમના એક મિત્રએ ચાવીવાળા રફીકને બોલાવીને દરવાજાનું લોક તોડ્યું હતું. ત્યારબાદથી જ રફીક સુશાંત કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષી બની ચૂક્યો હતો. 


સારું કામ કરી રહી છે સીબીઆઇ
સુશાંત કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ (CBI) ની એક ટીમે પણ રફીક સાથે પૂછપરછ કરી હતી. ત્યારબાદ મીડિયામાં સૌથી પહેલાં ઝી ન્યૂઝે રફીકની સાક્ષીને રેકોર્ડ કર્યું. રફીકના અનુસાર સીબીઆઇએ પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા અને તેમણે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. રફીકના અનુસાર સીબીઆઇ સારું કામ કરી રહી છે જલદી જ આ કેસની તમામ સચ્ચાઇ સામે આવી જશે.

સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


દરવાજાનું લોક ખોલવા માટે મળ્યા 2000 રૂપિયા
રફીકે જણાવ્યું હતું કે 14 જૂન બાદ મારા જીવનમાં ખૂબ જલદી બદલાવ આવ્યો છે. હવે હું જવાબ આપી આપીને થાકી ગયો છું. 14 જૂનના દિવસને હું ક્યારેય ભૂલી શકીશ નહી તે દિવસે હું સુશાંતના ઘરનું લોક ખોલવા ગયો હતો. આ કામના મને 2000 રૂપિયા મળ્યા હતા. પરંતુ સુશાંતની ડેડ બોડી જોઇ તણાવમાં આવી ગયો હતો. વચ્ચે એટલો પરેશાન થઇ ગયો છું કે 15 દિવસ મેં  દુકાન બંધ રાખી હતી. 

'કાંટા લગા' ગર્લ Shefali Jariwala ની લેટેસ્ટ તસવીરો ઉડાવી રહી છે ફેન્સના હોશ


હું હજુ પણ વિચારી રહ્યો છું કે મેં લોક કેમ ખોલ્યું
સીબીઆઇને મે તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા, સુશાંતની ઘટના બાદ 2 દિવસ હું જમી ન શક્યો. હું અત્યારે પણ વિચારી રહ્યો છું કે મેં લોક કેમ ખોલ્યું. 1 મહિના બાદ સુશાંત જેવો જ એક કેસ આવ્યો. હું એટલો ડરી ગયો હતો અને વિચારી રહ્યો હતો કે દરવાજો ખોલું કે નહી? દરવાજો ખોલ્યો તો અંદર એક ઘરડો વ્યક્તિ સુતો હતો જેની તબિયત ખરાબ હતી. અમે તેની મદદ કરી અને જલદી હોસ્પિટલ મોકલ્યો અને તેનો જીવ બચાવ્યો. 


બચી શકતો હતો સુશાંતનો 'જીવ'
રફીકે ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે જો સુશાંતના મિત્ર મને થોડા જલદી બોલાવીને દરવાજાનું લોક ખોલાવતા તો કદાચ સુશાંતનો જીવ બચી શકતો હતો. લોક ખોલતાં સુશાંતનો જીવ બચી જાત અને મારા હાથે જીવનનું સૌથી સારું કામ હોત. પરંતુ જ્યાં સુધી હું પહોંચતો સુશાંતે દુનિયાને અલવિદા કરી દીધું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube