બિનકાયદેસર બાંધકામને કોર્પોરેટર દિલીપ બગરીયાનું સંરક્ષણ, અધિકારીઓને જોઇ લેવાની ધમકી આપી
ભાજપી કોર્પોરેટર દિલીપ બગરિયા ના ચોંકાવનારા વિડિઓ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વેજલપુર વોર્ડના ભાજપી કોર્પોરેટર દિલીપ બગરિયાના વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ખુલ્લેઆમ થઇ રહેલા બિનકાયદેસર બાંધકામને પોતાનું છત્ર આપી રહ્યાનું સ્પષ્ટ જણાઇ આવે છે. ગેરકાયદે બાંધકામ ને ખુલ્લેઆમ આપી રહ્યા છે સંરક્ષણ આપવા ઉપરાંત કાર્યવાહી કરવા માટે આવેલા અધિકારીઓની પણ ઝાટકણી કાઢી રહ્યા છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ:ભાજપી કોર્પોરેટર દિલીપ બગરિયા ના ચોંકાવનારા વિડિઓ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વેજલપુર વોર્ડના ભાજપી કોર્પોરેટર દિલીપ બગરિયાના વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ખુલ્લેઆમ થઇ રહેલા બિનકાયદેસર બાંધકામને પોતાનું છત્ર આપી રહ્યાનું સ્પષ્ટ જણાઇ આવે છે. ગેરકાયદે બાંધકામ ને ખુલ્લેઆમ આપી રહ્યા છે સંરક્ષણ આપવા ઉપરાંત કાર્યવાહી કરવા માટે આવેલા અધિકારીઓની પણ ઝાટકણી કાઢી રહ્યા છે.
ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા
વેજલપુરની સત્યનારાયણ સોસાયટીમાં બિનકાયદેસર બાંધકામ થઇ રહ્યું હોવાની કોર્પોરેશનને માહિતી મળી હતી. જેના આધારે નોટિસ બજાવવા ગયેલા amc કર્મચારીઓને સ્થાનિક કોર્પોરેટર દિલીપ બાગરિયાએ ધમકી આપી હતી. આટલે જ નહી અટકતા તેમણે નોટિસ પણ ફાડી નાંખી હતી. તમામને પરત ફરી જવા માટે જણાવ્યું હતું.
સુશાંતસિંહ રાજપુત વિવાદ વડોદરા પહોંચ્યો, કંગનાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર
વેજલપુર વોર્ડ ઇન્સપેક્ટર ચંદ્રકાન્ત ભાઈ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર કાંતુ પટેલ તથા તેમની સાથે રહેલા અન્ય કર્મચારીઓને જોઈ લેવાની પણ ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બંધાઇ રહેલા ગેરકાયદે બાંધકામને નોટિસ આપવા માટે વોર્ડ ઇન્સપેક્ટર સહિતનો સ્ટાફ ગયો હતો. જો કે કોર્પોરેટરે અહીંયા નોટિસ આપવા નહિ આવવાનું કહીને અધિકારીઓને હડધુત કર્યા હતા.
સુરત : 1 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતમાં અચાનક ડ્રગ ડીલરો ઉગી નિકળ્યાં?
હિંમત હોય તો એક ચોક્કસ વિસ્તાર નોટિસ આપવા જવાની હિંમત કરો તેમ પણ દિલીપ બાગરિયાએ જણાવ્યું હતું. દિલીપ બગરિયાએ લાજવાના બદલે ગાજ્યા હતા અને કહ્યું કે, "હું પોલિટિકલ માણસ છું, તમે તો નોકરિયાત છો, મારી સાથે પંગો લીધો છે તમને બધાને જોઇ લઇશ". તેવી ધમકી પણ ઉચ્ચારી હતી. જો કે આ અંગે ZEE 24 Kalak દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવતા તેમણે વોર્ડ ઇન્સપેક્ટર પર જ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, વોર્ડ ઇન્સપેક્ટરે મારી પાસે લાંચ માંગી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube