સુરત : 1 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતમાં અચાનક ડ્રગ ડીલરો ઉગી નિકળ્યાં?
Trending Photos
સુરત : ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું હોટસ્પોટ બનતું જાય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે કમર કસી છે. જેના પગલે છેલ્લા થોડા દિવસોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસ દ્વારા જબ્બે કરવામાં આવ્યું છે. સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા આજે એક યુવક પાસેથી 1 કરોડ કરતા પણ વધારે રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જો કે ગુજરાતમાં જે પ્રકારે ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે તેના કારણે તંત્ર સહિત સરકાર પણ પરેશાન છે.
જો કે આજે વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંઝ્યો હતો. જેમાં વિપક્ષ દ્વારા દાવો કરાયો હતો કે પોલીસ ઇચ્છે તો ક્યાંય પણ ડ્રગ્સનું વેચાણ થઇ શકે નહી. પરંતુ વિસ્તાર દીઠ પોલીસને 15 લાખ રૂપિયાથી માંડીને વિસ્તાર અનુસાર હપ્તા મળે છે. આડકતરી રીતે દાવો સાચો હોય તેમ પણ લાગી રહ્યું છે. સરકારનાં આદેશ બાદ અચાનક પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને ડ્રગ્સ ઝડપવા લાગ્યું છે. અત્યાર સુધી તેઓ કોની રાહ જોઇ રહ્યા હતા. એમડી ડ્રગ્સ ઉપરાંત ગાંજા સહિતનાં અનેક નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઇ રહ્યા છે, ત્યારે પોલીસ સામે પણ સવાલો થઇ રહ્યા છે.
પોલીસ દ્વારા ગત્ત રાત્રે ડુમ્મસ રોડ પર એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેની પાસેથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની અંદાજીત કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા હાલ તેની ધરપકડ કરી છે. નશીલા પદાર્થ વિરોધી કાયદા હેઠળ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તે ક્યાંથી ડ્રગ્સ લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે