લ્યો બોલો! મોરબીમાં આવાસ યોજનાના મકાનો રહેણાંક મટી ખંઢેર બન્યા, છતાં ચૂકવાઈ ગયા કરોડો રૂપિયા
“ગરીબોને ઘરના ઘરનું સપનું થયું સાકાર” મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના 1008 ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકીના 608 ક્વાર્ટરનું મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે.
હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીમાં ગરીબોને આપવામાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો ખરાબ હાલતમાં દેખાઈ રહ્યા છે. મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના 1008 ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકીના 608 ક્વાર્ટરનું મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે. મકાનો લોકાર્પણ પહેલા જ ખરાબ હાલતમાં થઈ ગયા છે. ચારે બાજુ બાવળના જંગલ ઉગી ગયા છે. તમામ ફર્નિચરો તોડી પાડવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે કહ્યું વાવાઝોડા સામે અમે તૈયાર, હવામાન વિભાગે 5 દિવસ માટે શુ કરી આગાહી
એકપણ કવાર્ટર રહેવા લાયક નથી. એક હજાર આઠ કવાર્ટર બનાવવા માટે ૩૦.61 કરોડના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જો કે, 11.50 ટકા કરતા વધારે ઉચું ટેન્ડર પાસ થયું હોવાથી આ કવાર્ટર ૩૩ કરોડથી વધુના ખર્ચે આ બનાવનું કામ શરૂ કરવામાં આવેલ છે. જો કે, આઠથી દસ વર્ષ થવા છતા કામ પુરુ થયેલ નથી અને કામ ક્યારે પુર થશે તે પણ સૌથી મોટો સવાલ છે. કવાર્ટરનું કામ 10 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ છે છતા પણ લાભાર્થીઓને તેના મકાન રહેવા માટે મળેલ નથી. મકાનો હજુ સુધી ના બનતા તંત્રની ઘોરબેદરકારી સામે આવી રહી છે.
ફરી અમદાવાદીઓનો ભરોસો તૂટ્યો! ભરોસાની ભાજપ સરકારે કહ્યું; હવે નહિ થાય કર્ણાવતી નામ
“ગરીબોને ઘરના ઘરનું સપનું થયું સાકાર” મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના 1008 ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકીના 608 ક્વાર્ટરનું મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે અને જો કે લોકાર્પણ રીને લાભાર્થીને તેના ક્વાર્ટરની ચાવી આપવામાં આવે તે પહેલા જ આવાસ યોજનાના મકાન ભંગાર બની ગયેલ છે અને ચોતરફ બાવળના જંગલ ઉગી ગયા છે. તેમજ તમામ ફર્નિચરનો તોડી નાખવામાં આવેલ છે,
ખેડૂતો માટે આનંદના સમાચાર: વીજ કનેક્શન આપવા મુદ્દે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય
સરકાર દ્વારા શહેરની વિસ્તારને સલામ ફ્રી કરવા માટે ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા આવી રહ્યા છે દરમ્યાન મોરબીમાં 33 કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવસ યોજનાના 1008 મકાન બનાવવાની કામગીરી અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને વર્ષ 2013ના ડીસેમ્બર મહિનાથી સોપવામાં આવી હતી અને માત્ર એક જ વર્ષમાં આ તમામ કવાર્ટર તૈયાર કરી દેવાના હતા જેનો વર્ક ઓર્ડરમાં પણ ઉલેખ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ફરી એક ઝાટકે 5 IAS અધિકારીઓની બદલી-બઢતી, વિજય નેહરાને વધારાની જવાબદારી
જો કે, આ 1008 પૈકીના માત્ર 400 કવાર્ટર લીલાપર રોડ ઉપર સર્વે નંબર ૧૧૧૬માં બનાવવામાં આવ્યા હતા. જેનો અગાઉ ડ્રો કરવામાં આવ્યો હતો અને મોરબીના બાયપાસ ઉપર સર્વે નંબર 1415માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને 608 કવાર્ટર બનાવવામાં આવેલ છે. તેનું લોકાર્પણ કરવામાં આવ્યુ નથી. લાભાર્થીઓને તેના ક્વાર્ટર આપવામાં આવ્યા નથી. ત્યાં ફર્નીચર તોડી નાખેલ છે અને આખી આવાસ યોજનામાં બાવળ ઉગી ગયા છે અને એકપણ કવાર્ટર રહેવા લાયક નથી.
એવું ના સમજતા કે આ વાવાઝોડું આવશે અને જતું રહેશે! નવરાત્રિ અને દિવાળી પણ બગાડશે!
મોરબીમાં શહેરના શનાળા રોડ બાયપાસ પાસે સર્વે નંબર 1415માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને 608 કવાર્ટર બનાવનુ કામ વર્ષોથી ચાલુ છે. જો કે, નારી વાસ્તવિક્તાએ છે કે, 608 મકાનમાંથી એક પણ મકાનમાં કોઈ લાભાર્થી રહેવા માટે આવેલ નથી અને અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીએ આજ દિવસ સુધી કવાર્ટર બનાવવાનું કામ 100 ટકા પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને લાભાર્થીઓને કવાર્ટરનો કબ્જો આપવામાં આવેલ નથી ઉલેખનીય છે, પાલિકામાંથી મળતી માહિતી મુજબ 1008 કવાર્ટર બનાવવા માટે 30.61 કરોડના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
Fan બની જશે AC, 900 રૂપિયાનું સેટઅપ લગાવતાં જ બરફ જેવી ઠંડી હવા ફેંકશે પંખો
જો કે, 11.50 ટકા કરતા વધારે ઉચું ટેન્ડર પાસ થયું હોવાથી આ કવાર્ટર 33 કરોડથી વધુના ખર્ચે આ કવાર્ટર બનાવનું કામ શરૂ કરવામાં આવેલ છે. જો કે, આઠથી દસ વર્ષ થવા છતા કામ પુરુ થયેલ નથી અને કામ ક્યારે પુર થશે તે પણ સો મણનો સવાલ છે.
રિટાયરમેન્ટ પર દર મહિને કેવી રીતે મળશે 50-60 હજાર રૂપિયા, જાણો ક્યાં રોકાણ કરવું
અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર સંવેદન સીલ છે તેવું કહેવામા આવે છે પરંતુ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરનું કામ 10 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ છે તો પણ લાભાર્થીઓને તેના મકાન રહેવા માટે મળેલ નથી જેથી કરીને કવાર્ટરના લાભાર્થીઓ કે પછી સામાન્ય નાગરિક માટે નહિ પરંતુ કોન્ટ્રાકટર માટે સરકાર સંવેદન સીલ હોય તેવો હાલમાં ઘાટ જોવા મળી રહ્યો છે.