Fan બની જશે AC, 900 રૂપિયાનું સેટઅપ લગાવતાં જ બરફ જેવી ઠંડી હવા ફેંકશે પંખો

Cooling Fan: જો તમારી પાસે પણ AC નું બજેટ નથી તો આ સસ્તું સેટઅપ ખરીદવું સારો ઓપ્શન સાબિત થશે. તેને ઉપયોગ કરીને વિજળી પણ બચાવી શકો છો.  

Fan બની જશે AC, 900 રૂપિયાનું સેટઅપ લગાવતાં જ બરફ જેવી ઠંડી હવા ફેંકશે પંખો

Water Sprinkler: વોટર સ્પ્રિંકલરના પંખા બજારમાં ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે અને તેની પાછળનું કારણ તેમની કૂલિંગ કરવાની ક્ષમતા છે. જોકે જો તમારા ઘરમાં એર કંડિશનર નથી અને તમને સારી ઠંડક જોઈતી હોય, તો આ પંખો તમારા માટે ખૂબ જ પાવરફુલ સાબિત થઈ શકે છે. જોકે વોટર સ્પ્રિંકલર ફેન્સ યોગ્ય કૂલિંગ ઓફર કરે છે, ખાસ કરીને જ્યારે તમે બહાર બેઠા હોવ અથવા ઘરમાં એર કંડિશનર ન હોય. 

એવામાં તમે વોટર સ્પ્રિંકલર ફેન ખરીદી શકો છો અને તેનો ઉપયોગ તમારા ઘરમાં કરી શકો છો. જો કે, જો તમારું બજેટ ન બની રહ્યું હોય, તો તમે તમારા ઘરના સામાન્ય સ્ટેન્ડ પંખાને વોટર સ્પ્રિંકલર ફેનમાં બદલી શકો છો અને તેની કિંમત પણ ઘણી ઓછી છે. આ કરવા માટે બજારમાં એક ખાસ સેટઅપ છે. આજે અમે તમને આ સેટઅપ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

કયું છે આ સેટઅપ
આજે અમે તમને જે સેટઅપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે હકિકતમાં સ્પ્રિંકલર પાઈપો અને પંપનું સેટઅપ છે જેને તમારે તમારા સામાન્ય સ્ટેન્ડ પંખામાં જોડવું પડશે, તેને જોડ્યા પછી તમારે તેના પંપ સેક્શનને પાણીથી ભરેલી ડોલમાં મૂકવાનો રહેશે. ત્યારબાદ તમે પંખો ચાલુ કરો છો, તેનો પંપ પાણી ખેંચે છે અને દબાણ સાથે આગળની તરફ ફેંકી દે છે. જ્યારે તેના ઉપરના પંખામાંથી પવન ફૂંકાય છે, ત્યારે તમને ઠંડી લાગવા લાગે છે. આમ કરવાથી તમે ગરમીને માત આપી શકો છો.

કેટલી છે કિંમત અને શું છે ખાસિયત
જો આપણે કિંમત વિશે વાત કરીએ, તો ગ્રાહકો આ સેટઅપ એમેઝોન પરથી માત્ર રૂ. 899માં ખરીદી શકે છે અને તેને પોતાના ઘરમાં રાખેલા સ્ટેન્ડ ફેનમાં મૂકીને તેનો ઉપયોગ કરી શકે છે. આ સેટઅપ વાપરવા માટે ખૂબ જ સરળ છે અને તેના કારણે ઘરના જૂના સ્ટેન્ડ પંખાનો એર કંડિશનર તરીકે ઉપયોગ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news