ગુજરાતમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! સુરતમાં તૂટી પડ્યો વરસાદ, આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી
Gujarat Monsoon 2023: ભારે વરસાદના કારણે સુરતમાં ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે.
Gujarat Monsoon 2023: ગુજરાતભરમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે (મંગળવાર) સવારથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ, જ્યારે પાટણ , સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ , જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
ગુજરાત યુનિ.ના ઉત્તરવહી કૌભાંડમાં સની ચૌધરીની સંડોવણી; જાણો શું હતી મોડસઓપરેન્ડી?
અમદાવાદની આ રેસ્ટોરન્ટની પાઉંભાજીની પ્લેટ પર ફરતી હતી જીવતી ઈયળ, સાચવજો
સુરતમાં અત્યાર સુધીમાં 18 ઈંચ વરસાદ
બીજી બાજુ આજે સૌથી વધુ અસર સુરતમાં થઈ છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે. સુરતમાં વરસાદનું જોર વધતા વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરવા મજબુર બન્યા હતા. વિરામ બાદ વરસાદ શરૂ થતા નોકરિયાત લોકો ભીંજાયા હતા.
સલામત સવારી, એસ.ટી.અમારી..બેઠા પછી બધી જ જવાબદારી તમારી! જાણો એવું તે શું બન્યું કે.
સુરતમાં ઘૂંટણસમા ભરાયા પાણી
ભારે વરસાદના કારણે સુરતમાં ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે. બીજી બાજુ સુરત માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
થોડી તો શરમ કરો સરકાર, વિકાસના નામે સાવ આવો રસ્તો ન હોય, ડામર હાથમાં આવી ગયો
આગામી 7 દિવસ વરસાદની આગાહી
આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની ઘાતક આગાહી કરી છે. જેમા કારણે આજથી સુરત, તાપી, વલસાડ,નવસારી, ડાંગમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે (બુધવાર) દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે (બુધવાર) ગીર સોમનાથ, જૂનાગઢ અમરેલી, સુરત, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખુશખબર! લાંબા બ્રેક બાદ તારક મહેતા...શોમાં હવે ફરીથી રંગ જમાવશે દયાબેન?
સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર
ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ ઉપરાંત દ્વારકામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભાણવડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યાં ધીમીધારે વરસાદ શરૂ રોડ રસ્તા પાણી પાણી થયા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે. પવિત્ર પરષોત્તમ માસ નાં પ્રથમ દિવસે જ વરસાદી માહોલ છવાયો છે. આ સિવાય કોડિનાર, સુત્રાપાડા, વેરાવળ, તાલાલા સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે.
વરસાદમાં ગુજરાતની આ જગ્યા પર એકવાર લટાર મારજો, દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે
વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં દોઢ ઇંચ, તાલાલામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. કોડીનાર શહેર, દેવળી, પીપળી, છારા, સરખડી રોનાજ, મિતિયાજ, વડનગર, નવાગામ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સુત્રાપાડામાં વડોદરા ઝાલા, પસનાવડા, બાવા, વાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સાથે જ વાવડી, લોઢવા, સિંગસર, ધામલેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે.
હવે ખરો ખેલ શરૂ! આગામી લોકસભા ચૂંટણીમાં NDA ને ટક્કર આપશે વિપક્ષનું મહાગઠબંધન INDIA
રાજયમાં વરસાદની ઝોન વાઈઝ સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 112.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.04 ટકા, મધ્ય ગુજરાતમાં 41.72 ટકા, સૌરાષ્ટ્રમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.51 ટકા વરસાદ થયો છે.રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ દાહોદ,વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જેમાં દાહોદમાં 32.33 ટકા,વડોદરામાં 35.12 ટકા, ડાંગમાં 30.70 અને નર્મદા જિલ્લામાં 33.21 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 112.24, અમરેલીમાં 63.73, બોટાદમાં 68.96, ગીર સોમનાથમાં 73.96, જામનગરમાં 71.06, જૂનાગઢમાં 95.27 અને રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો છે.
સાવધાન 'ચંદ્ર'ની રાશિમાં સૂર્યએ બનાવ્યો 'ખતરનાક યોગ', આ જાતકો પર તૂટશે મુશ્કેલી