Pashvik Yog: સાવધાન 'ચંદ્ર'ની રાશિમાં સૂર્યએ બનાવ્યો 'ખતરનાક યોગ', આ જાતકો પર તૂટશે મુશ્કેલીનો પહાડ
Sun Transit In Cancer 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રના દરેક 30 દિવસમાં સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરે છે. 16 જુલાઈએ કર્ક રાશિમાં ગોચર કર્યા બાદ સૂર્ય ખતરનાક યોગ બનાવી રહ્યો છે, જે કેટલીક રાશિના જાતકો માટે દુખદાયી રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ Pashvik Yog In Karka Rashi 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના સમય-સમય પર ગોચર કેટલીક રાશિના જાતકો માટે શુભ તો કેટલાક જાતકો માટે અશુભ સાબિત થાય છે. નોંધનીય છે કે ગ્રહ ગોચરનો પ્રભાવ દેશ-દુનિયા પર જોવા મળે છે. નોંધનીય છે કે સૂર્ય દરેક 30 દિવસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 16 જુલાઈએ સૂર્યએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને પાશ્ચિક યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ ત્યારે બને છે જ્યારે કોઈ ગ્રહ કુંડળીના કેન્દ્ર અને ત્રિકોણ ભાવમાં ન હોય, ત્યારે પાશ્ચિક યોગનું નિર્માણ થાય છે. જ્યોતિષમાં તેને ખુબ અશુભ માનવામાં આવે છે. તેવામાં આ યોગનો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. આ દરમિયાન જાતકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આ લોકોને ધનહાનિ અને ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરવો પડી શકે છે. જાણો આ રાશિઓ વિશે..
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાશ્ચિક યોગ મિથુન રાશિના જાતકો માટે ખુબ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ ભાવમાં કોઈ શુભ ગ્રહ નથી. તેવામાં તમારા માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ સમયે પ્રોપર્ટી વગેરે ખરીદવાથી બચો. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. વાદ-વિવાદથી બચો. નોકરી કરનારા જાતકોએ આ સમયે કાર્યસ્થળ પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યોજનાબદ્ધ રીતે કાર્ય કરો અને કોઈ બેદરકારી ન દાખવો.
કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે પણ પાશ્ચિક યોગ ખુબ દુખદાયી સાબિત થશે. આ રાશિના જાતકોની કુંડળીમાં પણ કેન્દ્ર અને ત્રિકોણ ભાવમાં કોઈ શુભ ગ્રહ બિરાજમાન નથી. તેવામાં કોઈ નવા કાર્યની શરૂઆત ન કરો. આ સમયમાં દાંપત્ય જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પાર્ટનરશિપના કામમાં નુકસાન થઈ શકે છે. વ્યાપારિક પાર્ટનર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.
ધન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિ માટે પણ સમય હાનિકારક અને પ્રતિકૂળ પરિણામ આપનારો રહેશે. નોંધનીય છે કે દેવગુરૂ માંના સ્વામી અને સુખ સાધનના સ્વામી છે અને આ સમયે રાહુથી પીડિત છે. સાથે શનિ દેવની દ્રષ્ટિ પણ છે. તેવામાં તમારે સંતાન સાથે જોડાયેલી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. પ્રોપર્ટી વગેરે સંબંધિત લેતીદેતીમાં સાવચેતી રાખો. વાદ વિવાદથી બચો. અચાકન ધનલાભ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે