સલામત સવારી, એસ.ટી.અમારી..બેઠા પછી બધી જ જવાબદારી તમારી! જાણો એવું તે શું બન્યું કે આ સ્લોગન થયું વાયરલ!

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે 6 થી 6:30 વાગ્યા આસપાસ ચીખલીથી પીપાળખેડ જઈ રહેલી અને ઉમરકુઈથી વલસાડ તરફ જઈ રહેલી બસ ચીખલી ફડવેલ માર્ગ પર ખુડવેલ ગામના વળાંક પાસે સામ સામે ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

સલામત સવારી, એસ.ટી.અમારી..બેઠા પછી બધી જ જવાબદારી તમારી! જાણો એવું તે શું બન્યું કે આ સ્લોગન થયું વાયરલ!

ઝી બ્યુરો/સુરત: એસટી અમારી, સલામત સવારી આ સ્લોગન આજે વહેલી સવારે ખોટુ ઠર્યું હતું. જેમાં ચીખલી ફડવેલ માર્ગ પર ખુડવેલ ગામ નજીક બે એસટી બસ સામસામે ભટકાતા એક બસના ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બંને બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થતા તેમને એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલ અને આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાને નાકમાં ફેક્ચર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી. 

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે 6 થી 6:30 વાગ્યા આસપાસ ચીખલીથી પીપાળખેડ જઈ રહેલી અને ઉમરકુઈથી વલસાડ તરફ જઈ રહેલી બસ ચીખલી ફડવેલ માર્ગ પર ખુડવેલ ગામના વળાંક પાસે સામ સામે ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપલખેડ જતી મિની બસના ચાલક વિજય નારણ આહીર બસની કેબિન દબાઈ જવાને કારણે ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા ચાલક વિજયને બહાર કાઢવા ટ્રેકટરની મદદ લઈ કેબિન થોડી ખુલ્લી કરી હતી અને ચાલક વિજયને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. 

જ્યારે બસમાં સવાર કંડકટર, ચાલક અને મુસાફરોને ઘાયાળવસ્થામાં 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જેમાં ચાલક વિજય આહીરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલા મુસાફરને નાકમાં ફેક્ચર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. 

ઘટનાની જાણ થતા બીલીમોરા ડેપો અને વલસાડ વિભાગીય કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ચીખલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી, બંને બસને રસ્તાને કિનારે ખસેડી ટ્રાફિક સરળ કરાવ્યો હતો. જોકે સમગ્ર મુદ્દે ઉમરકુઈ વલસાડ બસમાં સ્ટીયરિંગ અને બ્રેકમાં સમસ્યા હોવાનું ખુદ બસ ચાલક હિતેશ આહિરે જણાવ્યું હતું. જોકે એસટી વિભાગે સમગ્ર મુદ્દે બંને બસમાં ટકેનિકલ ખામી હતી કે કેમ એ મુદ્દે તપાસ આરંભી છે.

ખુડવેલ ગામે સર્જાયેલા અકસ્માતમાં રસ્તા પર નડતરરૂપ આમલીના વૃક્ષ ને કારણે બંને બસ સામસામે આવી જતા અક્સ્માત સર્જાયો હોવાનો ગ્રામજનોનું અનુમાન હતુ. જ્યારે વન વિભાગમાં રજૂઆતો બાદ પણ વૃક્ષ હટાવવામાં આવ્યું ન હોવાને કારણે આ જગ્યાએ ઘણા અક્સ્માત થતા રહેતા હોવાની ફરિયાદો પણ છે. 

બીજી તરફ ઘટનાની જાણ થતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. સાથે જ તબીબો સાથે ચર્ચા કરી ઘાયલોને પૂરતી સારવાર મળી રહે એની તકેદારી રાખવા સૂચના આપી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ ઘાયલોની મુલાકાત લઈ તેમને જરૂરી સારવાર મળી રહે એ અર્થે ડોકટર સાથે વાત કરી હતી. 

સાથે જ માર્ગમાં નડતર રૂપ વૃક્ષ હટાવવા વન વિભાગને તેમજ ક્ષતિગ્રસ્ત બસ કેવી રીતે ચલાવવા આપવામાં આવી એની તપાસ કરવામાં આવેની માંગ કરી છે. સાથે મૃતક બસ ચાલકના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી.

સુરક્ષિત સવારીમાં બેસીને પોતાના ગંતવ્ય પર નિકળેલા મુસાફરોએ ક્ષતિગ્રસ્ત બસને કારણે અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું જેમાં એક બસ ચાલકનો જીવ પણ ગયો છે. ત્યારે ક્ષતિગ્રસ્ત બસ કેવી રીતે આપવામાં આવી એની તપાસ લોક માંગણી ઉઠી છે. જોકે સમગ્ર મુદ્દે ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news