અમદાવાદની આ રેસ્ટોરન્ટની પાઉંભાજીની પ્લેટ પર ફરતી હતી જીવતી ઈયળ, સાચવજો
Ahmedabad News : અમદાવાદની જાણીતી પ્રિન્સ પાઉંભાજીના ભોજનમાંથી નિકળી ઈયળ..ગ્રાહકે સવાલ કરતા માલિકે કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન..અમદાવાદ મહાનગરપાલિકાએ ફટકાર્યો 12 હજારનો દંડ
Trending Photos
Ahmedabad Food : ચોમાસું આવતા જ બીમારીઓએ માથુ ઉંચક્યું છે. પાણીજન્ય રોગોથી પીડિત દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આવામાં ચોમાસામાં બીમારીઓ ઘર ન કરી જાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓના વેચાણ પર રોક લગાવી રહ્યું છે. આવામાં જો તમે અમદાવાદી ફૂડની જ્યાફત માણતા હોવ તો સાવધાન. કારણ કે, અમદાવાદની એક રેસ્ટોરન્ટની પાઉંભાજીની પ્લેટ પર જીવતી ઈયળ ફરતી હતી. ગ્રાહકે આ અંગે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટને એએમસી દ્વારા દંડ ફટાકારાયો છે.
અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણી સમાન ઘટના બની છે. વસ્ત્રાપુરમાં પાઉંભાજી ખાવા ગયેલા પરિવારને વિચિત્ર અનુભવ થયો હતો. વસ્ત્રાપુરમાં આવેલ ફેમસ પ્રિન્સ પાઉભાજીના ભોજનમાંથી ઈયળ નીકળી હતી. એ પણ જીવતી. એક ગ્રાહકે પ્રિન્સ પાંઉભાજીની પાઉભાજીમાં ઓર્ડર આપ્યો, તો પાઉભાજીની પ્લેટમાં ભાજીની સાથે જીવતી ઈયળ પણ સર્વ કરવામા આવી હતી.
તો બીજી તરફ આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરી હતી, જેથી તેમને ઊંધા જવાબ આપવામા આવ્યા હતા. તેથી જાગૃત નાગરિક દ્વારા AMC ને જાણ કરાઈ હતી. ગ્રાહકની ફરિયાદ બાદ રેસ્ટોરન્ટને 12 હજારનો દંડ ફટાકારાયો હતો. જોકે, ગ્રાહકે ઈયળનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
10 દિવસ માટે લાગ્યો પાણીપુરી પર પ્રતિબંધ
હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર 10 દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે, બાદમાં આ નિર્ણય પર વિવાદ થયા વડોદરા કોર્પોરેશને પોતાનો નિર્ણય બદલ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઇ રહ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ 2018માં પણ વીએમસી દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ રાજ્યના મોટા શહેરોમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે