ચોમાસા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, રોહિણી નક્ષત્ર પરથી આપ્યા વરસાદના સંકેત
Gujarat Weather Forecast : રોહિણી નક્ષત્ર પરથી કેવી રીતે જોવામાં આવે છે ચોમાસાના સંકેત, કેવુ જાય છે ચોમાસું.. જાણો હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી
Ambalal Patel Prediction : હાલ જે રીતે આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, તે જોતા લોકો એવુ કહી રહ્યા છે કે ચોમાસું જલ્દી આવે તો સારું. વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો છે. જે અસહનીય બન્યો છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. તો સાથે જ રોહીણી નક્ષત્ર પણ વરસાદના ભવિષ્યકથનમાં મહત્વનો ભાગ ભજવે છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રોહીણી નક્ષત્ર જોઈને ચોમાસાની આગાહી કરી છે.
નિષ્ણાત અંબાલાલ પટેલ નક્ષત્ર અને પવનની દિશા તેમજ ગ્રંથોના અભ્યાસ કર્યા બાદ આગાહી કરે છે. વર્ષોથી ગામડામાં નક્ષત્રો અને પવનની દિશા પરથી ચોમાસાનો વર્તારો કાઢવાની પરંપારા ચાલી આવે છે, ત્યારે થોડા દિવસ બાદ રોહિણી નક્ષત્ર બેસી જશે. આવામાં રોહિણી નક્ષત્રમાં વાતાવરણમાં થતાં ફેરફાર ચોમસાનો વર્તારો આપે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. રોહિણી તપે તો સારુ. રોહિણી નક્ષત્રમાં રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
મેહાણીઓમાં કેનેડા-અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ, માત્ર 3 મહિનામાં આટલા લોકો વિદેશ ઉપડ્યા
અંબાલાલ પટેલે કહ્યું કે, 28 મેથી જુનના શરૂઆતમાં અરબી સમુદ્રમાં મધ્યમ પ્રકારનુ વાવાઝોડું બનશે. તેની અસર ગુજરાતામં જોવામળશે. વાવાઝોડું બને અને વરસાદ થાય તો રોહીણી નક્ષત્રમાં સારા ચોમાસાનું સંકેત મળે છે.
રોહિણી નક્ષત્ર શું છે
રોહિણી એ રાશિચક્રનું ચોથું નક્ષત્ર છે, જેના પર ચંદ્ર શાસન કરે છે. તે વૃષભમાં ૧૦° ૦' થી વૃષભમાં ૨૩°૨૦' સુધી ફેલાયલો છે. પાંચ તારાઓનું નક્ષત્ર રોહિણીને આકાશમાં સૌથી તેજસ્વી નક્ષત્ર બનાવે છે. તેમાં લાલ તેજસ્વી વિશાળ વૃક્ષ પણ સામેલ છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકોની આંખો આકર્ષક હોય છે એવું માનવામાં આવે છે.
ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો વીડિયો
રોહિણી નક્ષત્ર પરથી વરસાદની આગાહી કેવી રીતે કરાય છે
રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. 15 દિવસનું નક્ષત્ર હોય છે. રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય છે. જે તારીખે રોહિણી નક્ષત્ર બેસે છે. 72 દિવસનું વાયરું ફૂંકાય છે. જેમ-જેમ બીજા પાયા વરસાદ થાય તો એટલા વાયરાના દિવસો ઓછા ગણાય છે. રોહિણી નક્ષત્રના ઉતરતા એટલે 1થી 4 જૂનમાં વરસાદ આવે છે તો ચોમાસું બરાબર આવે છે. રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે છે કે, ચોમાસું મોડું બેસવાનું છે અથવા વાયરું ફૂંકાવવાનું છે. રોહિણી બધા દિવસ ગાજવીજ સાથે વરશે તો દોષ રહેતો નથી. રોહિણી નક્ષત્રના શરૂઆતના દિવસોમાં છાટા પડે તો ચોમાસાના સારા સંકેત ગણાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસની સાયકલ બરાબર ચાલે.
હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના ચીઝના સેમ્પલ ફેલ નીકળ્યા