કરણી સેનાએ રિવાબાના નિવેદનને વખોડ્યું, રિવાબા જાડેજાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા આપ્યું નિવેદન
કરણી સેના (Karni Sena) ના ગુજરાત પ્રમુખ સોનાસિંહ રાજપૂત (Sona Sinh Rajput) એ ઝી 24 કલાક સાથે Exclusive વાતચીત કરતાં જણાવ્યું હતું કે રિવાબા જાડેજા સસ્તી લોકપ્રિયતા મેળવવા નિવેદન કર્યું છે.
અમિત રાજપૂત, અમદાવાદ: તાજેતરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindrasinh Jadeja) ના પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) નો વિડીયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં તેઓ દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત (Rajput) સમાજને અપીલ કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા (Ravindrasinh Jadeja) ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. જેને લઇને હવે વિવાદ શરૂ થયો છે.
કરણી સેના (Karni Sena) ના ગુજરાત પ્રમુખ સોનાસિંહ રાજપૂત (Sona Sinh Rajput) એ ઝી 24 કલાક સાથે Exclusive વાતચીત કરતાં જણાવ્યું હતું કે રિવાબા જાડેજા સસ્તી લોકપ્રિયતા મેળવવા નિવેદન કર્યું છે. રિવાબા જાડેજાના નિવેદનથી સમાજમાં ખોટી અસર પડશે.
રિવાબા જાડેજા અમારી વર્ષો જૂની કરણી સેના સાથે જોડાયેલા નથી, તેઓ રિવાબા જાડેજા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા છે. કરણી સેના દ્વારા રિવાબા જાડેજા (Rivaba Jadeja) ના નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. સમાજમાં મહિલા પુરૂષ સમાન જ છે. સોનાસિંહ રાજપૂતે (Sona Sinh Rajput) કહ્યું હતું કે મહિલાઓ આજે આઈએએસ, આઇપીએસ, નેતા બની રહી છે તે સાબિતી આપે છે બધા સમાન છે.
Photos: રિવાબાના વાયરલ વિડીયોએ મચાવી ધમાલ, 'પતિ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'
અત્રે ઉલ્લેખનીય છે વાયરલ થયેલા વિડીયોમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા (Ravindrasinh Jadeja) નાં પત્ની રિવાબા જાડેજાએ કહ્યું હતું કે દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.
શાહી મહેલથી કમ નહી Ravindra Jadeja નો બંગલો, Facilities જોઇને થઇ જશો ચકિત
આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે. રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રિવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવીન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે.
આ છે રંગીલુ રાજકોટ: કોરોના ગાઇડલાઇન સાથે ધૂળેટીની ઉજવણી, ગરબે ઘૂમ્યા લોકો
હું રોટલી કરતી હોઉં તો ચા રવીન્દ્રસિંહ મુકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં થોડી મદદ દીકરાઓની પણ લેવી જોઈએ. રિવાબા જાડેજા રાજપૂત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ પણ છે. જુઓ રિવાબા જાડેજાનો આ વાયરલ વીડિયો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube