પ્રશાંત ઢીવરે-સુરત: ઉધનામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા આધેડે પ્રતિકાર કરતા હોટેલના બે કર્મચારીઓ હત્યા કરી હતી. ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન


સુરતના ઉધના વિસ્તારમાં ફૂટપાથ પર આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં બે લોકો આધેડને માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે હોટેલના બે કર્મચારીઓની ધરપકડ કરી છે. બંને કર્મચારીઓએ આધેડ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આધેડે પ્રતિકાર કરતા તેને માર મારી તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.


અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા


સુરતના ઉધના રોડ નબર 15 પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીરે ઈજાના નિશાન હોય મામલો શંકાસ્પદ બન્યો હતો. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે ખસેડી આ મામલે તપાસ હાથ ધરી હતી બીજી તરફ મૃતકની ઓળખ રામમૂરત રામબદન તિવારી [ઉ.53, રહે, મૂળ મધ્યપ્રદેશ] તરીકેની થઇ હતી. 


ગુજરાતમાં કોરોનાના 'વળતા પાણી'! કેસમાં મોટો ઘટાડો, પરંતુ વધારે ખુશ થવાની જરૂર નથી


બીજી તરફ પીએમ રીપોર્ટમાં આધેડનું મોત ગડદાપાટું અને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું જેથી ઉધના પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં બે ઈસમો આધેડને માર મારતા હોવાનું દેખાયું હતું. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.


કેદી નંબર 17502...સાબરમતી જેલના દસ્તાવેજોમાં આ રીતે દફન થઈ જશે 'અતીકનું અતિત'


આ ઘટનામાં ઉધના પોલીસે સ્થાનિક વિસ્તારમાં આવેલી એક હોટેલના કર્મચારી આરોપી અજય ઇનાકરામ પટેલ ને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેના સાથી સુરેશ ચતુરસિહ કોરકું મધ્ય પ્રદેશ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસની એક ટીમ મધ્ય પ્રદેશ જઈને આરોપીને પકડી લાવી હતી.


તારક મહેતાની જાણીતી અભિનેત્રી ગુજરાતની મુલાકાતે; ખોડલધામમાં કર્યા દર્શન, જુઓ PHOTOs


પોલીસના જણવ્યા મુજબ આધેડ રોડ પર સુતો હતો તે દરમ્યાન સુરેશે આધેડ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આધેડે પ્રતિકાર કરતા તેને ગડદાપાટુંનો માર મારવા ઉપરાંત હાથમાં પહેરેલું સ્ટીલનું કડું માથામાં મારતા રામમૂરત બેભાન થઇ ગયો હતો અને બાદમાં અજયની મદદથી ઘસડીને રોડની સાઈડમાં લઇ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. વધુમાં બંને આરોપીઓ સ્થાનિક હોટેલના કર્મચારીઓ છે અને બંને મૂળ મધ્ય પ્રદેશના વતની છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.