ઝી બ્યુરો/અમદાવાદ: ભગવાના જગન્નાથથી 146મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ રથયાત્રામાં લાખો લોકો જોડાયા હતા. આ દરમ્યાન ભાઈચારાનું ઉદાહરણ આપતી ઘટના બની હતી. શાહપુર ખાતે રથયાત્રા પહોંચે તે પહેલા ત્યાં એક દુઃખદ બનાવ બન્યો હતો. શાહપુરમાં રહેતા મુસ્લિમ બિરાદર સલીમ શેખની પત્નિનું નિધન થયું હતું. સલીમ શેખની પત્નિ બીમારીનાં કારણે અંતિમ શ્વાસ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી બે દિવસમાં ગુજરાતે મોટી આફત માટે તૈયાર રહેવું પડશે, અંબાલાલ પટેલની ભયંકર આગાહી


આ દરમિયાન પત્નીનું હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ મૃતદેહને હોસ્પિટલથી ઘરે અને ઘરેથી સ્મશાનગૃહ સુધી લઈ જવાનો હતો. જેથી તે પોતાની મુશ્કેલીઓ સાથે અમદાવાદ પોલીસ પાસે આવ્યા હતા. પોલીસને રજૂઆત કરતાની સાથે જ રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે પણ પોલીસે તુરંત જ સલીમના પત્નીના મૃતદેહને ઘરે પહોંચાડવાનો રસ્તો બનાવ્યો હતો.


આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત ગુજરાતના 26 જિલ્લામાં ધોધમમાર વરસાદ પડશે


મૃતદેહને ઘરે લઈ ગયા બાદ પોલીસે સલીમ શેખનો પુછ્યું કે તેઓ ક્યારે દફન વિધિ કરવાના છે? જે બાબતે સલીમ શેખે જણાવ્યું હતું કે, સાહેબ આજે રથયાત્રાનો તહેવાર છે. અને રથયાત્રા ઘરની સામેથી પસાર થયા બાદ જ મારી પત્નિને દફનાવવામાં આવશે. રથયાત્રાને તે માર્ગ પરથી પસાર થતા પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો. તે સમય સુધી સલીમ શેખે પોતાની પત્નિનો મૃતદેહ ઘરમાં જ રાખ્યો હતો.


વીજળીથી વરસાદનો વરતારો! ત્રણ દિવસમાં આકાશમાં આ ચિહ્ન ના દેખાયા તો વેર વાળશે વરૂણ દેવ


મહત્વનુ છે કે આ દિવસે રથયાત્રાને પસાર થવામાં પાંચ કલાકનો સમય લાગ્યો ત્યાં સુધી સલીમ શેખે પોતાની પત્નીના મૃતદેહને ઘરમાં જ રાખીને ભાઈચારાનો દાખલો બેસાડ્યો હતો. આ ભાઇચારાની ભાવનાને લઈ અમદાવાદ પોલીસ અધિકારીઓએ સલીમ શેખનું સન્માન કર્યું હતું. આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘થેન્કસ ગિવિંગ નાં બેનર હેઠળ રથયાત્રા ૨૦૨૩ અમદાવાદ શહેર પોલીસ ઝોન-૨ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 


શેરડી પકવતા ખેડૂતો થઈ જશે બર્બાદ! સુરતમાં જોવા મળ્યો આ રોગનો ઉપદ્રવ, બચવા શું કરવું?


ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભગવાના જગન્નાથની રથયાત્રા ફરી હતી. શાંતિમય માહોલમાં આ રથયાત્રા સંપન્ન થઈ હતી. જેમાં ગુજરાત પોલીસ, શહેરીજનો અને તમામ સંપ્રદાયના લોકોનો અમુલ્ય ફાળો રહ્યો હતો.


રૂવાડા ઊભા થઈ જશે! યુવતીના શરીરે બચકા ભર્યા, નખ માર્યા, વાળ કાપ્યા, હજુ સંતોષ ન થયો.